કોવિડ-૧૯ ની મહામારી દરમ્યાન ડુગુડટુઓલ (DoGoodtoAll) સંસ્થાના સૌજન્યથી સરાહનીય વિવિધ રાહત પ્રવૃત્તિ.

કોવિડ-૧૯ ની મહામારી દરમ્યાન ડુગુડટુઓલ (DoGoodtoAll) સંસ્થાના સૌજન્યથી સરાહનીય વિવિધ રાહત પ્રવૃત્તિ.

છેલ્લા પંદર મહિનાઓથી ચાલી રહેલી કોવિડ-૧૯ મહામારી દરમ્યાન ડુગુડટુઓલ (DoGoodtoAll) સંસ્થાના સૌજન્યથી સરાહનીય વિવિધ રાહત પ્રવૃત્તિના માધ્યમથી ગુજરાતમાં હાડમારી વેઠી રહેલા લોકોની મદદ કરી રહ્યા છે. અમેરિકા સ્થિત અને ગુજરાતના સ્વંયમસેવકો દ્વારા ઘણું કામ થઈ રહ્યું છે અને કરતા રહેવાનો મક્કમ નિર્ધાર સાથે આ સંસ્થા સતત પયત્ન કરતી રહેશે.

હાલમાં પેટલાદના ડુગુડટુઓલના સ્વંમસેવકો દ્રારા નિ:શુલ્ક આઈસોલેશન સેન્ટરની સુવિધા શરૂ કરવામાં આવી છે. જે વ્યક્તિઓ કોરોના પોઝીટીવ હોય, અને ડોક્ટર દ્વારા ઘરમાં કોરોન્ટાઈન થવાની સલાહ આપવામાં આવી હોય અને પોતાના ઘરમાં આઈસોલેશન માટે વ્યવસ્થા ના હોય એ લોકો આ સેન્ટરમાં નિશ્ચિત સમય માટે સંપૂર્ણ નિ:શુલ્ક રીતે રહી શકે છે. એક વાતનું ધ્યાન રહે કે આ સેન્ટરમાં કોઈ પણ મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવશે નહિ. આ સેન્ટરમાં આરોગ્યપ્રદ વાતાવરણમાં રહેવાની વ્યવસ્થા સાથે સવારનો નાસ્તો, બપોર ને સાંજે શુદ્ધ, સાત્વિક અને સંપૂર્ણ શાકાહારી ભોજનની વ્યવસ્થાની જોગવાઈ છે. લાભાર્થીને નાસ કેવા માટે મશીન આપવામાં આવશે, તેમજ નિયમિતપણે બ્લડપ્રેશર અને SPO2 માપવાની વ્યવસ્થા છે. આ સેન્ટર શ્રી ઉમિયા ભવન ખાતે શ્રી કચ્છ પાટીદાર સનાતન સમાજની વાડીના સૌજન્યથીએ શરૂ કરવામાં આવેલ છે. જે પેટલાદના સુણાવ રોડ પર આવેલું છે.

જેના માટે નીચેના કાર્યકર્તાનો સપર્ક કરો:

Paresh Makwana – 94287 99093

Ankit Macwan – 99251 45867

Roni Macwan – 96015 02448

Kiran Rathod – 94265 23715

Joshua Makwana – 90811 99093

અત્યાર સુધીમાં ગુજરાત અને આજુબાજુના બીજા બે રાજ્યોના સત્તર જીલ્લાઓના એકસો સત્તર ગામના બાવન સો લોકોને એક લાખ પિસ્તાલીસ હજાર છસ્સો ભાણાનું વિતરણ કરી શક્યા છે. નવ હોસ્પિટલ અને વીસ ડિસ્પેનસરીમાં સો ફેસશિલ્ડ, એકસો પચ્ચિસ લીટર સેનેટાઈઝર, ત્રણસો પીપીઈ કિટ્સ, પચ્ચીસો ગ્લોવ્સ અને પાંચ હજાર માસ્કનું યોગદાન આપી શક્યા છે.

જેઓ આ સેવાકાર્યમાં જોડાવા ઈચ્છા ધરાવતા હોય અથવા આર્થિક સહાય આપવા માંગતા હોય તો આ સંસ્થાની વેબસાઈટ પર જઈને વધુ માહિતી મેળવી શકે છે.

https://dogoodtoall.org/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.