Category Archives: News & Events

આઈકન સાયન્ટીફીક

જુલાઈ ૦૨, ૨૦૧૧: ડો.મનીષ વાલેસ (મેડીકલ ઓફિસર, ચિખોદરા) તથા ડો.કલ્પના વાલેસની સુપુત્રી ચિ.કિનિશાએ આઈ.આઈ.ટી., મુંબઈ ખાતે યોજાયેલ આઈકન સાયન્ટીફીકની સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લીધો હતો. આણંદ ખાતે સીલેક્શન સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં કિનિશાની પસંદગી થઈ હતી અને મુંબઈ ગઈ હતી. તેણે બનાવેલ સબમરીનનો પ્રોજેક્ટ આઈકોન સાયન્ટીફીકના ફ્રેન્ચાઈઝ શરદભાઈ તથા કિંજલબેનને ખૂબ પસંદ પડ્યો હતો. સ્પર્ધામાં દેશભરમાંથી સ્પર્ધકો આવ્યા હતા. મુંબઈ જવા આવવા સ્પર્ધકોને તથા તેમના વાલીઓને ટ્રેનના પ્રવાસની સુવિધા પૂરી પાડવામાં આવી હતી તથા ઊચ્ચ કક્ષાની હોટેલમાં તેમને ઉતારો આપવામાં આવ્યો હતો.

 

સ્પર્ધામાં પ્રથમ નંબરે આવનારને અમેરિકા ખાતે નાસાનો પ્રવાસ જ્યારે બીજા નંબરે આવનારને રૂ. ૧૦૦૦ નું ગીફ્ટ વાઉચર તથા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ચિ. કિનિશાને દ્વિતીય ઈનામ પ્રાપ્ત થયું હતું. કિનિશાને તેના અભ્યાસ સાથે સાથે નૃત્યનો શોખ છે જેમાં હવે મુંબઈની સ્પર્ધામાં મળેલી સફળતાને લીધે સાયન્સ તથા ટેકનોલોજીમાં પણ રસ જાગ્યો છે. ચિ. કિનિશાને તથા તેને પ્રોત્સાહન અપનાર તેનાં માતા-પિતાને આપણાં હાર્દિક અભિનંદન !

(પ્રેષક: ફાધર વિલિયમ)