Category Archives: News & Events

શ્રી. સેમ્યુએલભાઈ વાઘેલાના સંપૂર્ણ સ્વાસ્થ્યની પુન:પ્રાપ્તિ માટે પ્રાર્થના વિનંતી.

179251_1672396962587_5576849_n૧૪મી ફેબ્રુઆરી ૨૦૧૩ વેલેન્ટાઈન્સ ના દિવસે ફાઘર અશોક વાઘેલાના જન્મદાતા માતા-પિતા ની ૫૦ મી લગ્ન જયંતી હતી. તેઓને ખૂબ ખૂબ અભિનંદન. પ્રભુનો આભાર તેમના દીર્ઘ અને સુખી દાંપત્યજીવન માટે અને ગુજરાતી કેથલિક સમાજને બહુ મુખી પ્રતિભાશાળી ફાધર અશોક અર્પવા માટે. ડોક્ટર ના નિદાન પ્રમાણે ફાધર અશોકના પિતાશ્રી. સેમ્યુએલભાઈ વાધેલા ના આંતરડામાં કેન્સરના વીજાણુ મળી આવ્યા છે. જેના માટે એમના પર જૈવિક ઉપાય કરવામાં આવ્યો છે. પણ હજુ વધુ નિદાન અને એના પરિણામ પછી યોગ્ય ઉપચાર કરવાનું ગોઠવાઈ રહ્યું છે. 

 

 

આપણા ગુજરાતના જાણીતા અને સૌના માનીતા ફાધર અશોક વાધેલા જેઓ આપણા બધા માટે હંમેશા પ્રાર્થના કરતા રહ્યા છે. આજે એમને અને એમના પરિવારને આપણા બધાની પ્રાર્થનાનું બળ જરૂરી છે. તો મિત્રો આપ સૌને વિનંતી કે ફાધરના પિતાના સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે અને એમના ઉપચાર માટે ખાસ પ્રાર્થના કરો. આભાર.    

 

માહિતી માટે ફાધર ફ્રેડિનો આભાર.

શ્રીમતી વર્ષાબેન વિપુલભાઈ પરમાર કરમસદ નગરપાલિકાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા.

VarshaElectionweb

 

તાજેતરમાં કરમસદ નગરપાલિકાના ૯ વોર્ડની ૨૭ બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. ફેબ્રુઆરી ૧૨ તારીખે મતગણતરી પૂરી થતાં તેના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ભાજપને ૧૯, કોંગ્રેસને ૪ અને અપક્ષોને ૪ બેઠકો મળી. કોંગ્રેસની મળેલી ચાર બેઠકોમાંથી એક વોર્ડ ૩ ના ઉમેદવાર શ્રીમતી વર્ષાબેન વિપુલભાઈ પરમાર ૪૬૭ મત મેળવીને વિજયી થયા છે. વર્ષાબેન મારા કાકા શ્રી. ઈગ્નાસભાઈ બેડાભાઈ પરમારના પુત્ર વિપુલભાઈના પત્ની છે.

 

વર્ષાબેનને ખૂબ ખૂબ અભિનંદન અને આશા રાખીએ કે તેઓ પોતાના વોર્ડ સહિત પોતાના નગરની પ્રગતિ માટે પ્રમાણિકપણે કામ કરે. વોર્ડ ૩ ના મતદારોનો આભાર જેમણે પોતાના કિંમતી મત વર્ષાબેનને આપી તેમને જીતાવ્યા છે. 

 

નીચેના પિક્ચર માટે મારા બીજા કાકાના પુત્ર પ્રકાશ જોનભાઈ પરમારનો આભાર.  

 

ડો. આંબેડકર જયંતિ નિમિત્તે ‘સમાનતાના સંઘર્ષની શોભાયાત્રા’ નું આયોજન. એપ્રિલની ૧૪ તારીખે.

ડો આંબેડકર જયંતિ નિમિત્તે ‘સમાનતાના સંઘર્ષની શોભાયાત્રા’ નું આયોજન એપ્રિલની ૧૪ તારીખે. 

 

આ કાર્યકમની વધુ વિગત માટે અહીં ક્લિક કરો.           

 

આ સંદર્ભે તા. ૧૭ ફેબ્રુઆરી, રવિવારે આણંદ પેરીશના  સીનીયર સીટીઝન હોલમાં બપોરે ૨ થી ૪ દરમ્યાન એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી. માર્ટીન મેકવાન વધુ માહિતી આપશે. આપને બેઠકમાં હાર્દિક આમંત્રણ છે.   – ફાધર વિલિયમ (રિશ્તા)