Skip to content

એન.ડી.ડી.બી. માં ડો. આંબેડકર જયંતિ નિમિત્તે ફાધર વિલિયમનું સંબોધન – એપ્રિલ ૧૪, ૨૦૧૨.
૧૪ એપ્રિલ ડો. આંબેડકર જયંતિ નિમિત્તે ફાધર વિલિયમને આણંદ ખાતે આવેલ જાણીતી સંસ્થા એન.ડી.ડી.બી. માં ડો. આંબેડકર અને તેમનું મિશન વિષયે સંસ્થાના કર્મચારીગણને સંબોધન કરવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. પ્રવચનમાં શ્રોતાગણ પચાસેક જેટલા વિવિધ રાજ્યોમાંથી આવીને પોતાની સેવા આપતા શિક્ષિત કર્મચારીઓ હાજર રહ્યા હતા. પ્રવચન બાદ ફાધરના હસ્તે અહીંની સુપ્રસિદ્ધ આનંદાલય હાઈસ્કૂલના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રકારના પ્રસંગોએ ફાધર પુન: પધારી શ્રોતાગણને સંબોધે એવી સહુએ ઈચ્છા વ્યક્ત કરી હતી. પ્રવચન બાદ ફાધરને આનંદાલય શાળાની મુલાકાત કરાવી હતી.