Tag Archives: Timothy B. Vaghela

Mr. Timothy B. Vaghela passed away on July 24, 2014.

1Timothi Mama

 

સદ્દ્ગત શ્રી તિમોથી બી. વાઘેલા

 

પેટલાદ તાલુકાના આમોદ ગામના વતની, આમોદમાં માતાપિતા સાથે વસવાટ કરતાં એસ એસ સી પાસ કરીને જામનગર જિલ્લામાં જામનગર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે જોડાયા હતા. તેમનાં ધર્મપત્ની ઈલિઝાબેથ પણ જામનગરમાં શિક્ષિકા તરીકે સાથમાં હતાં. કિશોરવસ્થામાં જ તિમોથીભાઈ ઉદ્દામવાદી વિચારો ધરાવતા હતા અને સમાજમાં એક તરવરિયા યુવાન તરીકે વિશાળ મિત્રવૃંદ ધરાવતા હતા. લાંબાગાળાથી કાઠિયાવાડી બોલીની સહજ લઢણમાં તિમોથીભાઈને સાંભાળવાનું ગમતું.

 

પંદરેક વર્ષ જામનગર જિલ્લામાં પ્રાથમિક શિક્ષક તરીકે કામગીરી કર્યા બાદ જિલ્લા ટ્રાન્સફર મેળવીને ખેડા જિલ્લામાં આવ્યા અને ખંભાત શહેરમાં નિમણુંક મેળવી. ખંભાત શહેરના ૧૫૦ ઉપરાંત પ્રાથમિક શિક્ષકો પૈકી શ્રી તિમોથીભાઈ સૌપ્રથમ ‘બજાજ સ્કૂટર’ વસાવીને તેમનાં પત્ની શ્રીમતી ઈલિઝાબેથને સ્કુટરસવારીથી કન્યાશાળામાં ઉતારીને પોતાની શાળામાં ટુ વ્હીલર લઈને જનાર તેઓનો પ્રભાવ અલગ છાપ ઊભી કરી હતી. સ્કુટર ઉપર ‘ઈલા-રાજ’ પેઈન્ટ કરાવીને તેઓએ આગવી ઓળખ ઊભી કરી હતી. ખેડા જિલ્લામાંથી ગાંધીનગર જિલ્લાફેર કરીને પોતાના દીકરા અશોક સાથે ગાંધીનગરમાં સ્થિર થયા. ગાંધી નગરથી પાંચેક માઈલ દૂરની શાળામાંથી ભવ્ય સન્માન સાથે નિવૃત્ત થયા. સને ૧૯૮૯માં ટુરીસ્ટ વિઝા મેળવીને અમેરિકામાં પાંચ મહિના રહ્યા. ૫૮ વર્ષની વયથી ૮૫ વર્ષનું આયુષ્ય સુખરૂપ અને ગૌરવથી જીવીને તેઓએ ફક્ત એક દિવસની હોસ્પિટલની સેવા લઈને પ્રભુના પ્યારા થયા!

 

એક ઉમદા માનવ, પ્રેમાળ પતિ, વાત્સલ્યસભર પિતા, દાદા અને કાર્યનિષ્ઠ સ્વ. તિમોથીભાઈને સ્નેહસભર શ્રધ્ધાંજલિ!

 

જોસેફભાઈ પરમાર અને પરિવાર.