GARAVI NAVKRANTI ISSUE 18 – 2020 – ગરવી નવક્રાન્તિ અંક ૧૮ – ૨૦૨૦
GARAVI NAVKRANTI ISSUE 19 – 2020 – ગરવી નવક્રાન્તિ અંક ૧૯ – ૨૦૨૦
UGCOA is calling for cash donations to provide food and essential supply for 500+ of the most vulnerable families in India/USA.
Together We Can Overcome the Covid-19 outbreak and subsequent quarantine of communities has caused many households to lose their livelihood and income.
A call for donations UGCOA is calling for cash donations to provide food and essential supply for 500+ of the most vulnerable families in India/USA
સાથે મળીને આપણે સહકાર આપી શકીએ છીએ.
કોવિડ -19 ફાટી નીકળ્યો અને ત્યારબાદ સમુદાયોના સંસર્ગનિષેધને લીધે ઘણાં પરિવારોએ આજીવિકા અને આવક ગુમાવી દીધી છે .દાન માટે જાહેર અપીલ ભારત/USAના સૌથી સંવેદનશીલ પરિવારોમાંથી 500+ પરિવારોને ખોરાક અને આવશ્યક પુરવઠો પૂરો પાડવા માટે જાહેર દાનની કરવામાં આવે છે .
You may send your donations via:
http://www.paypal.me/ugcoa
OR Mail Check To: UGCOA 605 Hamilton Blvd. Morrisville, PA 19067
If you have any need or for inquiries please reach out to:
Rev.Dr. Dinker Tailor 1-267-918-3796
Rev Percy Macwan 1-347-254-2204
VK Macwana 1-215-310-8493
Amit Macwan 1-917-658-5838
Nixon Christian 1-215-828-7277
Samson Christian 1-646-923-2826
Nevil Christian 1-347-280-4007
Raj Macwan 1-908-472-9448
Amul Chauhan 1-347-534-7241
Stevenson Borsada (Whala) 1-718-755-1159
United Gujarati Christians Of America is a 501(c)(3) tax-exempt charity. All contributions and all donations are tax deductible to the full extent allowed by law.
Some of you have responded with your generous donations. We thank you all for your kindness and support.
Acts 20:35 “In everything I showed you that by working hard in this manner you must help the weak and remember the words of the Lord Jesus, that He Himself said, ‘It is more blessed to give than to receive.”
LETTER OF HIS HOLINESS POPE FRANCIS TO THE FAITHFUL FOR THE MONTH OF MAY 2020
વેટિકન સિટી (સીએનએસ) – પોપ ફ્રાન્સિસે મે મહિનામાં કેથોલિકોને ગુલાબમાળાની પ્રાર્થના કરવા માટે વિશેષ પ્રયાસ કરવા જણાવ્યું હતું, કારણ કે તેઓ જાણે છે કે આમ કરીને તેઓ વિશ્વભરના શ્રદ્ધાળુઓ સાથે મળીને કોરોના વાયરસના રોગચાળાને રોકવા માટે મારિયાની મધ્યસ્થીની માગણી કરી શકશે.
પોપે તમામ કેથોલિકોને સંબોધિત કરતા અને ૨૫મી એપ્રિલે વેટિકન દ્વારા બહાર પાડવામાં આવેલા પત્રમાં જણાવ્યું હતું કે, “આપણી માતા, મારિઆના હૃદય દ્વારા ખ્રિસ્તના ચહેરા પર વિચાર કરવાથી આપણને આધ્યાત્મિક પરિવાર તરીકે વધુ એકજૂથ-એકજૂટ બનાવવામાં મદદ મળશે.
મે મહિનો પરંપરાગત રીતે મારિઆને સમર્પિત છે અને ઘણા કેથોલિક લોકો આ મહિના દરમિયાન ઘરે કુટુંબ સાથે ભેગા થઈ ગુલાબમાળાની ભક્તિ કરતા હોય છે, એમ તેમણે નોંધ્યું હતું. “મહામારીના નિયંત્રણોને ધ્યાનમાં લેતા, આજે આપણને સહુને ‘કુટુંબ’ ના આ પાસાને (ઘરે કુટુંબ સાથે ભેગા થઈ ગુલાબમાળાની ભક્તિ) ખાસ આધ્યાત્મિક દૃષ્ટિએ વધારે વિચારવા, સમજવા પ્રેરે છે.”
“તમે તમારી પોતાની અંગત પરિસ્થિતિ અનુસાર નક્કી કરી શકો છો કે વ્યક્તિગત રીતે (ગુલાબમાળાની ભક્તિ) પ્રાર્થના કરવી કે સમૂહમાં, તેમણે કહ્યું હતું કે “ઇન્ટરનેટ પર પ્રાર્થનાના સારા મોડેલ શોધવા પણ સરળ છે.”
