Tag Archives: જોસેફ પરમાર

કેલિફોર્નિયા ના ગુજરાતી સિનીયર ફ્રેન્ડ સર્કલના ઉપક્રમે વેબિનાર યોજાયો – ઇમિગ્રેશન નિતિના ઊંડા અભ્યાસી શ્રી. જોસેફભાઈ પરમારે સમજણ આપી.

કેલિફોર્નિયા ના ગુજરાતી સિનીયર ફ્રેન્ડ સર્કલના ઉપક્રમે વેબિનાર યોજાયો – ઇમિગ્રેશન નિતિના ઊંડા અભ્યાસી શ્રી. જોસેફભાઈ પરમારે સમજણ આપી.

Learning process never ends and so the exams, throughout our life.

From the beginning of August we find “back to school” banners and advertisement all around. The sun and fun ends when school year starts. Come September and all the schools and colleges opens the doors for students. We do all the preparation specially books as per curriculum.

 

સપ્ટેમ્બર શરૂ થતાં જ અહીં અમેરિકા ખાતેની લગભગ બધીજ શૈક્ષણિક સંસ્થાઓનું નવું સત્ર શરૂ થઈ જાય છે. ઓગષ્ટની શરૂઆતથી શાળા-કોલેજને લગતી સામગ્રી મેળવવા માટે બધા વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ તૈયારી કરતા હોય છે. સૌથી અગત્યનું હોય છે અભ્યાસક્રમના પુસ્તકો મેળવવાનું.

 

જ્યારે ભણવાનું પૂરુ થાય ત્યારે એમ લાગે કે – છુટ્યા – પણ જીવનમાં નવું જાણવા, નવા ફેરફાર સાથે તાલ મેળવવા, નોકરીમાં બઢતી મેળવવા વગેરે કારણોસર આપણે નવું ભણવું પડે છે, પરીક્ષા આપવી પડે છે.

 

આજ રીતે જ્યારે ગુજરાતથી નવા વસાહતીઓ અમેરિકાને પોતાની કર્મભૂમિ બનાવવા આવે છે ત્યારે તેમણે પણ અમુક પરીક્ષાઓમાંથી પસાર થવું પડે છે. પોતાની આવડતને અનુરૂપ અમેરિકામાં કામ કરવાનું પ્રમાણપત્ર મેળવવું પડે છે – વાળ કાપવાથી માંડી બધાં કામ માટે! આ ઉપરાંત સૌથી પહેલાં વાહન (કાર) ચલાવવાનું લાયલન્સ મેળવવાની પરીક્ષા. અને પાંચ વરસના વસવાટ બાદ અમેરિકાનું નગરિત્વ મેળવવા માટે ફરી પાછી પરીક્ષા.

 

મારા પિતા અને જન્મજાત શિક્ષક શ્રી.જોસેફ પરમાર ઉપર જણાવેલી બે મહત્વપૂર્ણ પરિક્ષાઓ સારી રીતે પસાર કરી શકે એની સમજ આપતા પુસ્તક બહાર પાડીને નવા ગુજરાતી વસાહતીઓને વરસોથી મદદરૂપ થઈ રહ્યા છે. અમેરિકાસ્થિત લોકો ગુજરાતની સંસ્કૃતિ, પરંપરા, સાહિત્યને જાળવવાના અને ઉજાળવાના ઘણા પ્રયાસો કરે છે. એમાંનો એક છે નાટ્ય મહોત્સવ. “ગુજરાત દર્પણ” ના શ્રી. સુભાષ શાહ, “ગુજરાત ફાઉન્ડેશન” ના શ્રી. કૌશિક અમિન અને “શાકુંતલ આર્ટ્સ” ના શ્રી. શૈલેષ ત્રિવેદી ના સહયોગથી યોજાતો કાર્યક્રમ. આ કાર્યક્રમનો અહેવાલ અમેરિકાસ્થિત સાહિતકાર શ્રી.હરનિશ જાનીએ પોતાની કટારમાં આલેખ્યો છે. આ લેખમાં શ્રી. જોસેફ પરમારના પુસ્તકો નો ઉલ્લેખ “ગુજરાત મિત્ર” સામયિકના કટાર લેખક શ્રી. હરનિશ જાનીના આજના આ લેખમાં જોવા મળે છે. તો વાંચો એ આખો અહેવાલ………………

 

આભાર – અંગુલીનિર્દેશ – શ્રી..અશોક રાઠોડ 
If you have trouble reading please click on it to read in PDF format.
If you have trouble reading please click on it to read in PDF format.