શ્રી. દાઉદભાઈ આંદ્રેયાસ મેકવાનનું આજે મે ૨૯, ૨૦૧૨ ની બપોરે ૮૬ વરસની વયે નિધન

 
ન્યુ રવિકુંજ સોસાયટી, આણંદમાં વસતા શ્રી. દાઉદભાઈ આંદ્રેયાસ મેકવાનનું આજે મે ૨૯, ૨૦૧૨ ની બપોરે ૮૬ વરસની વયે નિધન થયું છે. આજે પોતાના નિવાસસ્થાને પડી જવાથી એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓની તબિયત સુધારા પર આવી હતી પણ અચાનક હ્રદયરોગનો તીવ્ર હુમલો આવતાં તેઓનું નિધન થયું. પ્રાથમિક શાળાના શિક્ષક તરીકેની કાર્યકીર્દી જવાબદારીપૂર્વક પૂરી કરી તેઓ નિવૃત જીવન જીવી રહ્યા હતા. મૂળ વલાસણના પણ પોતાની સાસરી કરમસદમાં રહીને પોતાના પરિવારનો ઉછેર કર્યો. તેઓએ પોતાના પત્ની સ્વ. માર્થાબેનના સહકારથી સાત બાળકોને ઉચ્ચ શિક્ષણ આપીને સમાજને સારા નાગરિક પૂરા પાડ્યા છે. ૧૯૭૯ માં મારા પપ્પા શ્રી.જોસેફ બેડા પરમાર અને સ્વ.શ્રી. સિમોન મેકવાન ની સાથે મળી બનાવેલી સોસાયટી, ન્ય રવિકુંજ સોસાયટી આણંદમાં રહેવા આવ્યા. તેઓ પોતાની પાછળ ચારા દીકરાઓ ડો. જયંત મેકવાન, હાલમાં જ નિવૃત થયેલા ચીફ એન્જીનિયર શ્રી. અરવિંદ મેકવાન, શ્રી, શશીકાંત મેકવાન, પ્રવિણ મેકવાન, તથા ત્રણ દીકરીઓ ઈન્દુબેન, ઊર્મિલા અને મીના તથા પૌત્ર-પૌત્રીઓના વિશાળ પરિવારને વિલાપ કરતા મૂકી ગયા છે. પ્રભુ ફુઆના આત્માને પરમ શાંતી બક્ષે અને સૌ પરિવારજનો અને મિત્રમંડળને આ આઘાત સહન કરવાની શક્તિ બક્ષે એવી પ્રાર્થના.
 
તેમની ફ્યુનરલ વિધિ ગુરુવાર મે ૩૧, ૨૦૧૨ ની સવારે ૮:૩૦ કલાકે રાખવામાં આવી છે.
સમાચાર – શ્રી. કનુભાઈ પરમાર, આણંદ
 
મારા પપ્પાનો શોક-સંદેશ
 
“અમારા મુરબ્બી, કરમસદ સંબંધે જિજાજી અને વ્યવસાય અને સમાજ સંબંધે આદર્શ મિત્ર અને વિશ્વાસુ સાથીદારના સ્વર્ગવાસ થયાના સમાચારથી દુ:ખ થયું. એક ઉત્તમ પિતા અને સાચા કેથલિક શ્રધ્ધાળુ તરીકે ગુજરાતી કેથલિક કોમ્યુનીટીના એક અગ્રેસર વડીલ અને પ્રેરણાસ્રોત તરીકે સમાજને ઘણું આપ્યું છે. ચાર દીકરા અને ત્રણ દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપીને સાત સાત સુખી પરિવારો સમાજને આપનાર પાયાના માનવી, એટલે દાઉદભાઈ! સ્વ. માર્થાબેન અને તેઓનું સમગ્ર જીવન પરિશ્રમ અને ઉચ્ચ આદર્શોને ચરિતાર્થ કરીને જીવનાર દંપતિ મારાં તો સદાય આદર્શ રહ્યાં છે! પ્રભુ તેમના આત્માને શાંતિ અને પરિવારને દિલાસો બક્ષે, તેવી પ્રાર્થના!”
શ્રી. જોસેફ બેડા પરમાર.  
Mr. Daud A. Macwan with his family

5 thoughts on “શ્રી. દાઉદભાઈ આંદ્રેયાસ મેકવાનનું આજે મે ૨૯, ૨૦૧૨ ની બપોરે ૮૬ વરસની વયે નિધન”

  1. અમારુ વતન કરમસદના નાતે અમારા ફૂઆ, ન્યુ રવિકુઁજ સોસાયટીના સહવતની અને મારા મિત્ર પ્રવિણ, અમારા મોટા ભાઇ સમાન અરવિઁદભાઇ (એ.ડી.) અને શશીના પિતાશ્રી દાઉદ ફૂઆના નિધનના સમાચાર જાણી ખૂબ જ દુ:ખ થયુઁ. એક આદર્શ વડિલની છ્ત્રછાયા ઘુમાવ્યાનો ઘેરો અફસોસ છે! પરમેશ્વર પિતા તેમના આત્માને સનાતન શાઁતિ અર્પે તેવી અઁત:કરણપૂરકની પ્રાર્થના! – રાજુ (કેતન), ઇલા તથા બાળકો

  2. I wish I had words to lighten your agony
    But sometimes words are not enough

    Please accept My deepest condolences on loss .
    Arvind bhai and all family members are in my thoughts and prayers.

  3. Daud kaka & my Dad- V J Tailor are native of Valasan, both were talented, so they were fast friends. Till my Dad died he used to come to see him everyday.
    They were not friends but brother, sharing their grief, all problems and happiness.Dr.Jayant, Er.Arvind were close to me and my brother Kirit.
    Please accept our deepest condolence.
    May his soul rest in peace.
    Our prayers are always with you.

    Mahendra -Josephine & V J Tailor family

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.