Tag Archives: ગુર્જરવાણી

Pathar Thar Thar Dhruje – કવિશ્રી. નિરંજન ભગત ના શબ્દો સૂર-સ્વર-સંગીત સાથે – ગુર્જરવાણી.

ઘણા ગુજરાતી કવિઓએ બાઇબલના કેટલાક પ્રસંગો અને બોધવાક્યો લઈને ગુજરાતી કવિતાની રચના કરી છે જેમાંથી ઘણી ભજન તરીકે અને થોડી કવિતા તરીકે વખણાઈ છે. એમાંની શ્રી. નિરંજન ભગતની એક રચનાને ગુર્જરવાણી દ્વારા તાજેતરમાં મ્યુજિક વિડિયો તરીકે પ્રસ્તુત કરી છે.
પ્રસ્તુત – ગુર્જરવાણી
શબ્દ રચના – કવિ શ્રી. નિરંજન ભગત
સ્વરાંકન – શ્રી. ઈમુ દેસાઈ
સ્વર – હ્રદય દેસાઈ
સમીક્ષા લેખન – શ્રી. યોસેફ મેકવાન
સમીક્ષા વાંચક – મમતા દેસાઈ

પ્રા. સિલાસ પટેલિયા ની કલમે લખાયેલો આ કવિતાનો આસ્વાદ “દૂત” માસિકના જૂન ૨૦૧૪ના અંકમાં પ્રકાશિત થયો હતો. એ આસ્વાદ માણવા માટે અહીં ક્લિક કરો અને પીડિએફ ફોર્મેટમાં વાંચો.
કવિશ્રી ની બીજી ઘણી રચનાઓ પઠન કે સ્વરંકન સાથે – સાંભળો શ્રી. અમર ભટ્ટને

સંગીતકાર શ્રી ઈમુ દેસાઈ અને તેમના પરિવાર વિષે વધુ જાણકારી મારે જુઓ નીચેનો વિડિયો. ભાગ-૧ અને ભાગ-૨.

કવિશ્રી. નિરંજન ભગત વિષે વધુ માહિતી માટે નીચેનો વિડિયો જુઓ.

બાઇબલના આ જ પ્રસંગને ધ્યાનમાં રાખીને મેં પણ એક અછાંદસ કવિતા લખી હતી તે અહીં રજૂ કરવાનો મોહ છોડી શકતો નથી. તો માણો…….
હક્ક પહેલા પથ્થરનો!!!
નૂતન વર્ષનો
સૂરજ તો ઊગ્યો પૂર્વે!
સાયરન…
પોલીસ અને એમ્બ્યુલન્સ,
શું થયું? શું થયું?
બીજું એક મર્ડર?
લાશશશશ…!!!
કુતૂહલ!!!
ચર્ચા, અફ્વાઓ…
મર્યો કે માર્યો?
ડાહ્યો હતો કે દોઢડાહ્યો?
દેતો’તો વણમાગી સલાહ લોકોને,
હક્ક નથી તમને.
નિષ્પાપ ઉપાડે પથ્થર,
જો હોય તો!
દોષીત હસે છે…
ટોળું આખુંય સજીવન …………….
ને લાશ છે ડાહ્યાની… દોઢડાહ્યાની…
તું ઈસુ નથી!
અને હોય તોય શું?
હું તો બદલાઈ ગયો છું,
વ્યભિચારી બાઈ હું નથી!
એ ટોળામાં સામેલ હું નથી!
મારી પાસે પથ્થર નથી!
મારી પાસે
બન્ધૂક છે!
એ કે 47 છે!
મિસાઇલ છે!
બોંબ છે!
આત્મહત્યાની તાલિમ છે!
આતંકવાદની તાલિમ છે!
– જગદીશ ક્રિશ્ચિયન

Video of the Ordination and Installation of The Most Reverend Rethna Swamy – Bishop of the Diocese of Ahmedabad.

Video of the Ordination and Installation of The Most Reverend Rethna Swamy – Bishop of the Diocese of Ahmedabad. Gurjarvani provided a live streaming of this ceremony on Saturday, April 14, 2018 from Nadiad, India. So here you go for those who could not be present at the ceremony and who could not see it live. Also several pictures of the event from Fr. Ashok Vaghela’s Facebook page.

