શ્રી. કિન્નરી શાહ ની ગાંધીનગર ખાતે મહેસૂલ વિભાગમાં નાયબ સેક્શન અધિકારી તરીકે નિમણુંક થતાં સન્માન.

 
મૂળ અમદાવાદના હાલ અમેરિકાસ્થિત શ્રી. અમિત મેકવાનના પત્ની શ્રી. પૂર્વી (મૂળ ભરૂચના) ના ભાભી શ્રી. કિન્નરી શાહ ની  ગાંધીનગર ખાતે મહેસૂલ વિભાગમાં નાયબ સેક્શન અધિકારી તરીકે નિમણુંક થઈ છે. શ્રી. કિન્નરી શાહને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના. આ સમાચાર જુલાઈ ૨૭ ના દિવ્ય ભાસ્કરની ભરૂચની આવૃત્તિમાં તથા ગુજરાત સમાચારની વડોદરા આવૃત્તિમાં આવ્યા હતા.
 

Fr. Vincent Braganza, Printipal of St. Xavier’s College, Ahmedabad awarded with “Vidya Rattan Medal Award”

 
On the 25th of July, 2012, while our new President was being sworn in at Rashtrapati Bhavan, not too far away at a function at the Krishna Menon Bhavan, opp. the Supreme Court, New Delhi; Fr. Vincent Braganza; Principal, St. Xavier’s College, Ahmedabad, was awarded the Vidya Rattan Gold Medal Award by the Indian Solidarity Council, and the Rajiv Gandhi Education Excellence Award by the International Institute of Education & Management for “Outstanding Achievement in the Field of Education”. The award was conferred by G.K.V. Krishnamurthy, former Chief of the Election Commission; Mr. Joginder Singh, former Director of the CBI; Justice O.P. Verma, former Chief Justice of the Kerala High Court and former Governor of Punjab; Mr. Bhishma Narain Singh, a Gandhian and former Governor of several states and Minister of Education in the Indira Cabinet. The awards were conferred at a seminar on “Education and Socio-economic Development” at which these luminaries presented their views. 
 
This comes as a much deserved acknowledgement of the creative leadership, not just as Principal, but also through the past 25 years of service rendered at St. Xavier’s College by Fr. Vincent Braganza. (From Shweta Wadhwa, Manager – Xavier Research Foundation).
 
 
Source: Blog of Fr. Lawrence Dharmaraj. Thanks.
 

અમદાવાદ, ગુજરાત ધર્મપ્રાંતના માનનીય ધર્માધ્યક્ષ શ્રી. થોમાસ મેકવાન અમેરિકા અને કેનેડાની મુલાકાતે.

 

 
અમદાવાદ, ગુજરાત ધર્મપ્રાંતના માનનીય ધર્માધ્યક્ષ શ્રી. થોમાસ મેકવાન અમેરિકા અને કેનેડાની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાતી કેથોલિક સમાજ ઑફ યુએસએ ધર્માધ્યક્ષશ્રીને આવકારતા આનંદ અને ગૌરવ અનુભવે છે. ન્યુ જર્સી ખાતેના એમના ત્રણ દિવસના ટૂંકા રોકાણ દરમ્યાન તેઓ શ્રીએ આપણા માટે પવિત્ર ખ્રિસ્તયજ્ઞ અર્પવા માટે તૈયારી બતાવી છે. તો માનનીય બિશપને મળવા અને એમના પરમ હસ્તે અર્પણ થનાર ખ્રિસ્તયજ્ઞમાં હાજર રહેવા માટે આપના તારીખિયામાં નોંધી દો રવિવાર ઓગસ્ટ ૧૯ તારીખ. સમય લગભગ બપોરે ૧ વાગે. સ્થળ અને ચોક્કસ સમય ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
 
ઓગસ્ટના છેલ્લા અઠવાડિયા દરમ્યાન માનનીય ધર્માધ્યક્ષ કેનેડાની મુલાકાત લેશે અને કેનેડાવાસી ગુજરાતી કેથોલિક શ્રધ્ધાળુઓ માટે પવિત્ર ખ્રિસ્તયજ્ઞ અર્પણ કરશે. સ્થળ અને ચોક્કસ સમય તથા તારીખ ટૂંકમાં જાહેર થશે. સંભવિત તારીખ ઓગસ્ટ ૨૬ છે. 

‘ડિઝાઇન કોર્નર’ ના ઉદઘાટન પ્રસંગે શ્રી. અરવિંદ મેકવાનને અભિનંદન અને સફળતા માટે શુભકામના.

 
 
અમારી ન્યુ રવિકુંજ સોસાયટીના રહેવાશી-ભાઈબંધ અને હાલમાં જ નિવૃત્ત થયેલ કાર્યપાલક ઇજનેર શ્રી. અરવિંદ મેકવાને વ્યવસાયમાં ઝંપલાવ્યું છે. એમના આ સાહસ માટે ખૂબ ખૂબ અભિનંદન અને આ સાહસમાં એમને સફળતા મળે અને પુષ્કળ પ્રગતિ કરે એવી ઈશ્વરને પ્રાર્થના. આણંદમાં સરદારગંજ ચોકડી પાસે આવેલા “સૂરજ કોમ્પલેક્ષ” માં ‘ડિઝાઇન કૉર્નર’ નામે વ્યવસાય શરૂ કર્યો છે. ઓગસ્ટની ૨ જી તારીખે સવારે ૯ વાગે આણંદ તાબાના સભાયાજ્ઞિક ફાધર આલ્બર્ટના વરદ હસ્તે આ દુકાનને ખુલ્લી મૂકવામાં આવી હતી. આ પ્રસંગે કુટુંબના સભ્યો ડો. જયંત મેકવાન, શ્રી. શશિકાંત મેકવાન, પ્રવીણ મેકવાન ઉપરાંત હેવમોરના શ્રી. યોગેશભાઈ, શ્રી. માર્ટીન મેકવાન, શ્રી કનુભાઈ પરમાર, શ્રી. જયંતિભાઈ અને ઘણા સ્નેહિજનો હાજર હતા.
 
Hearty congratulations and best of luck to Mr. Arvind D. Macwan (recently retired as Executive Engineer) on opening a new venture called ‘Design Corner’ in the “Suraj Compex” at Sardargunj chaowkadi, Anand. The shop was inaugurated by Fr. Albert, the Parish Priest of Anand on August 2nd 2012.
Thanks: Mr. Kanubhai Parmar, Anand.
 

 

 

મારું જીવન…મારાં સ્વજન…મારો સમાજ…મારું જગત…૨૦૦૪ થી આ જાળું ગૂંથી રહ્યો છું…