Today is My mom’s 9th death anniversary. I pay tribute to her friend Sr. Bernada LDFX who passed away on May 17, 2020.

આજે આપણે પતિત્ર આત્માનું પર્વ ઉજવીએ છીએ. આજે મારી મમ્મી ની નવમી સંવત્સરી છે. તેને યાદ કરવાની સાથે જ તાજેતરમાં મે મહિનાની ૧૭ તારીખે સિસ્ટર બર્નાડા નું દેહાંત થયું એમને પણ યાદ કરી મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
૧,૯૬૯ માં મારા મમ્મી-પપ્પા ની બદલી સુણાવથી ઈસરામા થઈ એટલે સુણાવ છોડવું પડ્યું. અમારા ભણતરને ધ્યાનમાં રાખી ઈસરામા ની નજીક જ આવેલા મરિયમપુરામાં રહેવાનો નિર્ણય લેવાયો. મરિયમપુરામાં અમે દસ વર્ષ રહ્યા. એ દરમ્યાન ઘણા ફાધર અને સિસ્ટારોના સંપર્કમાં આવ્યા. એમાંથી ઘણા સાથે અમારા પરિવારના પારિવારીક સંબંધ બંધાઈ ગયા અને મોટાભાગના સંબંધ આજ પર્યંત યથાવત છે.

મરિયમપુરામાં સંત ફ્રાન્સિસ ઝેવિયરની નાની દીકરીઓની કોન્વેન્ટ છે, જ્યાં આપણા ગુજરાતી પરિવારની દીકરી, બહેન, ફોઈ કે માસી સંન્યસ્તજીવન ગાળી રહ્યા છે. એ સિસ્ટરો દેવળની વ્યવસ્થા જાળવે છે. અને સમાજ સેવા સાથે પ્રાથમિક અને માધ્યમિક શાળામાં શૈક્ષણિક કાર્યમાં વ્યસ્ત રહે છે. જેમાંના સિસ્ટર સ્ટેલ્લા, સિસ્ટર ફિદેલિયા, સિસ્ટર બર્નાડા, સિસ્ટર શિલા (જેઓ મારી મમ્મીના મોસાળ આમોદના હોવાથી પહેલેથી એમની સાથે સંબંધ હતો), સિસ્ટર સલિન વગેરે સાથે અમારા પરિવારનો ઘરોબો હતો.

સિસ્ટર બર્નાડા ના હાથ નીચે મારો નાનો ભાઈ કલ્પેશ ભણેલો. મારી મમ્મી અને સિસ્ટર બર્નાડા બહુ સારા મિત્રો બની ગયા હતા. અમે આણંદ રહેવા ગયા પછી પણ અવારનવાર મળવાનું બનતું. આ સમય દરમ્યાન અમારે અમેરિકા આવવાનું ગોઠવાઈ રહ્યું હતું. મારી ઉંમર લગ્ન લાયક હોવાથી મારા મમ્મી-પપ્પા યોગ્ય પાત્રની શોધમાં હતા. બે-ચાર યુવતી સાથે વાતચીત થઇ પણ વાત આગળ વધી નહીં. એ દરમ્યાન મારી મમ્મીની મુલાકાત સિસ્ટર બર્નાડા સાથે થઈ અને વાતવાતમાં મારા લગ્ન વિષે વાત નીકળી તો એમણે પોતાના મોટા બેન શ્રી. થેરેસ્યાબેન અને પીટરભાઈ ની દીકરી ક્લેરા વિષે વાત કરી. અમે એકબીજાને પસંદ કર્યા અને પરણી પણ ગયા. આમ સિસ્ટર બર્નાડા મારા મમ્મીના મિત્ર ઉપરાંત વેવાણ બની ગયા અને મારા માસીસાસુ!


ગુજરાતની અમારી દરેક મુલાકાત દરમ્યાન અમે અચૂક એમની મુલાકાત લેતા. ફક્ત અમારી છેલ્લી ૨૦૧૯ ની મુલાકાત વખતે સમયની મર્યાદાને હિસાબે ના મળી શક્યા એનો આજે બહુ અફસોસ થાય છે.



સિસ્ટર બર્નાડા સન્યસ્ત જીવન જીવ્યા છે અને પરમપિતા એમના આત્માને પરમ શાંતિ આપશે જ એવા વિશ્વાસ સાથે…… જગદીશ ક્રિશ્ચિયનના પ્રણામ
Sr. Bernada, LDFX passed away on May 17 2020.

Today is Pentecost Sunday. Two weeks ago on Sunday, May 17, 2020 Rev. Sr. Bernrda at the age of 89 went to heaven at 8:30 at the Holy Family Convent, Gomatipur, Ahmedabad.
In 1936 a local congregation of the Little Daughters of St Francis Xavier (LDFX) was founded by a Jesuit Priest, Fr Carlos Suria in collaboration with Sr Xavier. She joined this congregation and her younger sister also walked on the same path. When she passed she was the eldest in the congregation.
She was one the eight children of Mr. Tulsibhai and Lakhiben from Boriavi. Late Mr. Bernad T. Macwan, Late Mr. Maganlal T. Macwan (TC), Late Mrs. Shantaben Joseph Macwan, Mrs. Thersiaben Peterbhai Macwan(my mother-in law), Sr. Bernada LDFX, Mrs. Mariaben David Macwan, Sr. Leonard LDFX and Ms. Elisa T Macwan.
She served as a primary teacher in different parishes of Ahmedabad Diocese like Anand, Nadiad, Mariampura and Gomtipur. Even after retirement she was working with kindergarten children in Gomtiur. All her life she was involved with little children because she loved them and she was also loved by all those children.
May God grant her soul an internal peace and comfort to her family and friends.