આજથી પચીસ વર્ષ પૂર્વે ૨૧ મે ૧૯૯૦ ના દિવસે મારી લાડલી અને સૌથી નાની સાળી જૉકિના (ગુડ્ડી) એ લગ્નસંસ્કાર મેળવી પ્રબોધચંદ્ર સાથે પોતાનું વૈવાહિક જીવન શરૂં કર્યું. સંજોગોને કારણે હું કે મારી પત્નિ એ પ્રસંગે હાજર રહી શક્યા નહીં એનો આજે પણ અફસોસ છે. જીવનમાં આવતી પરિસ્થિતિ પ્રમાણે આપણે ચાલવું પડે છે. આજે પચીસ વર્ષ પછી અત્યારે ગુડ્ડી અને તેની ત્રણ દિકરીઓ અમારી સાથે અહીં રહે છે. જ્યારે તેના પતિ પ્રબોધચંદ્ર પોતાની નોકરી ના નિવૃતિકાળને પૂરો કરવા આણંદમાં છે.
લગ્નસંસ્કાર વખતે લીધેલી પ્રતિજ્ઞાઓ નું પાલન કરી તેઓ ૨૪ વરસ સુધી એક સાથે એક ઘરમાં રહ્યા. ત્રણ દિકરીઓના આગમનથી એમનું કુટુંબ પૂર્ણ થયું. બાળકોનો યોગ્ય ઉછેર અને કેળવણી માટે પુષ્કળ મહેનત કરી. થોડા સમય પછી ફરી પાછું આખું કુટુંબ સાથે મળી એમનો જીવનરથ આગળ ધપાવશે.
ક્લેરા અને હું તથા મારો દિકરો રોડની અને મારું સઘળું કુટુંબ આજે ગુડ્ડી અને પ્રબોધચંદ્રને એમના લગ્નજીવનનાં ૨૫ વરસ પૂરાં કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. પ્રભુ એમનો દિવ્ય પ્રકાશ અને આશિર્વાદ હંમેશા એમના પર વરસાવતો રહે એવી પ્રાર્થના.
Clera, I and Rodney along with our entire family congratulate Guddy & Prabodh on their 25th wedding anniversary. We wish them best of luck. May God continue to shower his divine light and blessing on both of them and their family.







Christian Herald
Fr. Varghese Paul S.J. website
Gujarati Catholic Samaj of USA – ગુજરાતી કેથોલિક સમાજ ઓફ યુએસએ
My Gujarati Blog – જગદીશ ક્રિશ્ચિયન – દશાની દિશા
Union of Catholic Asian News – યુનિયન ઓફ કેથોલિક એશિયન ન્યૂઝ
United Gujarati Christians of America (UGCOA)
Yayavar Charotar
Srujana