Tag Archives: Manilal H. Patel

ગુજરાતી સાહિત્યકાર સ્વ. શ્રી. જોસેફ મેકવાનના સુપુત્ર શ્રી. અમિતાભ મેકવાનના ચાર પુસ્તકોનું લોકાર્પણ.

ગુજરાતી સાહિત્યકાર સ્વ. શ્રી. જોસેફ મેકવાનના સુપુત્ર શ્રી. અમિતાભ મેકવાનના ચાર પુસ્તકોનું લોકાર્પણ.

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવાઈ રહ્યો છે. દિકરી અક્ષરાની ઈચ્છાને આધિન પિતાએ પોતાના સાહિત્યકાર પિતાનો સાહિત્ય વારસો આગળ વધારવાનું બીડું ઝડપ્યું અને કરોનાકાળના સમયનો સદુપયોગ કરી ત્રણ નવલકથા અને એક વાર્તાસંગ્ર્રહની રચના કરી. (નમ્રતા પરમારના ફેસબૂક આધારિત)

આજે સ્વ. જોસેફ મેકવાન અનેરો આનંદ અનુભવી પુત્ર ઉપર અખૂટ આશિષ વરસાવી રહ્યા હશે.

અમિતાભ મેકવાન (આચાર્ય શ્રી આણંદ હાઇસ્કૂલ, આણંદ) લિખિત એક નહીં, બે નહીં પણ એકસાથે ચાર-ચાર કૃતિઓ (ત્રણ નવલકથા અને એક વાર્તાસંગ્રહ) નું વિમોચન જાણીતા સાહિત્યકારો મણિલાલ હ. પટેલ, રજનીકુમાર પંડ્યા, કેશુભાઈ દેસાઈ અને ગુણવંત વ્યાસના સાંનિધ્યમાં આજે યોજાયું.

ભાઈ શ્રી અમિતાભ મેકવાનને ખૂબ અભિનંદન અને સાહિત્ય ક્ષેત્રે હજુ વધુ રચનાઓ આપી પિતાનો વારસો આગળ ધપાવો એવી શુભેચ્છાઓ.

— રાજેશ ચૌહાણ (આણંદ)

તા. માર્ચ ૭, ૨૦૨૧

પુસ્તકો અંગે થોડાં પ્રતિભાવ:-

બીજા કોઈપણ જીવનલક્ષી કુશળ વાર્તાકારની જેમ આ લેખકને પણ વાર્તા આજુબાજુના જીવનમાંથી જ જડી છે. એમ લાગે છે કે પોતે નજર સામે જ નિહાળતા હોય એવી રીતે કથામાં આવતી દરેક કરુણ કે હ્રદયવિદારક ઘટનાનું એ વર્ણન કરે છે. આ નિર્દમ્ભ વાર્તાકાર કશા પણ કલાપ-વિલાપ વગર સીધી લીટીએ જે બન્યું છે તે માર્મિક રીતે લખી જાણે છે અને ખરી વાર્તા નિપજાવી શકે છે.

 — રજનીકુમાર પંડ્યા (કોરાં નયન ભીનાં સપના…)

આ નવલકથાની પ્રથમ ધ્યાનપાત્ર લાક્ષણિકતા છે- એની કથનરીતિ. ભાવલોક અને સંઘર્ષ વાચકમાં કુતૂહલતા જગવતા રહે છે ને વાચક કૃતિના અંત સુધી વાંચ્યા વિના રહી શકતો નથી. આ એક સિદ્ધિ છે. ચરીત્ર ચિત્રણ પણ જાણે સિદ્ધ હસ્ત લેખકની કલમની યાદ દેવડાવે છે.

  –  મણિલાલ હ. પટેલ (માયાવનના મોર)

અમિતાભ પાસે ભાષા છે, સંવેદન છે, મનોવિશ્લેષણાત્મક પાત્રાલેખન અને સંવાદકલાની પૂરતી ક્ષમતા છે.

