ઓગષ્ટની ૧૨ તારીખે ઈઝલિન અને એડિસન ન્યુ જર્સી ખાતે છેલ્લા બે વરસથી પોતાના દેશ પ્રત્યેની લાગણી એટલી ઊભારાઈ આવી છે કે એક જ જગ્યાએથી ભારતના સ્વાતંત્ય દિવસની બે પરેડ નિકળે છે. જ્યારે ભારતને સ્વતંત્રા મળી ત્યારે મૂળ ગુજરાતના ભારતીય લોખંડી પુરુષ શ્રી. સરદાર વલ્લભભાઈ પટેલે ભારતભરના જુદાં જુદાં રાજ્યો (પરગણાં) ને એકત્ર કરવાની જવબદારી ખૂબજ કુનેહપૂર્વક નિભાવી હતી અને એક ભારતવર્ષની બુનિયાદ સ્થાપી હતી. એ જ ગુજરાતના અહીં આવી વસેલા અને નાના-મોટા વેપાર કરતા ગુજરાતીઓના પરાક્રમ તો અદાલત સુધી પહોંચ્યા લોકશાહી દેશના નિયમ પ્રમાણે બંન્ને પક્ષને છૂટ મળી અને સમાધાન માટે ચર્ચા-વિવાદ કરીને કોઈ સમાધાન ના સાધી શક્યા. આશા રાખીએ કે આવતા વર્ષે બધા ભેગા મળી એક જ પરેડનું આયોજન કરે. વંદે માતરમ.
આ બેમાંની એક પરેડમાં મારા પપ્પા સમાજ-સેવક અને સિનિયર સિટીઝનના લાભ માટેના પરામર્શક શ્રી. જોસેફભાઈ પરમાર.
છેલ્લા ૩૨ વરસથી ન્યુ યોર્ક શહેરના મેડિસન એવેન્યુ પર ભારતના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી માટે પરેડનું આયોજન કરવામાં આવે છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોશિયેશનના નેજા હેઠળ એનું આયોજન થાય છે. છેલ્લા થોડા વરસોથી ગુજરાત ક્રિશ્ચિયન ફેડરેશન ઓફ અમેરિકા આ પરેડમાં હિસ્સો લે છે. સંસ્થાના ચેરમેન શ્રી. લિનસ ટેલર પ્રમુખ રેવ. અનિલ પટેલ સ્વ.લમુએલ મર્ચન્ટ શ્રી. તુલસી માયલ શ્રી. સ્ટિવન બોરસદા અને સાથી મિત્રો આ પરેડમાં હિસ્સો લેતા રહ્યા છે.
નેશનલ એસોસિએશન ઓફ એશિયન ઈન્ડિયન ક્રિશ્ચિયન પણ આ પરેડમાં પોતાના ફ્લોટ સાથે હિસ્સો લે છે. રેવ. નિહેમિયા શ્રી. હેમાબેન પરમાર શ્રે કેતન ક્રિશ્ચિયન અને સાથી મિત્રો એમાં ભાગ લે છે.
શિકાગોમાં નિકળતી ઈન્ડિયા ડે પરેડમાં છેલ્લા થોડા વરસોથી ઈન્ડિયન ક્રિશ્ચિયન ફેડરેશન ઓફ ધ મિડવેસ્ટ ના સભ્યો પોતાના ફ્લોટ સાથે હિસ્સો લે છે. રેવ. જોન રાઠોડ શ્રી. બાબુભાઈ વર્મા શ્રી. નૂતન ચૌહાણ સેમ ચૌહાણ અને સભ્યો આ વરસની પરેડમાં પણ હાજર હતા.