પોપ ફ્રાન્સિસે માતા મારિઆને બે પ્રાર્થનાઓ લખી હતી, જે ગુલાબમાળાના અંતે પઠન કરી શકાય છે, તેમણે કહ્યું હતું કે તેઓ “તમારા બધા સાથે “આધ્યાત્મિક એકતા”માં આ પ્રાર્થનાઓનું પઠન કરશે.
બંને પ્રાર્થનાઓ એ વાતને અનુમોદન આપે છે કે મારિઆ પોતાના પુત્રના અનુયાયીઓ સાથે સાવ નિકટ છે અને જે રીતે કાના ગામમાં લગ્ન પ્રસંગે નવપરિણીતો વતી મધ્યસ્થી કરવા ઈસુને પ્રાર્થના કરી હતી તે રીતે આપણાં રક્ષણ માટે વિનવે છે.
એક પ્રાર્થનામાં એમ છે કે, “આપણે જાણીએ છીએ કે તમે મારી માનતા પૂરી પાડશો, જેથી ગાલિલીના કાના ગામમાં આનંદ અને ઉજવણી આ મુશ્કેલ સમય પછી પાછા આવી શકે.”
પોપ ફ્રાન્સિસની પ્રાર્થના જેઓ બીમાર છે, તેઓના હેતુ માટે, મૃત્યુ પામેલા લોકો માટે, તેમના માટે શોક વ્યક્ત કરનારા, ઉપચાર અને રસી શોધતા વૈજ્ઞાનિકો અને સરકારી નેતાઓ માટે પણ છે.
નામદાર પોપ ફ્રાન્સિસનો શ્રધ્ધાળુઓ જોગ લિખિત (એપ્રીલ ૨૫, ૨૦૨૦, સંત માર્કનો તહેવાર) મે મહિનાના પત્રમાંથી બે પ્રાર્થનાઓનો અનુવાદ:
કેતન ક્રિશ્ચિયન
સાઉથ પ્લેનફિલ્ડ, ન્યુ જર્સી, યુ. એસ. એ.
પ્રથમ પ્રાર્થના
ઓ મારીઆ,
તમે અમારી જીવન યાત્રામાં એક તારણ અને આશાની નિશાની તરીકે સતત ચમકતા રહ્યાં છો.
અમે અમારી જાતને અને માંદગીમાં સપડાએલાઓને,
જેઓ ઈસુના વધસ્તંભ નીચે,
ઈસુની પીડામાં એક થયા હતા
અને સતત તમારા વિશ્વાસમાં જ રહ્યા છીએ
તેઓ તમને સોંપાઈએ છીએ.
“રોમન પ્રજાનું રક્ષણ કરનાર”,
તમે અમારી જરૂરિયાતો જાણો છો,
અને અમે જાણીએ છીએ કે તમે તે પૂરી પાડશો,
જેથી, જે રીતે ગાલીલના કાના ગામમાં આનંદ અને ઉજવણીનો સમય આવ્યો હતો,
તે જ રીતે એવો જ સમય અમારે માટે પણ આ મહામુશ્કેલીઓના સમય પછી આવી શકે.
અમને મદદ કરો, ઓ દિવ્ય પ્રેમના માતા,
જેથી અમે પિતાની ઈચ્છામાં સોંપાઈએ
અને તે કરીએ જે ઈસુ અમને કહે.
કારણ કે તેણે અમારી પીડાઓને વહોરી લીધી,
વધસ્તંભ પર અમારાં દુ:ખોનો ભાર સહન કર્યો,
જેથી
અમને સહુને નવજીવનનો આનંદ પ્રાપ્ત થાય.
આમેન.
ઓ પ્રભૂ ઈસુના પવિત્ર માતા,
અમે તમારા રક્ષણ હેઠળ દોડી આવીએ છીએ,
અમારી વિનંતીઓને, અમારી જરૂરીઆતોના આ કાળ દરમ્યાન ધિક્કારશો નહિ,
પરંતુ અમને દરેક જોખમમાંથી છુટકારો આપજો,
હે ગૌરવશાળી અને આશીર્વાદીત કુમારી માતા.
“ઓ પ્રભૂ ઈસુના પવિત્ર માતા,
અમે તમારા રક્ષણ હેઠળ દોડી આવીએ છીએ“
વર્તમાન દુઃખદ પરિસ્થિતિમાં, જ્યારે સમગ્ર વિશ્વ પીડા અને ચિંતાનો શિકાર બનેલ છે, ત્યારે અમે તમારી પાસે, પ્રભુની માતા અને અમારી માતા પાસે આવીએ છીએ અને તમારી સુરક્ષા હેઠળ આશ્રય લઈએ છીએ.
