Skip to content
સુંદરણા ગામના શ્રી. ઈગ્નાસભાઈના પત્ની રોસાલ્યાબેન (મારા ભાઈ કેતનના પત્ની ઈલાના ફોઈ) ૭૬ વરસની ઉમરે ફેબ્રુઆરીની ૬ તારીખે ટૂંકી બિમારી બાદ પ્રભુમાં પોઢી ગયા. તેઓ પોતાની પાછળ પોતાના પતિ ઉપરાંત ત્રણ દીકરા દિલીપ, પ્રકાશ, રાજુ અને ત્રણ દીકરીઓ સુશિલા, નીરુ, ઉષા સાથેના વિશાળ પરિવારને વિષાદમાં છોડી ગયા છે. સોમવાર ફેબ્રુઆરી ૧૧ ના દિવસે એમના નિવાસસ્થાને પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રભુ એમના આત્માને શાંતિ બક્ષે અને એમના પરિવારજનોને સાંત્વન બક્ષે.