૨૦૦૪ થી આ વેબસાઈટ ગુજરાતી ખ્રિસ્તી સમાજના સમાચાર અને માહિતી આપ સૌ સુધી પહોંચાડી રહી છે. આપ સૌએ એને પહેલા દિવસથી વધાવી અને આજ પર્યંત પોતાનો પ્રેમ સહકાર અને માર્ગદર્શન આપતા રહ્યા છો. જાન્યુઆરી ૨૦૧૨ થી વેબસાઈટને એક નવું સ્વરૂપ આપ્યું અને આપ સૌનો એને પણ આપનો આવકાર મળ્યો. ૨૦૧૨ ના વરસ દરમ્યાન આપે વારંવાર મુલાકાત લઈને મુલાકાતીઓની સંખ્યા ૨૦ હજાર ઉપર પહોંચાડી દીધી એ આપના પ્રેમનો પરિપાક છે. આપ સૌ મિત્રો સ્નેહીજનોનો આભારી છું. આ નવા સ્વરૂપને આકારવા માટે મારા ભાણિયાએ ઘણી મહેનત કરી છે અને હજુ પણ સમયાંતરે ક્યાંક અટકી જવાય છે તો સંભાળી લે છે. શ્રી. રાજ મેકવાનનો ખૂબ ખૂબ આભાર.
મિત્રો આપ સૌ સમાચાર-માહિતી મોકલતા રહો છો તો આપ સૌનો આભાર અને ખાસ કરીને મારા મિત્ર શ્રી. કનુભાઈ પરમારનો આભાર માનું છું. ફાધર વિલિયમ પણ ઘણા સમાચાર-માહિતી મોકલી આપે છે એમનો પણ આભાર માનું છું. ફાધર વિલિયમની બધી જ માહિતી ઉમદા હોય છે છતાં ઘણી માહિતી વેબસાઈટ પર ના મૂકવાનો નિર્ણય કમને કરવો પડતો હોય છે એની દિલગીરી વ્યક્ત કરું છું. જેઓ મુલાકાત લઈને પોતાના પ્રતિભાવ રજુ કરે છે એ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. ગરવી નવક્રાન્તિ અને નવક્રાન્તિ ના સાપ્તાહિક અંક વેબસાઈટ પર પ્રકાશિત કરવા દેવા માટે શ્રી રોબિન ધોડકીયાનો આભાર. દૂતની લિન્ક માટે ગુજરાત સાહિત્ય પ્રકાશનો આભાર માંનું છું. અમેરિકન ક્રિશ્ચિયન ન્યૂઝ ને પ્રકાશિત દેવા કરવા માટે રૂથબેન અને રોબિનભાઈનો આભાર.
આ વેબસાઈટ પર ગુજરાતના ખ્રિસ્તી સમાજ અને સમાજજનો ના સમાચાર પ્રસંગો અને માહિતી અહીં રજૂ કરવામાં આવે છે. આપ સૌ પોતાના વિસ્તાર કે પોતાના પરિવારના કોઈ પણ પ્રસંગ ના સમાચાર મોકલશો તો એને જરૂર પ્રકાશિત કરવામાં આવશે. તો મોકલતા રહો.
One thought on “Merry Christmas to all dear and near ones. Wish you all a happy, helathy and prosperous New Year.”
Wish u a very Happy Christmas and a prosperous 2013.
thanks for the news and the greetings.
Wish u a very Happy Christmas and a prosperous 2013.
thanks for the news and the greetings.