All posts by admin

“Vadhamani” non-stop Gujarati Christian Garba by Mr. Justin Parmar.

Vadhamani – Christian Gujarati non-stop Garba

Music: Justin parmar

Lyrics: Christopher Rathod & Traditional song from Christian community.

Recorded at: Virtual Recording studio, Sanjaya.

Vadhamni The new Christian Gujarati non stop Ektali garba album.

By: Flying Tunes The Group of music Music : Justin Parmar

Lyrics : Christopher Rathod, Dahod and Traditional songs from Christian community.

Rhythm arrange by: Jayesh Darji and Arpit Gershom

Recorded At : Virtual Recording studio Sanjaya.

Singers: Manoj Dave, Induben patel, Tina Pandya and Justin Parmar.

2019-2020 Garba Festival organized by Gamdi-Anand yuvak Mandal.

અખૂટ પ્રેમ, અપાર આનંદ અને ભાઈચારાનું પર્વ એટલે નાતાલ. પ્રેમ, આનંદ અને ભાઈચારાનાં પર્વ એવા નાતાલ તેમજ નવા વર્ષની ઉજવણીને આળે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે ઠેરઠેર નાતાલ ઈસુ વધામણાંની તાડમાડ તૈયારીઓ ચાલી રહી છે. એમાં ગુજરાતનું જાણીતું એવું ચરોતર પંથક કેવી રીતે બાકાત રહે!! ચરોતર પંથકનો સૌથી મોટો તાબો ગણાતું ગામડી-પાધરીયા પણ નાતાલ ઈસુ વધામણાંની હર્ષોલ્લાસથી ઉજવણી કરવા તાડમાડ તૈયારી કરી રહ્યું છે.
આપણને વર્ષો વર્ષ AYCA ગ્રુપ દ્વારા સુર્યનગર સોસાયટીમાં ગરબા પાર્ટીનું આયોજન કરી મોજ કરાવતું રહ્યું છે, દર વર્ષની જેમ આ વર્ષ પણ ‘આણંદ-ગામડી યુવક મંડળ’ દ્વારા ભવ્યાતિભવ્ય “ગરબા મહોત્સવનું” આયોજન કરી રહ્યા છે, જેમાં ગામડી તેમજ પાધરીયાનાં સંયુક્ત સહયોગથી વિમલ મિરિયમ ગ્રાઉન્ડમાં ભવ્ય ગરબાનું આયોજન કર્યું છે.
આ ગરબા મહોત્સવ શાંતિ પૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે CCTV, પોલીસ તથા ખાનગી સિક્યોરિટીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ ખાણીપીણીને અન્ય સુવિધા માટે પર્સનલ ટેન્ટ અને ભાડેથી સ્ટોલ પણ ઉપલબ્ધ કરાવ્યા છે. આ સર્વ તૈયારીઓ ઉપલબ્ધ કરાવવા આણંદ-ગામડી યુવક મંડળ દ્વારા અત્યારથી કમર કસી લીધી છે ને કામમાં જોતરાંઇ ગયું છે.
આ કાર્યક્રમને હર્ષોલ્લાસથી ઉજવવા, સફળ બનાવવા જોડાયેલા સર્વ ભાઈ-બહેનોને આગોત્તરા અભિનંદન.💐💐💐
Courtesy: Ankit Dabhi