102 years old Dhuliben Jadav of Staten Island, NY (Grandma of Shilpa VK Macwana) has passed away,

 

Dhuliben

 

FAREWELL SERVICE

 

Relatives and friends are invited to pay their respect as per the following schedule:

 

Viewing on Friday, May 24, 2013 between  6PM-9PM

Place – Martin Hughes Inc. Funeral Home

530 Narrows Rd. South Staten Island NY 10304

 

The Farewell ceremony will be held at 10AM on Saturday, May 25, 2013

Place – Martin Hughes Inc. Funeral Home

530 Narrows Rd. South Staten Island NY 10304

 

followed by Burial

Location: Rosedale Cemetery 355 Linden Avenue Linden, NJ 07036.

 

May God rest her in peace.

ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ યોજીત મે મહિનાની ગુલાબમાળાની ભક્તિ – મે ૨૫, ૨૦૧૩ શનિવારે રાત્રે ૯:૦૦ વાગે.

 

Mary_Rosary-2

 

ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ વતી સર્વે મિત્રોને જણાવવાનુકે તારીખ 5/18/2013 (મે મહિનાના ચોથા શનિવાર) ના રોજ મે મહિનાની ગુલાબમાળાની ભક્તિ શ્રી પૂર્વી અને અમિત મેકવાનના નિવાસસ્થાને  રાખેલ છે.  તો આપ સર્વેને પધારવા આમંત્રણ છે.

 

               સમય:૮:૩૦-૯:૦૦ (ભેગા થવું)

                           ૯:૦૦ (ભક્તિ શરુ)

 

શ્રી અમિત મેકવાનના ઘરનું સરનામું અને ફોન નંબર નીચે પ્રમાણે છે.

 

119 Leonard Avnue

South Plainfield, NJ -07080

Home:732-956-2079

Cell: 201-779-5676

 

આપ સર્વને ભક્તિમાં મળવાની અપેક્ષા સહ,

 

શાંતિલાલ પરમાર, પ્રમુખ

GCSofUSAlogo

લગ્ન જીવનના ૫૦ વર્ષ પૂરાં કરવા માટે મારા પ્રિય કાકા-કાકીને ખૂબ ખૂબ અભિનંદન. સવિતા જોન પરમાર અને જોન (રમણ) બેડા પરમાર.

Ramankakas50th

 

જેમની આંગળી પકડીને બાળમંદિર ના પગથિયાં ચડ્યો હતો અને જે ઘોડો બની મને સવારી કરાવતા હતા એવા મારા પ્રિય કાકાને આજે આ સુવર્ણ પ્રસંગે સાષ્ટાંગ દંડવત પ્રણામ અને ખૂબ ખૂબ અભિનંદન. ખીચી આમાં, મચુ આમાં કરતાં કરતાં એ દિવસ આવ્યો જ્યારે તમે સ્વાદિષ્ટ રસોઈ કરનારા અને પ્રેમથી ખવડાવનારા કાકી લઈ આવ્યા. સવિતા કાકી. બાળપણ થી જુવાની સુધીના એ દિવસો આજે પણ યાદ છે જ્યારે કાકી ના હાથે ભાવતું ભોજન માણતો હતો.

 

મારા મમ્મીએ કહેલી વાત અત્યારે યાદ આવે છે કે જ્યારે તે પરણીને આવી હતી ત્યારે કૂવામાંથી પાણી ખેંચીને ભરવું પડતું હતું. એ કામ એને ઘણું અઘરું લાગતું પણ દિયરનો મજબૂત હાથનો સહારો એ ક્યારેય ભૂલી નથી. લકવા ગ્રસ્ત મારી મમ્મી જ્યારે ગુજરાતની મુલાકાતે આવેલી ત્યારે તમે (કાકા-કાકી) અને ખાસ કરીને કાકીએ કરેલી ચાકરી મારી મમ્મી કેટલીય વાર અમને કહેતી હતી.

 

તમારા દાંપત્ય જીવનની સફળતા એ તમારાં છ પુત્ર-પુત્રીઓ અને નવ પોત્ર-પૌત્રીઓ છે. સખત પરિશ્રમ અને દીર્ઘ દ્રષ્ટી ના કારણે તમે બંનેએ બધાં બાળકોને જરૂરી ભણતર અપાવ્યું અને બધાંને યોગ્ય પાત્ર સાથે પરણાવી ઠેકાણે પાડ્યાં.

 

 

અમેરિકા સ્થિત તમારા મોટાભાઈ અને સમગ્ર પરિવાર ગૌરવપૂર્વક તમારા લગ્ન જીવનની આ સુવર્ણજયંતીના મઘુર પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. તમારી ઉજવણીમાં અમે હાજર નથી રહી શક્યા એનું દુ:ખ છે પણ પરસ્પરના પ્રેમનો અહેસાસ અવશ્ય હાજર હતો, છે અને રહેશે.

 

પરમપિતાની અસીમ કૃપાથી તમારા બંનેની તંદુરસ્તી સારી છે અને પ્રભુને એજ પ્રાર્થના કે કાકા-કાકીને તંદુરસ્ત અને સુખમય દીર્ઘ આયુષ્ય બક્ષે. તમારો પ્રેમ અને આશિર્વાદ અમારા પર વરસાવતા રહેજો.

 

આ સાથે તમારી અમેરિકાની મુલાકાત દરમ્યાન કેમેરામાં કેદ થયેલ છબિઓ સંભારણાં પેટે. થોડી જુની છબીઓ પણ છે. (પિક્ચર- કેતન ક્રિશ્રિયન)      

 

 

JohnBParmarAnniv

મારું જીવન…મારાં સ્વજન…મારો સમાજ…મારું જગત…૨૦૦૪ થી આ જાળું ગૂંથી રહ્યો છું…