શિક્ષક અને શિક્ષા એક શિશુ માંથી સંપૂર્ણ સજ્જન/સન્નારી સર્જે છે.

શિક્ષક અને શિક્ષા એક શિશુ માંથી સંપૂર્ણ સજ્જન/સન્નારી સર્જે છે. આજે શિક્ષક-દિન નિમિત્તે દુનિયાભર ના દરેક શિક્ષક ને વંદન અને વિનંતી કે દરેક પોતાનો શિક્ષક-ધર્મ ઈમાનદારી થી અદા કરે.

સપ્ટેમ્બર ૦૫, ૨૦૧૨ 

નોકરીએ તેમને વર્ષો પહેલાં જ નિવૃત્ત કરી દીધાં પરંતુ તેઓ થોડા અટકવાના હતા. બમણા જોશથી, સવારથી રાત સુધી માત્ર એક જ વાત, ભણાવવું. ચહેરા પર કરચલીઓ, દ્રષ્ટિમાં ઝાંખપ, હાથ કાંપતા હોવા છતાં ભણાવવાનું ઝુનૂન તેમનામાં સતત વધતું જ જાય છે. દરરોજ તાજગીભર્યો ચહેરો, અવાજમાં એક સખતાઈ, સમયની એવી જ પાબંદી. શરીરમાં ઊર્જા પણ એવી કે ૨૦-૨૫ વર્ષનો યુવાન તેમની સામે ઝાંખો પડી જાય…
 
૮૬ વર્ષની વયે ઉકેલી રહ્યા છે ન્યુમેરિકલ્સ
 
– નામ: ફાધર સી ડિબ્રાવર
-વિષય: ફિઝિકસ
-ઉંમર: ૮૬ વર્ષ
 
– વિશેષતા:ફેસબુક અને ઓરકુટ પર ડિબ્રાવર ફેન્સ ક્લબ બનાવી છે. તેમના ફોલોઅર્સની મોટી સંખ્યા જ દર્શાવે છે કે તેઓ કેટલા લોકપ્રિય છે.
 
– અડધી સદી લાઈબ્રેરીમાં
 
રાંચી. સેન્ટ ઝેવિયર્સ કોલેજ રાંચીના પ્રોફેસર ફાધર સી.ડિબ્રાવરનો જન્મ ફ્રાન્સમાં થયો હતો. બાળપણ બેલ્જિયમમાં વિત્યું. બાળપણથી પરિવારમાં પ્રોફેશનલ્સ વધારે હતા પરંતુ પોતે નામ-ખ્યાતિથી દૂર રહ્યા. ૧૯૪૫માં ભારત આવ્યા. તિરુચિરાપલ્લી અને પુણેમાં અભ્યાસ બાદ ૧૯૫૭માં રાંચીમાં ફિઝિકસના શિક્ષણ તરીકે જોડાયા. ૧૯૮૪માં નિવૃત્ત થવા છતાં સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણાવે છે. આજે પણ વોકેશનલ સ્ટ્રીમનમા હેડ તરીકે કામ કરે છે. ૫૦ વર્ષ સુધી તેઓ કોલેજના લાઈબ્રેરિયન પણ રહ્યા હતા.
 
– અત્યારે અટકવું નથી
 
ફાધર જણાવે છે કે શરીર સાથ આપશે ત્યાં સુધી શિક્ષણના માધ્યમથી ઈશ્વરની આરાધના કરતો રહ્યો છું. જ્યારે બાળકોને કોયડા ઉકેલું છું ત્યારે ઘણો સંતોષ મળે છે.
 
સિદ્ધિ:ફાધર ડિબ્રાવર ઉંમરના આ પડાવમાં કોઈ વ્યક્તિ નહીં પરંતુ સંસ્થા બની ગયા છે. પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ એક્સ આઈએએસની ગવર્નિંગ બોડીના સભ્ય હોવા ઉપરાંત શહેરની મોટી સંસ્થાઓમાં તેમને માનદ પદ પણ મળ્યું છે. આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓનો અભ્યાસ ન અટકે તે માટે તેમણે એક વિશેષ ભંડોળ ઊભું કર્યું છે. તેની મદદથી સેંકડો વિદ્યાર્થીઓ ડોક્ટર, એન્જિનિયર બની ચૂક્યા છે. – રિપોટિંગ : અમરકાંત, ફોટો : સૈયદ રમીઝ
 
– પ્રશ્ન કરો : તેઓ વિદ્યાર્થીઓને પ્રશ્ન કરવા માટે પ્રોત્સાહિત કરે છે અને તેમને સંતોષ થાય ત્યાં સુધી શીખવે છે. આથી જ વિદ્યાર્થીઓમાં ખૂબ લોકપ્રિય છે.

 

 અંગુલિનિર્દેશ: ફાધર વિલિયમ.
This page printed from: http://www.divyabhaskar.co.in/article/NAT-teachers-day-sepcial-old-teacher-sperit-for-teac-3740368.html

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.