અવસાન નોંધ – શ્રી. જોએલ તારણદાસ મોગરિયા

 

જુલાઈ ૧૭ ૨૦૧૧: આજે લોટિયા ભાગોળના શ્રી. જોએલ તારણદાસ મોગરિયા એક અકસ્માતના કારણે અકાળે આ દુનિયાને અલવિદા કહી પરમપિતા પરમેશ્વરના દરબારમાં પહોંચી ગયા. તેઓ પોતાની પાછળ પોતાની પત્ની રાજબાળા, પુત્ર આર્નોલ્,ડ પુત્રી એમિલિન તથા એમના માતુશ્રી લલિતાબેન, ભાઈ સેમસન (અમેરિકાસ્થિત) તથા બહેન સ્ટેલા સાથેના બહોળા પરિવારને આઘાત અને શોકમાં ડૂબેલા છોડી ગયા છે. હું જ્યારે ૧૯૭૯ માં આણંદ રહેવા ગયો ત્યારે મારા થોડા નવા મિત્રોમાંનો જોએલ પણ એક હતો. આ સમાચાર મળતાં એની સાથે ગાળેલો સમય વાગોળતા ગદગદ થઈ જવાયું. ગોરો વાન, ઊંચુ કદ, ઘાટીલો મુછાળો ચહેરો એક ફિલ્મી હિરો જ લાગતો. પ્રભુ એના આત્માને શાંતિ બક્ષે અને એના વિશાળ પરિવારને આ આઘાત સહન કરવાનું સાંત્વન પૂરું પાડે. શ્રી. જોએલના પાર્થિવ દેહની દફનવિધિ ભારતીય સમય મુજબ આવતીકાલે એટલે કે જુલાઈની ૧૮ તારીખે બપોરે લોટિયા ભાગોળ મુકામે કરવામાં આવશે.

 

 

જોએલના ફ્યુનરલના પિક્ચર મહેશ મેકવાને કનુભાઈ પરમાર મારફત મોકલી આપ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.