‘Education is the foundation of development and the gift of education is the best gift.’ Salute and congratulations to Mr. Rajesh Chauhan.

‘Education is the foundation of development and the gift of education is the best gift.’ Salute and congratulations to Mr. Rajesh Chauhan.

Late President of India Mr. Abdul Kalam said – “Teaching is a very noble profession that shapes the character, caliber, and future of an individual.” Unfortunately teaching is no longer considered a mission and has steadily become commercialized. But we still have kind hearted people around the world. Mr. Rajesh Chauhan, the Chairman of Knowledge group, Anand is one of them. He has announced on his birthday May 13, 2021 that he will provide free educations for those kids who lost their parents due to Covid-19 pandemic. Not only free education but free boarding and free books to them too.  His kindness and willingness will produce a good future of not only for those families who will get the help, but the nation will profit from it too. We salute you Rajeshbhai and your entire team for this extra-ordinary gesture.

આજે સમગ્ર દેશ કોરોનાની અતિવિકટ મહામારીની ગંભીર અસરો ભોગવી રહ્યો છે. આપણા પરિવારજનો, મિત્રો, સ્વજનો પૈકી ઘણાબધાં આ મહામારીનો ભોગ બન્યા છે. કેટલાક હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે, તો કેટલાક ઘરે જ મક્કમ મનોબળથી આ મહામારીનો સામનો કરી રહ્યા છે. આપણા રાજ્યમાં ઘણા કુટુંબોના માળા આ મહામારીએ વીંખી નાખ્યા છે. અતિ દારુણ પરિસ્થિતિ તો ત્યારે ઉદ્દભવી છે કે જ્યારે એક જ પરિવારના માતા-પિતા બંને એ આ મહામારીમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. આવા પરિવારના સગીર બાળકો અત્યારે નિરાધાર બન્યા છે અને તેઓનું ભવિષ્ય અંધકારમય ભાસી રહ્યું છે.

 નોલેજ ગ્રુપ, આણંદ સમગ્ર ગુજરાત રાજયના આવા તમામ બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે એક ઉમદા પહેલ કરવા જઇ રહ્યું છે.

આજે નોલેજ ગ્રુપ, આણંદના ચેરમેન રાજેશ ચૌહાણ કે જેઓ સતત માનવીય અભિગમથી સેવાકીય પ્રવૃત્તિમાં સતત પ્રવૃત્ત રહે છે, તે જાહેરાત કરે છે કે ગુજરાત રાજ્યના એવા તમામ સગીર વયના બાળકો જેઓના માતા-પિતા કોરાનાના કારણે મૃત્યુ પામ્યા હોય, તેઓને નોલેજ ગ્રુપ, આણંદ સંચાલિત તમામ સંસ્થાઓમાં તેઓ જ્યા સુધી અભ્યાસ કરવા માગે ત્યા સુધી કોઇપણ પ્રકારની ફી લીધા વિના શિક્ષણ આપવામાં આવશે. એટલું જ નહીં આવા બાળકોના  સ્વજનો ઇચ્છે તો તેઓને નોલેજ ગ્રુપ, આણંદની હોસ્ટેલમાં રહેવા જમવાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે તથા તેઓને તમામ શૈક્ષણિક સામગ્રી સંસ્થા દ્વારા જ પૂરી પાડવામાં આવશે. આવા તમામ બાળકોની તમામ જરૂરિયાતો નો સમસ્ત ખર્ચ નોલેજ ગ્રુપ ના ચેરમેન રાજેશ ચૌહાણ દ્વારા ઉઠાવવામાં આવશે. આ બાળકો સમાજ માં પગભર ત્યાં સુધી તેઓને હૂંફ અને માર્ગદશન પૂરું પાડવામાં આવશે નોલેજ ગ્રુપ, આણંદની નર્સરી થી ધો. 12 સાયન્સ /કોમર્સ અંગ્રેજી /ગુજરાતી માધ્યમની શાળા આણંદ અને ખંભાત ખાતે કાર્યરત છે.

આજે 13 મે ના રોજ નોલેજ ગ્રુપ, આણંદના ચેરમેન રાજેશ ચૌહાણનો જન્મદિવસ છે ત્યારે તેઓએ પોતાના જન્મદિવસે લીધેલો ઉપરોક્ત ઉત્તમ સંકલ્પ ઘણા નિરાધાર થઈ ગયેલ બાળકો ના જીવન માં ઉજાશ પ્રેરશે. ક્યારેય જન્મદિવસને ઉજવણીનો પ્રસંગ ન માનનાર રાજેશભાઇ (રાજુસર) સતત પોતાના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીઓના પરિવારજનો, નોલેજ પરિવારના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ અને તેઓના પરિવારના તમામ સદસ્યોને પોતાના જ માને છે અને કોઇપણ મુશ્કેલીમાં સતત તેઓની પડખે રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનાથી નોલેજ કેમ્પસ, આણંદની હોસ્ટેલમાં તેઓએ કોવિડ આઇસોલેશન સેન્ટર પણ ઊભુ કરેલ છે. જેમાં હાલમાં 20 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે અને 35 કરતાં વધુ દર્દીઓ કોરોનાને હરાવી સસ્મિત પોતાના ઘરે પહોંચ્યા છે.

આજે રાજેશભાઇના જન્મદિવસે અમો સમગ્ર નોલેજ પરિવારના તમામ સદસ્યો તેઓને જન્મદિવસની શુભેચ્છા પાઠવીએ છીએ, અને તેઓના નિરોગી, સ્વસ્થ, દિર્ઘાયુ જીવન માટે પ્રાર્થના કરીએ છીએ. રાજેશભાઇ તેઓના વ્યવસાયમાં ઉત્તરોત્તર સતત પ્રગતિ કરે અને તેઓની પ્રગતિ થકી સમસ્ત માનવસમાજને  લાભાંન્વિત કરતા રહે તેવી અભ્યર્થના.

“બળબળતો તાપ છોડીને છાંયડે કેમ જાઉં?
મારા પડછાયામાં પતંગિયું સુતુ છે”

રાજુસરને અર્પણ…

નોંધ – આપના ધ્યાનમાં આવા બાળકો હોય અને જો તેઓને ઉપરોક્ત વ્યવસ્થાનો લાભ લેવો હોય તો નીચેના મોબાઇલ નંબર પર સંપર્ક કરવો.

કમલેશ રોહિત – ડીરેક્ટર, નોલેજ ગ્રુપ, આણંદ
9558823415

રીપન સોની – ડીરેક્ટર, નોલેજ ગ્રુપ, આણંદ
9879217023

From : Knowledge Campus, Anand Facebook Page.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.