કુમારી મારીઆ, આ કોરોના વાયરસની મહામારી વચ્ચે તમારી દયા ભરેલ આંખો અમારા તરફ ફેરવો. જેઓ ત્રસ્ત છે તેમને, અને ખાસ કરીને તેઓને જેમના સ્વજનોના મૂતદેહને મુત્યુ બાદ જે રીતે દફનાવવામાં આવે છે તેનાથી અતિ વ્યથીત લોકોને સાંત્વના આપો. જેઓના સગાં બીમાર છે, પરંતુ રોગનો ફેલાવો અટકાવવા માટે જેઓ તેમની પાસે જઈ શકતા નથી તેવાઓની નજીક રહેજો. આવનાર ભાવિની અનિશ્ચિતતા, અર્થતંત્ર અને રોજગારનાં વિપરીત પરિણામોથી પરેશાન લોકોને આશાથી ભરી દો.
પ્રભુના અને અમારા માતા, અમારા માટે દયાળુ પિતા, પ્રભુને પ્રાર્થના કરો કે આ દૂ:ખોનો હવે અંત આવે અને આશા અને શાંતિનું નવું પરોઢ ઊગી આવે. તમારા દિવ્ય પુત્રને વિનંતી કરો, જેમ તમે કાનામાં કર્યું હતું, જેથી બીમાર અને પીડિતોના પરિવારોને સાંત્વના મળે અને તેમના હૃદયો વિશ્વાસ અને શ્રધ્ધા માટે ખુલ્લા થાય.
આ કટોકટીના સમયમાં જે ડૉક્ટરો, નર્સો, આરોગ્ય કાર્યકરો અને સ્વયંસેવકો, બીજાઓને બચાવવા માટે પોતાના જીવને જોખમમાં મૂકીને સેવા કરી રહ્યા છે તેઓનું રક્ષણ કરો. તેમના બહાદુરીભર્યા પ્રયત્નોને ટેકો આપો અને તેમને શક્તિ, ઉદારતા અને સતત સ્વાસ્થ્યનું વરદાન આપો.
જેઓ રાત-દિવસ બીમાર લોકોને મદદ કરે છે તેઓની અને જેઓ શુભ-સંદેશ પ્રત્યેની તેમની લગની અને વફાદારીથી દરેકને સાથ-સહકાર અને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેવા ધર્મગુરુઓની સાથે અને પાસે રહેજો.
આશીર્વાદિત કુમારી, વૈજ્ઞાનિક સંશોધનોમાં સંકળાયેલા સ્ત્રી-પુરુષોના મનને અજવાળો જેથી આ વાયરસને દૂર કરવા માટે તેઓ અસરકારક ઉપાયો શોધી શકે.
રાષ્ટ્રીય નેતાઓને ટેકો આપો કે તેઓ બુદ્ધિ, માગણી અને ઉદારતાથી જીવનની મૂળભૂત જરૂરિયાતોની અછત ધરાવતા લોકોની મદદ માટે આવી શકે અને દૂરંદેશી અને એકતાથી પ્રેરાઈને સામાજિક અને આર્થિક ઉકેલો શોધી શકે.
અતિ પવિત્ર મારીઆ, અમારા અંતરાત્માને ઝંઝોળો , જેથી જે વિશાળ નાણાકીય ભંડોળ શસ્ત્રોના વિકાસ અને સંગ્રહ માટે રોકવામાં આવેલ છે તેનો ઉપયોગ ભવિષ્યમાં આવી મહામારીઓ, દુર્ઘટનાઓ ન બને તે અંગે અસરકારક સંશોધનને પ્રોત્સાહન આપવા માટે ખર્ચ કરવામાં આવે.
વહાલા માતા, અમને એ સમજવામાં મદદ કરો કે અમે બધા એક મહાન પરિવારના સભ્ય છીએ અને સમજીએ કે અમે એક બંધુત્વ અને એકતાના બંધનથી એક જૂટ થઈએ છીએ, જેથી આપણે અતિશય ગરીબી અને અછતની પરિસ્થિતિઓને દૂર કરવામાં મદદ કરી શકીએ. અમને શ્રદ્ધામાં દૃઢ કરો, અમે સેવા કરવા માટે સતત તૈયાર રહીએ, અવિરત પ્રાર્થનામાં રહીએ.
મારિઆ, પીડિતોના આશ્રય, તકલીફોમાં સપડાયેલા તમારા બાળકોને તમારા આલિંગનમાં સમાવો અને પ્રાર્થો કે પરમેશ્વર તેમના અતિ શક્તિશાળી હાથોને લંબાવી અમને આ અતિ દૂ:ખદાયક રોગચાળામાંથી બચાવે, જેથી આ જીવન ફરીથી શાંતિપૂર્વક સરળ રીતે ચાલુ થઈ શકે.
તારણ અને આશાના સંકેત રૂપે અમારી જીવન યાત્રામાં ચમકનાર, અમે અમારી જાતને તમારી સંભાળમાં સમર્પિત કરી છીએ, ઓ દયાળુ, ઓ ભાવિક, ઓ મધુર કુમારી મારિઆ. આમીન.