Gujarati Catholic Samaj of USA celebrated 5th birthday.

GCS5thbirthday

 

 

પાંચ પાંચ વરસ સુધી કોઈ સંગઠન ચલાવવું અને એ પણ કોઈ જાત ના સંઘર્ષ કે આંતરકલહ વગર એ સ્વંય એક મોટી સીધ્ધી છે. મોટા ભાગ ના સંગઠનો ક્યાંતો ધીમા પડી જતા હોય છે કયાં તો એના ભાગલા થઈ જતા હોય છે.

 

આપણી સંસ્થા ના સ્થાપક અને સમાજ ના આગેવાન શ્રી જોસેફ પરમાર અને વર્તમાન પ્રમુખ શ્રી શાંતીલાલ પરમાર ની સબળ આગેવાની હેઠળ ગુજરાતી કેથલિક સમાજે જે પ્રગતિ સાધી છે તે જોઈને ગર્વ અનુભવાય છે.

 

ખાસ કરી ને ભારત થી અહીં આવી ને વસતા આપણા ગુજરાતી ખ્રીસ્તીબંધુઓ ને પોતાની માતૃભાષા માં જ ઈશ્વર નો મહીમા કરવાનો મોકો મળે તે માટે ના સબળ અને સફળ પ્રત્યનો કાબીલે તારીફ છે. તપઋતુ દરમ્યાન ક્રુસ નાં માર્ગ ની ભક્તી હોય કે નાતાલ દરમ્યાન ઈસુ ના જન્મ ની ઊજવણી હોય. ગુજરાતી કેથલિક સમાજ આપણી ભાષા માં કાર્યકમો યોજી ને સહુ ને ભક્તી માં તરબોળ કરી દે છે. દર વરસે ભારત થી મુલાકાતે આવતા ધર્મગુરુ ઓ સાથે ગુજરાતી ખ્રિસ્તયજ્ઞ નું આયોજન પણ થાય છે.

 


ગુજરાતી કેથલિક સમાજ ના સર્વ હોદેદ્દારો ને તથા સર્વ સભ્યો ને ખુબ ખુબ અભીનંદન…આ કદાચ પહેલું એવું સંગઠન છે કે જ્યાં લોકો હોદ્દો મળે તો સ્વીકારવાની ના પાડે છે અને છતાં નીસ્વાર્થ ભાવે સક્રીય સેવા ચાલુ રાખે છે.

 


મને વીશ્વાસ છે કે આવનારા વરસો માં સંસ્થા આમ જ પ્રગતી કરશે અહીંયા સ્થાયી થએલા સભ્યો ને ઈસુ ના મારગે ચાલવા માં રાહબારી પુરી પાડશે.

 

A VERY VERY HAPPY 5th BIRTHDAY TO Gujarati Catholic Samaj of USA….

 

રાજ મેકવાન

 

ગુજરાતી કેથલિક સમાજ ની પાંચમી વરસગાંઠ ની ઉજવણી

Posted by Gujarati Catholic Samaj of USA on Saturday, March 28, 2015

3 thoughts on “Gujarati Catholic Samaj of USA celebrated 5th birthday.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.