બિશપ રત્ના સ્વામી આજે અભિષીક્ત થઈને અમદાવાદ ધર્મપ્રાંતનું ” રત્ન ” બનશે.
સાક્ષરભૂમિ નડિયાદ એક ઐતિહાસિક ઘડીની સાક્ષી બની રહી છે છેલ્લા લાંબા સમયથી અમદાવાદ ધર્મપ્રાંત જે ભલા ભરવાડની રાહ જોઈ રહ્યો હતો તે ધાર્મિક હસ્તી બિશપ રત્ના સ્વામી અત્યારે હઝારો શ્રદ્ધાળુઓ તથા સન્યાસ્ત જનોની હાજરીમાં પદગ્રહણ કરી રહ્યા છે તો ચાલો તેમના જીવનની એક લટાર મારી લઈએ.
તેમનો જન્મ 13/02/1961 ના રોજ તમિલનાડુના કન્યાકુમારી ખાતે થયો હતો. એપ્રિલ 1980માં તેઓ પ્રથમવાર ગુજરાતના ખંભાત ખાતે ધર્મના નેજાહેઠલ માનવસેવાર્થ આવ્યા.
તેમની પુરોહિત દીક્ષા સ્વ. બિશપ ચાર્લ્સ ગોમ્સ દ્વારા 29 માર્ચ,1989 ના રોજ તેમના વતન કન્યા કુમારી ખાતે સંપન્ન થઈ હતી. 1989 – 90 દરમિયાન તેમને સાણંદ ખાતે મુકવામાં આવ્યા. અહીં તેમણે વંચિતો માટે સરકારશ્રી દ્વારા અનુદાનિત સેંટ ઝેવિયર્સ સ્કૂલની સ્થાપના કરી જે હાલ ફૂલીફાલી છે. સ્કૂલ કામ પરવારીને તેઓ ગામડાઓ ખૂંદતા ને મોડી રાત્રે પરત ફરતા. આ સ્કૂલમાં તેમણે આચાર્ય તરીકેનો પદભાર પણ સંભાળ્યો હતો.
1991 – 93 ના અરસામાં તેમને અમદાવાદ ખાનપુર ખાતે આવેલી સેંટ જોસેફ સેમીનરીમાં રેક્ટર તરીકેનો કાર્યભાર સોંપવામાં આવ્યો. આ અરસામાં એટલે કે 1992 ની આસપાસ આણંદ નજીક ચાવડાપૂરમાં નવી શાળા શરૂ થઈ તેને યોગ્ય ગતિ બક્ષવા માટે 1993 થી 1994 દરમિયાન તેમને ચાવડાપૂર મુકવામાં આવ્યા.
1994 – 1998 ના સમયગાળામાં કાઉન્સીલીગના અભ્યાસ અર્થે તેમને રોમ મોકલવામાં આવ્યા. પરદેશમાં સફળતા પૂર્વક અભ્યાસ સંપન્ન કરીને સ્વદેશ આવી 1994 – 98 દરમિયાન અમદાવાદ ” શ્રદ્ધા ” ખાતે ગુજરાતના રાજકોટ, વડોદરા અને અમદાવાદ ધર્મપ્રાંતમાંથી પુરોહિત બનવા જોડાયેલા બ્રધરોના રેક્ટર તરીકે આરૂઢ થયા. આ એ સમયગાળો હતો કે જેમાં અમદાવાદના નરોડા ખાતે અસામાજિક તત્વો દ્વારા દેવળ તોડી પાડવામાં આવ્યું હતું પરિણામે લોકો નિરાશ થઈ ગયા હતા. ફાધરે ત્યાં જઈને લોકોની આશા જીવંત રાખવાનું ચાલુ કર્યું. પ્રથમ લોકોના ઘરની પરસાળમાં પરમપૂજા કરવાનું શરૂ કર્યું. ચોમાસામાં વરસાદને કારણે પરસાળમાં મિસ કરવાનું અગવડભર્યું બનતા પોલીસ પાસે પરવાનગી લઈને તૂટેલા દેવળમાં પ્રાર્થના કરવાનું આરંભ્યું. આજે નરોડાની ધાર્મિક અને સામાજિક પ્રગતિના મૂળમાં આ કહાની સમાયેલી છે.
2002 – 2012 એટલે કે એક આખો દાયકો તેમણે નડિયાદ પસ્ટોરલ સેન્ટરના કમ્પાઉન્ડમાં આવેલ સેંટ જોસેફ સેમીનરીમાં રેક્ટર તરીકે ગળ્યો ને ત્યારબાદ 2012 થી 2017 દરમિયાન સેવાસી વડોદરા ખાતે આવેલ ” ગુજરાત વિદ્યાદીપ ” (GVD) ખાતે તેમને ધર્મપ્રાંતિય બ્રધરોના રેક્ટર તથા સ્પિરિચ્યુલ ડાયરેકટર ની બેવડી જવાબદારી નિભાવી.
આધ્યાત્મિકતા અને ગરીબોના ઉદ્ધારનો ધ્યેય રાખનાર ફાધર રત્નાસ્વામી ને 29/1/2018 ના રોજ સાંજે 4:30 કલાકે વેટિકનથી અમદાવાદ ધર્મપ્રાંતના બિશપ તરીકે જાહેર કરાયા હતા જેની વિધિવત ઘોષણા માન્યવર મહાધર્માંધ્યક્ષ થોમસ મેકવાન દ્વારા પસ્ટોરલ સેન્ટર નડિયાદ ખાતે કરવામાં આવી હતી.
– હસમુખ ક્રિશ્ચિયન ” રિશ્તા “


