Tag Archives: સાક્ષરજન તો…

૧૫૦ વાર્તાઓ સંગ્રહ થવાની રાહ જુએ છે. વાર્તાકાર રમણ નડિયાદી.

JansattaRamanNadiadiRamanNadiadi

સાક્ષરજન તો…  શ્રી. રાધેશ્યામ શર્મા – જનસત્તા – મે ૨૫, ૨૦૧૪.

 

૧૫૦ વાર્તાઓ સંગ્રહ થવાની રાહ જુએ છે. વાર્તાકાર રમણ નડિયાદી.

 

રમણ નડિયાદી (રમણભાઈ શિવાભાઈ પરમાર) એસ.વાય.બી.એ., વાર્તાકાર, ગઝલકાર, કવિ, સંપાદક, નિવૃત બેન્ક કર્મચારી.
પ્રકાશન: ૧૫૦ વાર્તાકૃતિઓ – ‘દૂત’, ‘સ્ત્રી’, ‘ચાંદની’, ‘આરામ’, ‘સવિતા’, ‘મુંબઈ સમાચાર’, ‘હયાતી’, ‘દલિત ચેતના’ જેવાં જાણીતા સામયિકોમાં પ્રસિદ્ધિ પામી છે. ગ્રન્થ સ્વરૂપે થશે.
કૃતિ મૂલ્યાંકન : મોહન પટેલ, જોસેફ મેકવાન, પુરુરાજ જોષી, સુરેન્દ્ર આસ્થાવાદી, નરેન્દ્રકુમાર પરમાર જેવા સાક્ષરોની કલમે પરખાયું ને પોંખાયું છે.
પારિતોષિક-પુરસ્કાર : ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન આયોજિત સ્વ. સરસ્વતીબેન વિઠ્ઠ્લરાય શ્રીમાળી દલિત-વાર્તાસ્પર્ધામાં સર્વ પ્રથમ પસંદગી પામનાર ‘ધારો’ વાર્તાને રૂ।. ૩૦૦૦/- (ત્રણ હજાર) નું ઈનામ મળ્યું છે.
નિર્ણાયક હતા : સુપ્રતિષ્ઠિત વાર્તાસર્જક શ્રી. માય ડિયર જયુ, શ્રી. મનોજ પરમાર જે ‘દલિત ચેતના’ના સામ્પાદક છે – એ સામયિકના માધ્યમથી આ લખનારે શ્રી. રમણ નડિયાદીને ફોર્મ સાથે અભિનંદન પાઠવ્યા.
આ જ રાહે વાર્તાકારને ‘દૂત’ માસિકની વાર્તાસ્પર્ધામાં પારિતોષિક પ્રાપ્ત થયું છે.

 

પ્રશ્ન : લેખનના આરંભે કર્તા-કૃતિઓના પ્રભાવ કોનો કોનો?
ઉત્તર : ક. મા. મુનશીકૃત ‘પાટણની પ્રભુતા’, પન્નાલાલ પટેલ કૃત ‘મળેલા જીવ’ જોસેફ મેકવાન કૃત ‘વ્યથાનાંવીતક’.

 

જોસેફ મેકવાનને આ ઉછરતા લેખક મળવા ગયા ત્યારે અનેકવિધ કામોમાં વ્યસ્ત છતાં બધું કોરાણે ઠેલી વા-ર-તા વાંચવા બેસી ગયા અને પછી બોલ્યા : ‘રમણ! તેંય મારી જેમ ઘણું નૈયણે કર્યું છે. દોસ્ત! તને મારી એ સલાહ છે, તું કદી ફિસું સખતો-લખતો નહીં. શબ્દ વડે સત્યની ધાર કાઢતો રહેજે. તું જરૂર ફત્તેહ થઈશ. – તારા વર્તાસંગ્રહની પ્રસ્તાવના હું જ લખીશ.’

