Mrs. Smita Amodra & her husband lost their lives in car accident.

Click on the picture to read the story online.
Click on the picture to read the story online.

ભરૂચ નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, પાંચના મોત, ત્રણ ઘાયલ
Kalpesh Gurjar, Bharuch|Jul 28, 2014, 09:43AM IST

– ગોઝારો બનાવ – નેશનલ હાઇવે નંબર ૮ પર અતિથિ હોટલ નજીક કારનું ટાયર ફાટતાં સર્જાયેલી કરૂણાંતિકા
– મૃતકો અને ઇજાગ્રસ્તો ભરૂચની મંગલદીપ અને સુરભિ સોસા.ના રહેવાસી હોવાનું બહાર આવ્યું
– આમદડા દંપતી તથા ચૌહાણ પરિવારના સભ્યો માટે મોટરકારની સફર અંતિમ સફર બની ગઇ

ભરૂચ: ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતો નેશનલ હાઇવે રવિવારે ઢળતી સાંજે પાંચ લોકોના મોતનો સાક્ષી બન્યો હતો. નબીપુર પાસે આવેલી અતિથિ હોટલ નજીક બે મોટરકાર સામસામે ભટકાતાં પાંચ લોકોના જીવનદીપ બુઝાઇ ગયાં હતાં. જયારે ત્રણ લોકોને ગંભીર હાલતમાં સારવાર માટે ભરૂચના ખાનગી દવાખાનામાં ખસેડાયા હતાં. ભરૂચના દહેજ બાયપાસ રોડ પર સુરભિ બંગલોઝમાં રહેતાં અને યુપીએલ કંપનીમાં ફરજ બજાવતાં રણજીત ચૌહાણ તેમના પત્ની શીતલબેન, બે સંતાનો મનન અને હર્ષ, માતા હંસાબેન તથા માસી પદમાબેન સાથે તેમની આઇ ટેન મેગ્ના કાર લઇને વડોદરા ગયાં હતાં. રવિવારે સાંજે તેઓ કારમાં ભરૂચ આવી રહ્યાં હતાં તે વેળા અતિથિ હોટલ પાસે તેમની કારનું ટાયર ફાટી જતાં તેમણે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો.

બેકાબુ બનેલી કાર ડીવાઇડર કુદાવીને રોંગ સાઇડ પર જતી રહેતાં વડોદરા તરફ જતી ફોર્ડ ફીગો કાર સાથે અથડાઇ હતી. બંને કાર વચ્ચે થયેલાં અકસ્માતમાં બે બાળકો સહિત ૧૦થી વધારે લોકોને ઇજા પહોંચી હતી.ગંભીર ઇજાને પગલે ત્રણ મહિલા અને બે પુરૂષોએ ઘટના સ્થળે દમ તોડી દીધો હતો. ફોર્ડ ફીગો મોટર કારમાં ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલી મંગલદીપ સોસાયટીમાં રહેતાં આમદડા પરિવારના માઇકલ આલ્બર્ટ આમદડા, સ્મિતા આલબર્ટ આમદડા, એલીન આલ્બર્ટ આમદડા અને જય નિશિત પંડયા બેઠેલા હોવાનું જાણવા મળ્યું હતું.એસ.પી. બિપિન આહિરે, ટ્રાફિક પીએસઆઇ એન.કે.કામલીયા ઘટના સ્થળે દોડી જઇ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તેવા પ્રયાસો હાથ ધર્યા હતાં.

આગળ વાંચો, અકસ્માતમાં જીવ ગુમાવનારા હતભાગીઓ, અકસ્માતમાં ઇજાગ્રસ્તો, બંને મોટરકાર પ્રથમ ટ્રેકમાં ચાલતી હતી

ભરૂચ નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, પાંચના મોત, ત્રણ ઘાયલ
(અકસ્માતની જાણ થતા ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા)

બેકાબુ બનેલી કાર ડીવાઇડર કુદાવીને રોંગ સાઇડ પર જતી રહેતાં વડોદરા તરફ જતી ફોર્ડ ફીગો કાર સાથે અથડાઇ હતી. બંને કાર વચ્ચે થયેલાં ગમખ્વાર અકસ્માતમાં બે બાળકો સહિત ૧૦થી વધારે લોકોને ઇજા પહોંચી હતી.અકસ્માતને પગલે સ્થાનિક રહિશો દોડી આવ્યાં હતાં અને કુડદો બોલી ગયેલી મોટરકારોમાંથી ઇજાગ્રસ્તોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. ગંભીર ઇજાને પગલે ત્રણ મહિલા અને બે પુરૂષોએ ઘટનાસ્થળે દમ તોડી દીધો હતો. ફોર્ડ ફીગો મોટરકારમાં ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલી મંગલદીપ સોસાયટીમાં રહેતાં આમદડા પરિવારના આલ્બર્ટ માઇકલ , સ્મિતા આલબર્ટ આમદડા, એલીન આલ્બર્ટ અને જય નિશિત પંડયા સવાર હોવાનું જાણવા મળ્યું હતું.

આલ્બર્ટ માઇકલ નર્મદા પ્રોજેકટમાં તથા તેમના પત્ની જીએનએફસી શાળામાં શિક્ષિકા હોવાની વિગતો સપાટી પર આવી હતી.અકસ્માતની જાણ થતાં જિલ્લા પોલીસવડા બિપિન આહિરે, ટ્રાફિક પીએસઆઇ એન.કે.કામલીયા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તેવા પ્રયાસો હાથ ધર્યા હતાં. અકસ્માતને પગલે નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ થઇ ગયો હતો. વરસતાં વરસાદમાં પોલીસ જવાનોએ ભારે જહેમત ઉઠાવી બંને તરફનો વાહનવ્યવહાર પૂર્વવત કર્યો હતો. નબીપુર પોલીસે મૃતકોના મૃતદેહોને પોસ્ટમાર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયાં હતાં જયાં પરિવારના સભ્યો તથા મિત્રો મોટી સંખ્યામાં એકત્ર થઇ જતાં વાતાવરણ ગમગીન બની ગયું હતું.

અશ્રુ, વિજય, સ્મિતા, પુનિતા અને નિલેશ સાથે અમે મરિયમપુરામાં સાથે રહેતા હતા. અમે જ્યારે આણંદ રવિકુંજમાં રહેવા આવ્યા ત્યાર બાદ તેઓ પણ ત્યાં રહેવા આવ્યા હતા. અમારે ઘણો ઘનિષ્ટ સંબંધ હતો. બે વર્ષ પહેલાં સ્મિતાનો દિકરા સ્ટેલિનનું લંડનમાં અકાળે અવસાન થયું હતું. આ અકસ્માતમાં સ્મિતાની દિકરી એલિન ગંભિર રીતે ઘવાયેલ છે. પરમપિતા મુએલાઓના આત્માને પરમ શાંતિ બક્ષે અને એલિનને સાજાપણું બક્ષે એવે પ્રાર્થના.

2 thoughts on “Mrs. Smita Amodra & her husband lost their lives in car accident.”

  1. SAD NEWS ……….May God give strength to bear the loss and
    May their souls Rest In Peace. Amen.

    Br.Cyril Macwan,CTM. n Family

  2. THE MOST PATHETIC ACCIDENT ONE HAS NEVER HEARD EVER !
    MAY THE DECEASED SOUL REST IN ETERNAL PEACE ! N PRAY FOR ALIN FOR HER SPEEDY RECOVERY N MAY GOD GIVE STRENGTH TO BEAR THIS LOSS TO ALL THEIR RELATIVES !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.