ફેબ્રુઆરીની ૧૫ તારીખે આણંદ મુકામે “ગુર્જર ભૂમિમાં જેસુઈટ બ્રધરો (પ્રથમ હરોળના) પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તકનું સંપાદન ફાધર વિલિયમ પિયુષ મેકવાન એસ. જે. (રિશ્તા) એ કર્યું છે. અગાઉના તેમના બે પુસ્તકોની જેમ જ એમની એટલીજ અભ્યર્થના છે કે, ધર્મસભાના પાયાના ચણતરમાં જેમનું ખરેખર યોગદાન રહેલું છે, તેમને આપણી સમક્ષ લાવવું અને સેવામૂર્તિ બ્રધરોના કામની કદર થાય.
શ્રી. અન્નપુર્ણા મેકવાને ઉપર જણાવેલ પુસ્તકનો પરિચય ખૂબજ સુંદર રીતે કરાવ્યો છે, જે વાંચવા માટે નીચેના એમના પતિ શ્રી. ચંદ્રવદન મેક્વાન સાથેના પિક્ચર પર ક્લિક કરો.
