Tag Archives: Pusha Christie

શ્રી. પુષ્પાબેન ક્રિસ્ટીએ બહાર પાડેલી દિવ્ય દયાની સંગીતમય ભક્તિ સીડી

 
નડિયાદ પાસે આવેલા સલુણ ગામમાં દિવ્ય દયાનું દેવળ બાંધવામાં આવ્યું છે જેનાથી બધા વાકેફ હશે જ. જ્યાં દર મહિનાના પ્રથમ શુક્રવારે, બપોરે ૨ વાગે મિસ અને પછી ૩ વાગ્યે દિવ્ય દયાની ભક્તિ થાય છે. ઘણા  લોકો શ્રધ્ધા સાથે પોતાની માંગણીઓ લઈને ત્યાં જાય છે અને માંગણી પૂરી થયાનો સંતોષ મેળવે છે.  જેના કારણે દિવસે દિવસે  તેનો મહિમા વધતો જાય છે. બપોરે ૩ વાગ્યે ચર્ચમાં જે ભક્તિ બોલીને  થાય છે તે જ ભક્તિ શ્રી. પુષ્પાબેન ક્રિસ્ટી રોજ એમની રીતે એમના બનાવેલ રાગમાં ગાઈને કરતા હતા.  એક દિવસ એમને ગાતા ગાતા વિચાર આવ્યોકે આ ભક્તિને જે તેઓ એકલા જ ગાય છે તેજ રીતે બધાજ ભક્તજનો પણ ગાય અને ફક્ત મહિનાના એકજ દિવસને બદલે દરારોજ પોતાના ઘરે પણ ગાઈ શકે તો કેવું સારું. જેનાથી પ્રભુનો મહિમા પણ વધતો જાય અને પ્રભુની કૃપા અને શાંતિ દરેક કુટુંબ ને મળે. તથા જે લોકો કોઈપણ કારણસર દિવ્ય દયાના દેવળમાં ના જઈ શકે તો તેઓ ઘરે રહીને પણ સંગીતમય સીડી સાંભળીને ઈશ્વરની ભક્તિ કરી શકે. બે વરસથી આ વિચાર એમના દિમાગમાં સળવળ્યા કરતો હતો. સંજોગવશાત એમની દીકરીના લગ્નમાં શ્રી. અજયભાઈ નો  ભેટો થયો જેઓ સારા સંગીતકાર છે. તો શ્રી. પુષ્પાબેને તેમને  દિવ્ય દયાની ભક્તિની સીડી  બહાર પાડવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી. તો શ્રી. અજયભાઈ રાજી થઈ ગયા અને એક દિવસ તેઓ મળ્યા તો શ્રી. પુષ્પાબેને પોતાનો રાગ સંભળાવ્યો જે તેમને ગમ્યો પણ એમની રીતે થોડો સુધારો કરીને  સ્ટૂડીઓ માં જઈને ગાયક કલાકારો ને બોલાવીને સરસ સંગીતમય  દયાની ભક્તિની ગુલાબમાળાની સીડી મે મહિનાની૬ તારીખે તૈયાર કરી દીધી. કેટલાક અવરોધોની વચ્ચે તૈયાર થએલી આ સીડીનું વિમોચન જૂનની ૬ તારીખે બપોરે ૩ વાગે સલુણ દિવ્ય દયાના દેવળમાં ફાધર ફ્રાન્સીસના હસ્તે થયું અને નડિયાદમાં ગ્લોરી ઓફ ગુજરાતના સિસ્ટર મારિયા માયાના હસ્તકે જુલાઈની ૮ તારીખે થયું. હવે આ સીડી ભક્તજનો માટે ઉપલ્બ્ધ છે. જેની કિંમત ફક્ત રૂ. ૫૦ છે પણ વધુ રકમ ચૂકવીને તેમના નેક કામમાં મદદરૂપ થઈ શકો છો.
સીડી મેળવવા માટે શ્રી. પુષ્પાબેનનો સંપર્ક કરી શકો છો.
“AVE MARIA” જે/૮૬
નવદીપ નગર, પવન ચકકી રોડ,
નડિયાદ – ૨
મો.: ૯૭૧૨૮૭૦૩૯૭
 
 
શ્રી. પુષ્પાબેન ક્રિસ્ટી જણાવે છે કે આ સીડીની ઉપજમાંથી સીડી બનાવાવાનો ખર્ચ બાદ કરીને બાકીની બધી જ રકમ જરૂરિયાત મંદ અને હોંશિયાર બાળકોના આગળ અભ્યાસ માટે  ઉપયોગમાં લેવામાં આવશે. સમાજમાં ઘણા ખુબ હોશિયાર બાળકો છે પણ આર્થીક મજબુરીને લીધે આગળ જઈ શકતા નથી તેવા તેજસ્વી બાળકોના ભણતર માટે આ નાણાંનો ઊપયોગ થશે.
 
થોડા સમય પછી આ સીડી અહીં ન્યુ જર્સી ખાતે પણ ઉપલ્બ્ધ હશે. જાણ માટે અહીં મુલાકાત લેતા રહેશો.