Tag Archives: Padharia

The thief who injured and robbed Mrs. Theresiaben is captured.

શ્રી. થેરેસ્યાબેનને લૂંટી ગયેલો ચોર આખરે પકડાઈ ગયો છે. વર્તમાનપત્રમાં આવેલા પિક્ચર જોઈ એમણે એ ચોરની ઓળખ પણ કરી બતાવી છે. હવે પોલીસ સ્ટેશન જઈને એની ઓળખ કરી આગળની કાર્યવાહિ કરવામાં આવશે. પાધરિયાના યુવા કાર્યકરો અને બઘા રહિશોની પ્રાર્થના અને પ્રયત્નોનું આ પરિણામ છે. શ્રી. કલમ સંગીત, શ્રી. મનોજ મેકવાન, શ્રી. વિપુલ મેકવાન અને અન્ય યુવા મિત્રો અને વડિલો દ્વારા “જન જાગૃતિ” કાર્યક્રમનું સફળ આયોજન કરવા માટે બઘા કાર્યકર્તા અભિનંદનના હકદાર છે. ડીએસપી ને આમંતણ આપી એક નવો અભિગમ ઊભો કરવા માટે સૌ ધન્યવાદને પાત્ર છે. આ જાગૃતિ-મશાલ હંમેશ જ્વલિત રાખશો એવી અપેક્ષા અને વિનંતિ. 

 

121020143

Please read the same news in Divya Bhasker.

 

Please read the same news in Sardar Gurjari.

 

Please read the same news in Gujarat Samachar.

પાધરિયાની પ્રજાના પ્રશ્નો – પાધરિયાની પ્રજાનું પ્રશંસાપાત્ર પગલું – પાલિકાનું પ્રયત્ન પણ

આણંદ નગરપાલિકાની હદમાં આવેલા પાધરિયા વિસ્તારમાં વસતા લોકો વેરા તો બધા જ ભરે છે પણ સુવિધા-રાહતમાં વારો નથી આવતો. નગરપાલિકાના આ ઓરમાયા વ્યવહારના વિરોધ માટે અને પ્રશ્નોના ઉકેલ માટે ત્યાંના રહીશોએ વિશાળ મૌન રેલીનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. આ આંદોલનના પ્રણેતા અને ભાગ લેનારા બધા જ અભિનંદનને પાત્ર છે. હવે આરંભે શૂરા જેવું ના રહી આ આંદોલનના સફળ પરિણામ સુધી લડતા રહેશો એવી અપેક્ષા. ઈશ્વર આપના આ કાર્યમાં સહાય કરે એવી પ્રાર્થના.   


દિવ્ય ભાસ્કરમાં આવેલો અહેવાલ વાંચો.