Skip to content
૧૪મી ફેબ્રુઆરી ૨૦૧૩ વેલેન્ટાઈન્સ ના દિવસે ફાઘર અશોક વાઘેલાના જન્મદાતા માતા-પિતા ની ૫૦ મી લગ્ન જયંતી હતી. તેઓને ખૂબ ખૂબ અભિનંદન. પ્રભુનો આભાર તેમના દીર્ઘ અને સુખી દાંપત્યજીવન માટે અને ગુજરાતી કેથલિક સમાજને બહુ મુખી પ્રતિભાશાળી ફાધર અશોક અર્પવા માટે. ડોક્ટર ના નિદાન પ્રમાણે ફાધર અશોકના પિતાશ્રી. સેમ્યુએલભાઈ વાધેલા ના આંતરડામાં કેન્સરના વીજાણુ મળી આવ્યા છે. જેના માટે એમના પર જૈવિક ઉપાય કરવામાં આવ્યો છે. પણ હજુ વધુ નિદાન અને એના પરિણામ પછી યોગ્ય ઉપચાર કરવાનું ગોઠવાઈ રહ્યું છે.
આપણા ગુજરાતના જાણીતા અને સૌના માનીતા ફાધર અશોક વાધેલા જેઓ આપણા બધા માટે હંમેશા પ્રાર્થના કરતા રહ્યા છે. આજે એમને અને એમના પરિવારને આપણા બધાની પ્રાર્થનાનું બળ જરૂરી છે. તો મિત્રો આપ સૌને વિનંતી કે ફાધરના પિતાના સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે અને એમના ઉપચાર માટે ખાસ પ્રાર્થના કરો. આભાર.
માહિતી માટે ફાધર ફ્રેડિનો આભાર.