Tag Archives: Sihol

આઝાદ ભારતમાં ગાંધીજીનો ચરખો જ્યાં રાજકારણીઓ માટે સત્તા મેળવવાનું સાધન છે ત્યાં એ જ ચરખો કેટલાય લોકોની આજીવિકાનું સાધન છે.

એકવીસ મી સદી અને આજના ઇન્ટર નેટ ના જમાનામાં દુનિયા નાની શી થઈ ગઈ છે એવું કહેવાય છે. સાંદીપનિ આશ્રમ માં ઘણા લોકો માટે પ્રવેશ-નિષેધ હતો. પણ આજે ભારતમાં અને વિશ્વ ભર ની અત્યાધુનિક મહાવિદ્યાલયોમાં લાયકાત ધરાવતા કોઈ પણ અભ્યાસી પ્રવેશ મેળવી શકે છે. છેલ્લા ઘણા વરસોથી ભારતના અભ્યાસી ઓ અમેરિકા, લંડન, ઑસ્ટ્રેલિયા વગેરે દેશોમાં સારી એવી સંખ્યામાં વધુ અભ્યાસ અર્થે જાય છે. અને શિક્ષણ પ્રાપ્તિ પછી જે તે દેશમાં જ સ્થાયી થવાની કોશિશ કરી ત્યાં જ ગોઠવાઈ જતા હોય છે.

 

 

એક સમય હતો જ્યારે અમદાવાદને માનચેસ્ટર નું બિરુદ મળેલું કારણ અમદાવાદમાં કોટનની ઘણી બધી મીલ હતી. માનચેસ્ટર માં તો આજે પણ ઘણી બધી મીલ કાર્યરત છે પણ અમદાવાદમાં ગણી ગાંઠી હશે બે-ચાર. સૂરત અને મુંબઈ માં પણ એવી જ દશા છે. આજે મોટા મોટા મોલમાં જાત જાતની અને ભાત ભાતની બ્રાન્ડ ના કપડાં, પગરખાં, ઘર સજાવટનો સામાન વગેરે વેચાય છે. અને લોકો હોંશે હોંશે ખરીદે છે અને આધુનિકતાનો અનેરો આનંદ અનુભવે છે.

 

 

આધુનિકતા ને આંબવા માટે આપણે ગામડાં છોડી શહેર તરફ પ્રયાણ કર્યા, શહેરથી મહાનગર અને મહાનગરથી પરદેશ પણ પહોંચી ગયા. માટી અને લીંપણ ના ઘર છોડી મોટા અને આલીશાન મકાન માં રહેવા લાગ્યા. સરકારી બસ અને ટ્રેન માં પ્રવાસ કરતા કે સાઇકલ અને સ્કૂટર વસાવતા, એ બધું પાછળ મૂકીને કાર ફેરવતા અને હવાઈ મુસાફરી કરતા થયા.

 

 

આપણામાં થી કેટલાક વળીને પાછા એ ગામમાં ગયા અને એને પણ આધુનિક અને સમૃધ્ધ બનાવવાનો પ્રયત્ન કર્યો અને કરે પણ છે. છતાં આપણા ગુજરાતમાં આજે પણ કેટલાય ગામડાં છે જે જ્યાં આધુનિકતા નું અજવાળું પહોંચ્યું નથી. આજે પણ એ જ માટી અને લીંપણ ના ઘર છે. આજે પણ એમની સવાર એક હાથમાં બાવળનું દાતણ અને બીજા હાથમાં કળશિયા થી થાય છે. આઝાદ ભારતમાં ગાંધીજીનો ચરખો (રેંટિયો) જ્યાં રાજકારણી ઓ માટે સત્તા મેળવવાનું સાધન છે ત્યાં એ જ ચરખો કેટલાય લોકોની આજીવિકાનું સાધન છે. શાળ પર કપડું વણીને જીવનનિર્વાહ ચલાવે છે.

 

 

આધુનિકતા, સગવડતા અને સમૃધ્ધિ નું અજવાળું જ્ઞાન અને મહેનત વગર શક્ય નથી. ખ્રિસ્તી મિશનરીઓએ ગુજરાતના ગામડાંના ગરીબોને જીવનનું એ મહામૂલું ભાથું શિક્ષણ મેળવવાની સરસ તક અને સગવડ કરી આપી. ગુજરાત ના કેટલાય ગામોમાં પ્રાથમિક શાળા શરૂ કરી. પછી ધીરે ધીરે હાઈસ્કૂલ અને કૉલેજ પણ શરૂ કરી. ગુજરાતની બધી પ્રજા સાથે ગુજરાતના ખ્રિસ્તી ઓ પણ એ શાળામાંથી જ્ઞાન મેળવી સમૃધ્ધિ તરફ આગળ ધપતા ગયા. ખિસ્તી મિશનરીઓના આર્થિક સહકાર, શૈક્ષણિક જ્ઞાન અને ધાર્મિક વિચારોની ઊપજ લઈને એ જ ગામડામાં થી ખ્રિસ્તી લોકો શહેરમાં વસ્યા અને સમૃધ્ધ થયા. નવી પેઢીને આ વાત ની જાણ નથી કે જાણીને અજાણ છે. આજે પણ ઘણા ખ્રિસ્તી કુટુંબો ગામડામાં જીવે છે જેમની આર્થિક પરિસ્થિતિ કમજોર હોવાના કારણે ના એ જાતે ભણી શક્યા કે ન પોતાનાં બાળકોને પૂરતું ભણાવી શક્યા.   

 

 

આ વેબસાઈટના ગુજરાત ખાતેના સંવાદદાતા અને મારા પરમ મિત્ર શ્રી. કનુભાઈએ તાજેતર માં આવા એક ગામની મુલાકત લીધી હતી. અને એ ગામ છે આણંદ જીલ્લામાં આવેલ પેટલાદ તાલુકા નું સિંહોલ ગામ. મને યાદ છે જ્યારે હું મરિયમપુરા હાઈસ્કૂલ માં ભણતો હતો ત્યારે સિંહોલ, ભવાનિપુરા, અરડી,વટાવ, ફાંગણી વગેરે ગામમાંથી અભ્યાસી ઓ ચાલતા મરિયમપુરા સ્કૂલમાં આવતા હતા. 

 

 

શ્રી. કનુભાઈએ પોતાની મુલાકાત દરમ્યાન લીધેલા થોડા પિક્ચર નીચે જોઈ શકો છો.

 

[wppa type=”slide” album=”26″ align=”center”]Any comment[/wppa]