Fr. Chhagan passed away on Friday, November 18, 2017.

વડોદરા ધર્મપ્રાંતના વડીલ અને Monsignor ફાધર છગન નું શુક્રવાર, ૧૮ નવેમ્બરની સવારે અવસાન. ૯૮ વર્ષની ઉંમરના દક્ષિણ ગુજરાતના ઝરોલી ધર્મવિભાગના પ્રથમ પુરોહિત, લોકલાડીલા અને અંતિમ શ્વાસ સુધી અનેકના પ્રેરણાસ્ત્રોત ફાધર છગનની અંતિમ વિધી સાંજે ૫ વાગે ઝારોલીમાં રાખવામાં આવેલ હતી.

ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ ના મંત્રી શ્રી.એલેક્ષ (અશોક) રાઠોડ હાલમાં વતનની મુલાકાત પર ગયેલા છે. તેઓ વલસાડ ખાતે રહેતા હોવાથી ફાધર છગનની ફ્યુનરલ સર્વિસમાં હાજર રહી શક્યા હતા. તેમણે લખેલો ટૂંકો અહેવાલ:

સ્વ.પૂજ્ય ફાધર છગન ના ફ્યુનરલ માં વલસાડ તાબાના લોકો ફાધર પોલ સાથે ગયા હતા. આર્ચબિશપ શ્રી સ્ટેનિસ્લાઉસ દ્વારા ખ્રિસ્તયજ્ઞ અર્પણ કરવામાં આવ્યો હતો. સાથે લગભગ ૬૦ ફાધરો હતા. આશરે ૪૦૦૦ જેટલા ધર્મજનો એ તેમની ફ્યુનરલ માસ અને દફનક્રિયામાં ભાગ લીધો હતો. આર્ચબિશપશ્રી એ તેમને પયગંબર તરીકે ઓળખાવ્યા હતા. ખરેખર એક ઉમદા વ્યક્તિત્વનો અંત પણ પ્રભુએ એમના આત્માને પરમ શાંતિ આપીજ દીધી છે એવી ખાતરી છે. આવા સેવાભાવી ઉમદા વ્યતિત્વને નમન.

Please watch his interview in below video from “Gurjarvani” 

“Gurjarvani” hits the world map in Social Media by launching an Android App for Smartphones with some unique features in Gujarati for the first time.

Gurjarvaniapplaunch
The gathering of the family members of Gujarati jesuits was held today, on 17th February at St. Joseph’s, Vadodara.

 

The Provincial of Gujarat Jesuits, Fr. Francis Parmar was the main celebrant at the Eucharistic celebration. Bishop Thomas too visited the gathering and addressed all gathered.

 

Gurjarvani hits the world map in Social Media by launching an Android App for Smartphones with some unique features in Gujarati for the first time.

 

GurjarvaniAPP

  1. The Gujarati “Sampoorna Bible” in your palms with special search options, where one can access any chapter or verse in the Bible with a single touch on the screen is available.
  2. It includes an option to change a font size of the text for easy reading.
  3. Enjoy listening to the Gospels instead of just reading them.

 

 

To download the Gurjarvani App on your smartphone: Visit the Google Play Store on your screen, type ‘Gurjarvani’ in the search, download it for free and enjoy the facility.

 

Gurjarvanigooleapp

 

 

Information & pictures: Fr. Ashok Vaghela, Grena Christian.