Tag Archives: આધ્યાત્મિક શિબિર

Preparation for upcoming Spiritual Camp to be conducted by Fr. Paresh Parmar during Holy Week 2017.

ફેબ્રુઆરી ૦૧, ૨૦૧૭

પ્રભુ ઈસુમાં વ્હાલા ખ્રિસ્તીજનો,

જય ઈસુ! સાઊથ પ્લેઇનફિલ્ડ, ન્યુ જર્સીથી કેતન ક્રિશ્ચિયનના સહુને વંદન!

ગત વર્ષ દરમ્યાન આપણે સહુએ આપણા માદરે વતન, ગુજરાત-ભારતથી પધારેલ પૂજ્ય ફાધર પરેશ પરમાર સાથે આપણી ભાષામાં એક-દિવસીય શિબિર નો અમૂલ્ય લહાવો માણ્યો હતો. અમેરિકામાં, સૌ પ્રથમ વાર જ આ રીતે યોજાયેલ શિબિરમાં સહુએ જીવન અને ધર્મ લક્ષી પ્રશ્નોની ચર્ચા ફાધર પરેશ સાથે કરી હતી.

જીવનમાં દુઃખ શાને કારણે આવે છે?

દુઃખ મારા માથે કેમ?

માંદગીનું કારણ શું છે?

માંદગી ઈશ્વર તરફથી આવે છે?

આપણા જીવનમાં

સુખ

શાંતિ

સમ્રુધ્ધિ

સાજા પણું

અને

સલામતી

પાંચ આપણને કોણ અપાવી શકે?

સંસાર કે ઇશ્વર?

ઇસુ પર શ્રધ્ધા રાખવી એટલે શું?

સાચું ખ્રિસ્તી જીવન કોને કહેવાય?

 આવા ઘણા પ્રશ્નોની બાઇબલ આધારિત છણાવટ અને બાઇબલ આધારિત જવાબો ફા. પરેશ દ્વારા કરવામાં આવી હતી.

આ અનોખા અનુભવ પછી, સહુ લોકોએ આવી શિબિર નું આયોજન વારંવાર થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. યોગાનુયોગ, આ સમયે આપણા મહા ધર્માધ્યક્ષ થોમસ મેકવાન પણ અહીં હાજર હતા, તેમની હાજરીમાં ફા.પરેશને આવનાર સાલ ૨૦૧૭ના પવિત્ર અઠવાડિયા દરમ્યાન આપણને ફરી એકવાર ચિંતનાત્મક શિબિરમાં દોરી જવા આમંત્રણ આપ્યું હતું, જે ફા.પરેશે, તેમના અતિવ્યસ્ત કાર્યક્રમો હોવા છતાં સહર્ષ સ્વીકાર્યુ હતું.

આ સમય આવી ચૂકયો છે……………..

૨૦૧૭ના આ વરસ દરમ્યાન મહાસપ્તાહ, તાડ્પત્રીના રવિવાર એપ્રિલ ૯થી શરુ થાય છે.

આપણા ધર્મના આ સૌથી મહત્વના સપ્તાહ દરમ્યાન ફા. પરેશ આપણી વચ્ચે આવે છે, આપણી ભાષામાં, આપણી આગવી રીતે, અમેરિકામાં આપણને સહુને પ્રભુમાં ચાલવા માટે સહાય કરવા માટે!

ત્રણ દિવસીય શિબિર માટેના વાર અને તારીખ

એપ્રિલ, બુધવાર ૧૨, ૨૦૧૭          

એપ્રિલ, ગુરુવાર ૧, ૨૦૧૭

એપ્રિલ, શુક્રવાર ૧, ૨૦૧  

ત્રણ દિવસીય શિબિર માટેનું સ્થળ – કુદરત ના ખોળામાં – શાંતિ અને દિવ્ય અનુભૂતિ થાય તેવા ધાર્મિક સ્થળની તપાસ ચાલુ છે. તમારો જવાબ અને તમારા સુચન/અભિપ્રાય આમાં મદદરૂપ થશે, માટે સત્વરે આ પત્ર નો જવાબ આપો.                          

મહેરબાની કરીને નીચેના વિભાગમાં જરૂરી જવાબ આપી, આ સાથે બીડેલ, સ્ટેમ્પ લગાડેલ પરબીડિયાંમાં  મૂકી સત્વરે મોકલી આપવા નમ્ર વિનંતિ! જેને આ પત્ર મળ્યો હોય તેમણે પોતાના જવાબ મોકલી આપ્યા હશે એવી અપેક્ષા.

આ શિબિર નો આપ સહુ લાભ લઈ શકો તે માટે આપ સહુ ના સમયસર (ફેબ્રુઆરી ૧૫મી પહેલાં) સૂચન અને અભિપ્રાયની નમ્ર આશા રાખું છું.                                    

 

 આ શિબિરમાં આપ ભાગ લેવા માંગો છો?                  હા    /   ના

આ સમય દરમ્યાન શું આપ શિબિર ના સ્થળે આ ત્રણ દિવસ અને રાત દરમ્યાન રોકાવા માંગો છો?   હા    /   ના

ત્રણ દિવસીય શિબિર માટેનો સમય

સવારના ૯-૦૦ થી બપોર ના ૧૨-૦૦                     હા    /   ના

સવારના ૯-૦૦ થી સાંજના ૩-૩૦ / ૪-૦૦                 હા    /   ના

સાંજના ૪-૦૦ થી રાત્રીના ૯-૦૦                            હા    /   ના

આ શિબિર માટે આપ નાંણાકીય સહાય કરી શકશો?       હા    /   ના

આ શિબિર માટે આપ મદદરૂપ થવા માંગો છો?           હા    /   ના

 નામઃ________________________________________________________

 શિબિરમાં ભાગ લેનાર ની સંખ્યા________________

સુચન/અભિપ્રાય

 

વધારે માહિતી માટે (૭૩૨)૩૩૧-૫૧૯૨ પર મારો સંપર્ક કરો. આભાર!

ખ્રિસ્તમાં આપનો આભારી –  કેતન ક્રિશ્ચિયન (૭૩૨)૩૩૧-૫૧૯૨