તાજેતરમાં કરમસદ નગરપાલિકાના ૯ વોર્ડની ૨૭ બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. ફેબ્રુઆરી ૧૨ તારીખે મતગણતરી પૂરી થતાં તેના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ભાજપને ૧૯, કોંગ્રેસને ૪ અને અપક્ષોને ૪ બેઠકો મળી. કોંગ્રેસની મળેલી ચાર બેઠકોમાંથી એક વોર્ડ ૩ ના ઉમેદવાર શ્રીમતી વર્ષાબેન વિપુલભાઈ પરમાર ૪૬૭ મત મેળવીને વિજયી થયા છે. વર્ષાબેન મારા કાકા શ્રી. ઈગ્નાસભાઈ બેડાભાઈ પરમારના પુત્ર વિપુલભાઈના પત્ની છે.
વર્ષાબેનને ખૂબ ખૂબ અભિનંદન અને આશા રાખીએ કે તેઓ પોતાના વોર્ડ સહિત પોતાના નગરની પ્રગતિ માટે પ્રમાણિકપણે કામ કરે. વોર્ડ ૩ ના મતદારોનો આભાર જેમણે પોતાના કિંમતી મત વર્ષાબેનને આપી તેમને જીતાવ્યા છે.
નીચેના પિક્ચર માટે મારા બીજા કાકાના પુત્ર પ્રકાશ જોનભાઈ પરમારનો આભાર.
આ સંદર્ભે તા. ૧૭ ફેબ્રુઆરી, રવિવારે આણંદ પેરીશના સીનીયર સીટીઝન હોલમાં બપોરે ૨ થી ૪ દરમ્યાન એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી. માર્ટીન મેકવાન વધુ માહિતી આપશે. આપને બેઠકમાં હાર્દિક આમંત્રણ છે. – ફાધર વિલિયમ (રિશ્તા)