ફાતિમા હાઈસ્કુલ ગોઠડાનો રજત જયંતી ઉત્સવ – જાન્યુઆરી ૨૭ ૨૦૧૩

 Gothdabanner

 

ફાતિમા હાઇસ્કુલ, ગોઠડાનો રજત જયંતી ઉત્સવ

 

તા   27 જાન્યુઆરી ના રોજ ફાતિમા હાઇસ્કુલ, ગોઠડા ની રજત જયંતી ઉજવાઈ ગઈ . 25 સાલ પહેલા જેસુઈટ ફાધર પરેઝાએ આ હાઇસ્કુલ શરુ કરી હતી. ઉજવણીમાં 97 વરસની વયના ફાધર પરેઝા પણ હાજર રહ્યા હતા. આ શાળા ચોપાસનાં નાના નાના ગામોના ગરીબ અને જરૂરિયાત મંદ કુટુંબોના સંતાનોને ભણાવે છે ને તેમના જીવનમાં સુખ અને આનંદ પ્રસરે છે. ખાસ કરીને તો કિશોરીઓને ભણાવીને તેમનામાં સ્વમાન પેદા કરે છે. અહી કિશોરો ને કિશોરીઓ માટે છાત્રાલયની પણ સુવિધા ઉપલબ્ધ છે. જીસસ એન્ડ મેરી સંઘના સીસ્ટરો કિશોરીઓના છાત્રાલયનું સંચાલન કરે છે. ગોઠડા ગરીબ વિસ્તારમાં આવી સારી શાળા સાચેજ આશીર્વાદ સમી છે. ઉજવણીમાં સંખ્યાબંધ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર હતા અને આનંદ માણયો હતો. ફાધર દુઆર્ત હાઇસ્કુલના આચાર્ય છે. રિશ્તા સંસ્થા પ્રતિ વર્ષ શાળામાં પત્રકારત્વની તાલીમ આપે છે આજે ખાસ આમંત્રણને માન આપી ફાધર વિલિયમ તથા હસમુખભાઈ ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા.

 

One thought on “ફાતિમા હાઈસ્કુલ ગોઠડાનો રજત જયંતી ઉત્સવ – જાન્યુઆરી ૨૭ ૨૦૧૩”

  1. માનનીય ફા. પરેઝાને હાર્દિક અભિનંદન!
    માન. ફા. પરેઝાને યુવાનવયથી ઓળખું છું. મારા પરિવારની અનેક વખતે મુલાકાત લેતા, તે પ્રસંગો યાદ આવે છે. મારાં સ્વ. પત્નીના મોસાળ આમોદ, તા. પેટલાદમાં પણ ફા. પરેઝાએ પોતાની સેવા આપી હતી, ત્યારે પણ આમોદમાં તેમને મળવાનો લ્હાવો મળ્યો હતો. પવિત્ર અને સાચા ઈસુસંગી એવા ફા. પરેઝાને પ્રભુ તંદુરસ્તીભર્યું આયુષ્ય બક્ષે તેવી પ્રાર્થના સાથે ફા. પરેઝાને વંદન!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.