 

પણ આ વરદાન-વચન પૂરું થાય એ પૂર્વે જોસેફ જિસસના પ્રશસ્ત પંથે હાલી નીકળ્યા! દર્શાનાતુર રમણ મેકવાન પાર્થિવ દેહના દર્શને પહોંચ્યા ત્યારે જોસેફભાઈએ, ફરમાયેશથી ગાયેલા ગીતની પંક્તિ મનમાં રણઝણી ધમધણી ઊઠી : ‘મોંઘેરા થઈને મારા મનમાં વસો…’

 

‘સોનેરી માછલીનો સળવળાટ’ ગુ.આ. અકાદમીના એવોર્ડ સમારંભમાં વર્તાસર્જક શ્રી. પુરુરાજ જોષીને પહેલી વાર દીઠા. પછી સર્જક વિવેચક શ્રી. મણિલાલ હ. પટેલના કાવ્યપઠન પ્રસંગે રૂ-બ-રૂ થવાનું બન્યું. થોડા વખત ‘પારણું’વા-ર-તા જ સરળ સ્વભાવના જોષીજીને બતાવી, તેવે પુરુજી બોલિય, ‘મને તો લાગે છે કે અમારી જ લાગણીનો પડઘો આ વાર્તામાં તેં પાડ્યો છે. રમણભાઈ આગળ વધો. સફળતા તમારી રાહ જુએ છે.

 

સલાહ પણ મજાની આપેલી આ ઉપમા સાથે, ‘સુથાર લાકડા પર રંધો મારતો રહે છે તેથી લાકડું વધુ લીસુ બને છે તેવું લેખકનું કર્મ છે.

 

પરંતુ સાચું લેખનકર્મ તો સિત્યોતેરની મોટી વયે ટટ્ટાર બેસી કરતા મુરબ્બી ડૉ. સુરેન્દ્રભાઈ આસ્થાવાદીને નીરખી ગાંધીજી ચિત્તમાં ઝબૂકી ગયા!

 

‘અસ્મિતા અભિવર્ધક સાહિત્ય અભિયાન’ના કર્મશીલ આ સ્થાપકને મળવા ગયા તો વાર્તાલાપના અંતે સેવા સોંપી બોલ્યા, ‘નવોદિતો માટેની વાર્તાસ્પર્ધાના નિર્ણાયક બની અમને સહયોગ આપવાનો છે.

 

ચહેરાની રોનક કરતાં આકર્ષક વાકપટુતા ધરાવતા, પોસ્ટની પાણી પાતળી નોકરીમાં ગુજારો કરતા શ્રી. ઈસુભાઈ દભાણિયાનું જીવનચાયન રૂ-બ-રૂ થઈ જુઓ તો લાગે કે રંક જીવન વેઠતા આ અમીર દિલી જીવ નવોદિત ચાહક લેખકોના ધાડાંને પણ પડ્યા પાથર્યા રહેવાની સુવિધા આપે છે. પરિણામે, સાંપ્રદાયિક હોવાની ઈસુભાઈને ઈમેજ ભુંસાઈ ગઈ અને પારદર્શકતાના પરિવેશમાં રમણભાઈની વાર્તાઓને નાણીનાણી પ્રોત્સાહનથી નવપલ્લવિત કરી.

 

નડિયાદી રમણ શોખથી વાંસળી પણ વગાડી જાણે છે. તેમને, તેમની પોતાની વાર્તાઓ કઈ ગમે છે? એમ પૂછાય તો ઉત્તર મળશે : ‘ધારો’ અને ‘ઢાળ’. આ સાક્ષર ‘ઢાળ’ ચઢીને આવે અને ‘નિજાનંદ’ ખાતર પણ ‘સમાજોત્થાન’ સાથે વાર્તા-કાવ્યક્ષેત્રે પ્ર-ગતિ સાધે એવી અપેક્ષા તેમણે જરૂર ઊભિ કરી છે. તે મંથન-શીલ છે કેમ કે રમણભાઈએ ‘મંથન’ પત્રિકાનું સમ્પાદન પણ કર્યું છે.

 

સંપર્કસૂત્ર : ૩૩, ‘કંકુશિ’ જગપ્રકાશ સોસાયટી, વૈશાલી સિનેમા રોડ, નડિયાદ – ૩૮૯૦૦૨. મો. ૯૪૨૬૮૬૨૦૮૦

 

ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન આયોજિત સ્વ. સરસ્વતીબેન વિઠ્ઠ્લરાય શ્રીમાળી દલિત-વાર્તાસ્પર્ધામાં સર્વ પ્રથમ પસંદગી પામનાર ‘ધારો’ વાર્તા વાંચવા માટે અહીં ક્લિક કરો.