શનિવાર, સપ્ટેમ્બરની ૨૭ તારીખે, મારા નાના ભાઈ કેતન ક્રિશ્ચિયનના પત્ની ઈલા ક્રિશ્ચિયનના માતૃશ્રી. થેરેસ્યાબેનના ઘરમાં વસ્તી ગણતરીના બહાને આવી એક યુવાને તેમને ઈજા પહોંચાડી, સોનાના દાગીનાની લૂંટ કરી છે. તેઓ વિધવા છે અને એકલા જ સૂર્યનગરમાં રહે છે. કેતન-ઈલા અને અમારા બધા કુટુંબીજનો એમને “બા” સંબોધીને બોલાવીએ છીએ. તેઓ બે વખત થોડા મહિનાઓ માટે અહીં અમેરિકા આવીને રહેલા છે, અને એમની નિખાલસ, રમૂજ ભરી વાતો બસ સાંભળ્યા જ કરીએ એવી એમની પ્રતિભા છે. રસ્તા પર જ એમનું ઘર હોવાને કારણે દરેક આવતા જતા લોકો સાથે સુમેળભરી વાતો કરતા હોય છે. આખા પાધરિયા વિસ્તારના બાળકથી માંડી વડીલ સુધીના બધા જ એમને ઓળખે એટલા પ્રેમાળ છે. ૮૦ વરસની ઉમરના હિસાબે તો વૃધ્ધ જ ગણાય પણ કામ કરવામાં યુવા વર્ગને શરમાવે એવી ઝડપ અને ઘગશ રાખે છે.
આવી વ્યક્તિને શારીરિક ઈજા પહોંચાડી એમના દાગીનાની લૂંટ કરવી એ શરમજનક ઘટના છે. પણ એક વાતનો આનંદ છે એમની ઈજા બહુ ગંભીર નથી. પાધરિયા વિસ્તારના શ્રી. કમલ સંગીત, કોર્પોરેટર શ્રી. વિપુલ મેકવાન અને બીજા યુવા આગેવાન મિત્રોએ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે અને આ લૂંટારાને પકડવા માટે જરૂરી બધા પ્રયત્નો કરી રહ્યા છે એ ધન્યવાદને પાત્ર છે. શ્રી. થેરેસ્યાબેનના સંતાનો (અંતોનભાઈ, જ્યોસ્ત્નાબેન, એરિકભાઈ, ફ્લોરેન્સ, ઈલા) અને સગાંઓ આપ સૌનો ખૂબ જ આભાર માને છે. સાથે સાથે આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય એના માટે જે ચળવળ ચલાવો છો એમાં અમારો સંપૂર્ણ સહકાર છે. “બા” ની સારવાર અને દેખભાળ માટે જવાબદાર સૌ સગાં, મિત્રો, હિતેચ્છુઓનો આભાર માનીએ છીએ.
સરદાર ગુર્જરીમાં પ્રકાશિત સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.
નયા પડકારમાં પ્રકાશિત સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.
દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.
આશા છે કે હવે થેરેસ્યાબેનને થયેલી ઈજામાં થોડી રાહત થઈ હશે. પ્રભુ પ્રાર્થના કે જલ્દી સારા થઈ જાય. એકલવાયા પણું હવે દિવસે દિવસે અસલામત થતું જાય છે. એક સારી વાત છે કે સમયસર આડોસી પાડોસીની જરૂરી મદદ મળી રહી. હેડઈન્જરી પછી એમ.આર.આઈ કરાવવું જરૂરી ગણાય.
પ્રવીણ શાસ્ત્રી.
Very sad to know about the mishap Theresaben has experienced last week. Very traumatic, painful and unfortunate indeed. May Theresaben experience the compassionate and healing hands of our Lord Jesus; may He restore her health of mind and body and bounce back to her normal self in His time. I am in solidarity with all the family members and loved ones of Theresaben in prayer and fellowship.