સુપ્રસિદ્ધ સાપ્તાહિક “નવક્રાન્તિ” અને “ગરવી નવક્રાન્તિ” ના મુદ્રક, પ્રકાશક, માલિક અને તંત્રી શ્રી. રોબિન ધોળકીયાને જાન્યુઆરીમાં નાદુરસ્ત તબિયતના કારણે દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટર ના નિદાન દરમ્યાન ખબર પડી કે એમના હ્રદયનો એક વાલ્વ બરાબર કામ કરતો નથી. ડૉક્ટરની ચિકિત્સા બાદ એમને ઘેર જવાની રજા આપવામાં આવી હતી. પણ તાજેતરમાં એમની તબિયત લથડી હતી અને આખરે એમના હ્રદયના વાલ્વની સર્જરી કરવામાં આવી છે.
સાપ્તાહિકના સૌ વાચક-મિત્રો અને આ વેબસાઈટના મુલાકાતીઓને વિનંતી કે તેઓ શ્રી. રોબિનભાઈના સંપૂર્ણ સ્વાસ્થ્યની પુન:પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે. આભાર!
પરમપિતા પરમેશ્વર શ્રી. રોબિનભાઈને જલ્દી સાજા ભલા કરી દે એવી વિનંતી પ્રભુબાપ સાંભળો અને સ્વીકાર કરો. આમીન.
સમાચાર: ફાધર વિલિયમ.
One thought on “શ્રી. રોબિનભાઈ ધોળકીયા ના હ્રદય વાલ્વને લગતી સર્જરી કરવામાં આવી છે. એમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના વિનંતી.”
Wishing for speedy recovery of Robinbhai.
with prayers n love
Cyril Macwan,CTM.