Tag Archives: Sr. Manju S.M.I.

સંન્યસ્ત જીવનની રજત/સુવર્ણ જયંતિની ઉજવણી – ગાબ્રિયેલ જે. ક્રિશ્ચિયન દ્વારા

 

નામદાર પોપ ફ્રાન્સિસે ઈ.સ. ૨૦૧૫ ને સંન્યસ્ત જીવન વર્ષ તરીકે જાહેર કર્યુ છે. યોગાનુયોગ ગુજરાતભરનાં વિવિધ મંડળોનાં અનેક ફાધર-સિસ્ટર તેમના સંન્યસ્ત જીવનમાં ૨૫, ૫૦ કે ૬૦ વર્ષ પૂર્ણ કરી ઉજવણી કરી રહેલ છે.

 

IMG_20150125_142133

ઈ.સ. ૧૮૯૧ માં મુંબઈ ખાતે પ્રથમ સ્નાન સંસ્કાર લઈ, ગુજરાતમાં પ્રથમ કેથલિક બનનાર અમારા સ્વ. દાદા શ્રી ફ્રાન્સિસનાં પૌત્રી સી. વિમલા ઍફ.સી, પોતાના સંન્યસ્ત જીવનની સુવર્ણ જયંતિ ઉજવી રહેલ છે, જ્યારે તેમનાં પ્રપૌત્રી સી. મંજુ એસ.એમ.આઈ. સંન્યસ્ત જીવનની રજત જયંતિ ઉજવી રહેલ છે.

 

તા. ૨૫-૦૧-૨૦૧૫ ના રોજ દક્ષિણ ગુજરાતના દઢવાડા મુકામે યજાઈ ગયેલ સી. વિમલાની સુવર્ણ જયંતિ તથા સી. આગ્નેશ ઍફ.સી ની રજત જયંતિની એક ઝલક અમો નીચેની તસ્વીરો દ્વારા રજુ કરીએ છીએ. આખી વિધિના મુખ્ય સેલેબ્રન્ટ તરીકે, ઉનાઇ ધર્મવિભાગના સભા પુરોહિત, રેવ. ફા. રૉબર્ટ પરમાર જેઓ પણ સ્વ. ફ્રાન્સિસના પૌત્ર છે, તેમણે પોતાનાં મોટા બહેન સી. વિમલાને છેલ્લાં વ્રતની યાદ કરવી હતી. પરમપૂજામાં અનેક ફાધર-સીસ્ટર, સ્વજનો તથા મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ-બહેનોએ ભક્તિપૂર્વક ભાગ લીધો હતો. ત્યારબાદ આદિવાસી ભવ્યસાંસ્ક્રુતીક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. અંતે સીસ્ટરો દ્વારા સૌને બપોરનુ ભોજન પીરસવામાં આવ્યું હતું.

[wppa type=”slideonly” album=”33″ align=”center”]Any comment[/wppa]

 

Sent by Mr. Gabriel J. Christian through Praful Parmar.