Tag Archives: Manish Macwan

Please visit YayavarCharotar.com a bridge between local and abroad Charotarians.

Please visit YayavarCharotar.com a bridge between local and abroad Charotarians.

Please click on the image to visit the site.

Yayavar Charotar is the first Gujarati language website that connects Gujaratis living abroad with local Gujaratis. Yayavar is an attempt to make Gujaratis living abroad, specially Charotar residents, aware of what is happening in their backyards. Yayavar Charotar is a bridge between the Charotar people living abroad and the local Charotar people.

અમદાવાદથી શ્રી. મનીષ મેકવાન, યાયાવર ચરોતર નામનું પોર્ટલ ચલાવે છે. આ પોર્ટલની લિંક ઉપરના પિક્ચરને ક્લિક કરવાથી ખોલી એની મુલાકાત લો.  અને એ પ્રમાણેના સબ્જેક્ટ પર તમારું કોઈ લખાણ હોય તો એમને મોકલી શકો છો. મોટાભાગે નોસ્ટેલ્જિક મટિરિયલ સાથેનાં લખાણનો આશય એમના પોર્ટલનો છે. ખાસ કરીને ચરોતરનાં ગામ, ઘટના અને વ્યક્તિઓનો. બિલકુલ મેઈન સ્ટ્રીમ સેક્યુલર.

અભિનંદન – કાકા કાલેલકર પ્રવાસવર્ણન નિબંધ સ્પર્ધા ૨૦૧૫ ના પ્રથમ પરિતોષિક વિજેતા શ્રી. મનીષ મેકવાન અને આશ્વાસન પરિતોષિક વિજેતા શ્રી. કમલેશ ડોડિયા.

આપણા સમાજના સભ્યો વિવિધ ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે એનો આનંદ અને ગૌરવ છે. જાણીતા અભિનેત્રી શ્રી. સંગીતા જોષી અને એમના પતિ, જાણીતા એડવોકેટ શ્રી.સુધીર શાહ આયોજીત આ વરસની શ્રી. કાકા કાલેલકર પ્રવાસવર્ણન નિબંધ સ્પર્ધા નું પ્રથમ પારિતોષિક ((રૂ. ૫૧,૦૦૦) શ્રી. મનિષ મેકવાનને હાંસીલ કર્યું છે. તો પ્રથમ દસ વિજેતાઓમાં સ્થાન મેળવી શ્રી. કમલેશ ડોડિયાએ આશ્વાસન પરિતોષિક ((રૂ. ૧,૦૦૦) મેળવ્યું છે. બંને યુવા સાહિત્યકારોને ખૂબ અભિનંદન. એમનો સાહિત્યિક પ્રવાસ આગળ અને આગળ વધે એવી અભ્યર્થના.
આયોજકોની ઈચ્છા બધા સ્પર્ધકોની કૃતિઓને પુસ્તક રૂપે પ્રકાશિત કરવાની છે આથી જ્યાં સુધી પુસ્તક પ્રકાશિત ના થાય ત્યાં સુધી આ કૃતિઓ પણ જાહેર ન કરવી એ યોગ્ય છે. તો ખેદ સાથે જણાવવાનું કે આ કારણોસર આ બંને કૃતિઓને અહીંથી તાત્કાલિક દૂર કરવામાં આવી છે. 

KakaKalelkar

ManishMacwan

શ્રી. મનીષ મેકવાને પોતાની આગવી શૈલીથી નોખું જ નામ કંડાર્યું છે. નવગુજરાત સમયમાં ‘આસી.  એડિટર’ તરીકેની જવાબદારીઓ સંભાળવા ઉપરાંત તેઓ નિયમિત રીતે સાહિત્યના દરેક ક્ષેત્રમાં ખેડાણ કરતા રહે છે. જેહાદી અને જખમ જેવી નોખા અને નવતર વિષય વસ્તુ ધરાવતી નવલકથાઓથી આપણે સુપેરે પરિચિત છીએ જ. તાજેતરમાં, કાકા કાલેલકર પ્રવાસ વર્ણન સ્પર્ધામાં એમની “બેંગકોક – એક થાઈ છોકરીની પ્રાર્થના” કૃતિએ ટોચ પર રહીને મેદાન માર્યું છે. – શ્રી. કમલેશ ડોડિયા. 

 

KamalDodia

આશ્વાસન ઇનામ – કાકા કાલેલકર પ્રવાસ વર્ણન સ્પર્ધાનું પ્રથમ ઇનામ શ્રી.મનીષ મેકવાનને ફાળે આવ્યું છે. સાથે સાથે એજ સ્પર્ધામાં પ્રથમ દસની યાદીમાં પણ શ્રી. કમલેશ ડોડિયાનો સમાવેશ થયો છે. એમની કૃતિ ” હાવજ ગાંગર્યો ને હાંજા ગગડ્યા”.