—કેશુભાઈ દેસાઈ (અક્ષરા)

માનવજીવનમાં રોજ-બ-રોજ બનતા નાના-મોટા કેટકેટલા બનાવો આપણે નજરઅંદાજ કરતા હોઈએ છીએ, તેને સર્જકચિત્ત એમના માનસમાં ઝીલી લેતા હોય છે, જે સમયાંતરે કથા-વાર્તા રૂપે આપણી સામે આવે છે. આવાં 45 ચિત્રો સંવેદનશીલ ઋજુ માનસમાં ઝીલાયેલાં છે એને હું આવકારું છું અને અમિતાભ મેકવાનને પિતાને પગલે ચાલવાના એમના મનોરથને અભિનંદુ છું.

— ગુણવંત વ્યાસ (ટહુકો)


સ્વ. શ્રી. જેસેફ મેકવાનની જીવનકથા “વીતક ઝંખે વહાલ” લેખક શ્રી. મણિલાલ હ પટેલ.

સ્વ. શ્રી. જેસેફ મેકવાનની જીવનકથા “વીતક ઝંખે વહાલ” લેખક શ્રી. મણિલાલ હ પટેલ.

વીતક ઝંખે વહાલ – સ્વ. શ્રી. જોસેફ મેકવાનની જીવનકથા – શ્રી. મણિલાલ હ. પટેલ

શ્રી. મણિલાલ હરિદાસ પટેલ ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ, નિબંધકાર, નવલકથાકાર, વિવેચક છે. ગુજરાતી સાહિત્યમાં તેમનું પ્રદાન ઘણું છે. તાજેતરમાં તેમણે લખેલ સ્વ. શ્રી. જેસેફ મેકવાનની જીવનકથા “વીતક ઝંખે વહાલ” નામે પ્રકાશિત કરવામાં આવી છે. આ જીવનકથા “ડિવાઇન પબ્લિકેશન – અમદાવાદ” દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. લોકડાઉન પછીના લાંબા અંતરાલ બાદ ડિવાઇન પબ્લિકેશન દ્વારા પ્રકાશિત પુસ્તકોમાં નું આ એક પુસ્તક છે. આ પુસ્તકની કિંમત છે ૩૨૦ રૂપિયા.

“વીતક ઝંખે વહાલ” અને ડિવાઇન પબ્લિકેશન ના અન્ય પુસ્તકો મેળવવા માટે અહીં ક્લિક કરો.

Information: Mr. Amrit Chaudhary

A literary lecture “Vital of Suffering” (વ્યથાનાં વીતક) is organized by joint venture of Om Communication and Gujarat Sahitya Academy on 82nd birthday of Late Mr. Joseph Macwan.

આમંત્રણ :

ઓમ કોમ્યુનિકેશન અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે આયોજિત

નવલકથાકાર શ્રી. જોસેફ ઈગ્નાસ  મેકવાનના

૮૨-મા જન્મદિનપ્રસંગે સાહિત્યિક વ્યાખ્યાન

‘વ્યથાનાં વીતક’

* ભૂમિકા:પદ્મશ્રી વિષ્ણુ પંડયા (અધ્યક્ષ,ગુજરાત સાહિત્ય અકાદમી)

* અકાદમીના અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુ પંડયાના વરદહસ્તે ‘સમાજમિત્ર’ઘ્વારા પ્રકાશિત વિશેષાંક ‘પીડિતોના પ્રહરી-વંચિતોની વાચા ‘: સર્જક જોસેફ મેક્વાન’નું લોકાર્પણ.

* જોસેફ મેકવાનનું જીવન-કવન:શ્રી ચંદ્રવદન મેક્વાન

* જોસેફ મેકવાનની સાહિત્યસૃષ્ટિ:મણિલાલ હ.પટેલ

તારીખ:૦૯ ઓક્ટોબર ૨૦૧૭,સોમવાર,સાંજે ૬-૦૦ કલાકે

સ્થળ:આત્મા હોલ(મીલ ઓનર્સ બિલ્ડીંગ ઓડિટોરિયમ),સીટી ગોલ્ડ સિનેમાની સામે,આશ્રમ રોડ,અમદાવાદ.

જોસેફ મેકવાન ફાઉન્ડેશનના ઉપક્રમે સર્જક મણીભાઈ હ. પટેલ અને કર્મશીલ માર્ટિન મેકવાન પુરસ્કારોથી સન્માનિત.

logo

JM SG112414

Pictures from Hiral Arun

[wppa type=”slide” album=”32″ align=”center”]Any comment[/wppa]