Tag Archives: નરસિંહ મહેતા

Artist from 124 countries recreate Gandhi’s favorite bhajan ‘Vaishnava Jan To’

On the occasion of the 150th birth anniversary of Mahatma Gandhi, artists from over 124 countries have contributed in paying homage to the Father of the Nation through his favorite bhajan ‘Vaishnav Jan To Tene Kahiye’. The famous Gujarati hymn was penned by the 15th century poet Narsimha Mehta and was one of the favorite bhajans of Gandhi, who included it into the roster of prayers routinely sung before his meetings.

During the closing ceremony of the Mahatma Gandhi International Sanitation Conference (MGISC) and in the presence of the Secretary-General of the United Nations Antonio Gutierrez, Prime Minister Narendra Modi, External Affairs Minister Sushma Swaraj and Minister of Drinking Water and Sanitation Uma Bharti, launched a medley version of the bhajan, sung by artists from over 124 countries.

All Indian Missions abroad identified local artist groups to record the bhajan who gave rise to an eclectic, colorful and rich rendition of the hymn infused with the local flavor of the region. Videos from different regions of the world have also been put together in a fusion video of about five minutes to give flavor to the bhajan. Amongst the star performers is President of Nauru Baron Divavesi Waqa. Waqa’s gesture was not just a tribute to Gandhi but was also a personal gift from him to Prime Minister Modi. The medley version and individual country contributions are available on the External Affairs Ministry’s YouTube page.

ગાંધીજીના પ્રિય ભજન ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ને વિશ્વના ૧૨૪ દેશના કલાકારોએ સંગીત આપીને અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી. ગાંધીજીની ૧૪૯મી જન્મજયંતિ નિમિત્તે નવી દિલ્હીમાં આયોજિત મહાત્મા ગાંધી ઈન્ટરનેશનલ સેનિટેશન કોન્ફરન્સના સમાપન વખતે આ અનોખું ભજન રજૂ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ ભજનની નવી સંગીતમય આવૃત્તિ લોન્ચ કરાવાઈ હતી.

વિદેશ મંત્રાલયે સત્તાવાર યાદીમાં જણાવ્યું હતું કે, આ પ્રસંગે યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટરેસ, વિદેશ મંત્રી સુષમા સ્વરાજ, વૉટર એન્ડ સેનિટેશન મંત્રી ઉમા ભારતી અને અન્ય મંત્રીઓ, અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. વિદેશી પ્રતિનિધિમંડળ સહિત તમામ નેતાઓએ ‘વૈષ્ણવજન’ની આ નવી આવૃત્તિના વખાણ કર્યા હતા.

ગાંધીજીના કારણે વિશ્વ વિખ્યાત થયેલું આ ગુજરાતી ભજન ૧૫મી સદીમાં કવિ નરસિંહ મહેતા દ્વારા લખવામાં આવ્યું હતું. ગાંધીજીએ આશ્રમજીવનનની શરૃઆત કરી ત્યારે સવારની પ્રાર્થનામાં આ ભજનનો સમાવેશ કર્યો હતો. ભારતીય પ્રતિનિધિઓ દ્વારા વિદેશી સંગીતકારોને આ ભજનની માહિતી અપાઈ હતી. બાદમાં તેમણે સ્થાનિક સંગીતકારો સાથે તેને સંગીત આપ્યું હતું.

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ ભજનને અંગોલા, આર્મેનિયા, શ્રીલંકા, સર્બિયા, ઈરાક અને આઈલેન્ડના અગ્રણી સંગીતકારોએ સંગીત આપ્યું હતું. આ દરમિયાન વિશ્વભરના કલાકારોની કલા ખીલી ઊઠી હતી. આ પ્રસંગના અમે પાંચેક મિનિટના બે વીડિયો પણ જાહેર કર્યા છે. અમારી ઈચ્છા હતી કે, આ ભજનને યુએનમાં નોંધાયેલા તમામ દેશોના સંગીતકારોનું સંગીત અપાય.