સસ્તી લોકપ્રિયતા, અદેખાઈ – સત્યની પરાશીશી – ઇશ્વર સાથે જોડાણ!

પ્રિય મિત્રો,
 
મારી આ વેબસાઈટ પર છેલ્લા આઠ વર્ષમાં કોઈ નકારાત્મક કે વિવાદાસ્પદ લેખ, સમાચાર, પિક્ચર કે વિડીયો ક્યારેય પ્રકાશિત કર્યા નથી. ભાઈ વિજયની કડક અને ચેતવણી ભરી ઈમેલનો નમ્રતાથી માફી માગતો અને મારી નિર્દોષિતા દર્શાવતી ઈમેલની કોપી આપને મોકલી ચૂક્યો છું જે નીચે પણ આપી છે.
Sent: Tue, 07 Aug 2012 02:42:46 +0000
Subject:My response to Vijay Macwan’s Email

 

પ્રિય મિત્રો
૨૦૦૪ થી ગુજરાતી ક્રિશ્ચિયન સમાજના સમાચાર લોકો સુધી પહોંચાડવાનું આ વેબસાઈટ દ્વારા કરી રહ્યો છું. સમાચાર અને પિક્ચર વગેરે તમે મિત્રો મોકલતા રહ્યા એને કોઈપણ નાંણાકિય કે રાજકીય કે કોઈપણ પ્રકારના ફાયદાની અપેક્ષા વગર બધાં ને પહોંચાડતો રહ્યો છું. અને મોકલનારના નામ સાથે એને જાહેર કરતો રહ્યો. સેંકડો વાચકો રોજ મુકાલાત લઈ પ્રતિભાવ દ્વારા ઈમેલ દ્વારા ફોન દ્વારા હમેશ આપે સહકાર આપ્યો છે. માનનીય બિશપ થોમાસ મેકવાન અમેરિકાની મુલાકાતે આવી રહ્યા છે તે જાણ કરતી રજુઆત માટે બિશપ સાહેબનો લાંબી દાઢીવાળો પિક્ચર ગુગલ પર શોધ્યો અને એને કાપકૂપ કરી હાથ પેઈટીંગની અસર વાળો પિક્ચર જાણે કે બિશપ સાહેબનું પ્રોટ્રઈટ જેવું બનાવ્યું અને એના એક ખૂણા પર મારી વેબસાઈટનું નામ લખ્યું એના માટે ભાઈ વિજયે મારી પર નીચેની ઈમેલ મોકલી અને સાથે સાથે ત્રણ બિશપ સાહેબને અને યાજ્ઞિકોને મોકલી. અને એનાથી ભાઈ વિજયને સંતોષ ના થયો તો ફેસબુક પર એમણે આ જાહેર કર્યું તો મને થયું કે મારા વાચકોને પણ આની જાણ હોય તો સારું. આપના પ્રતિભાવ સંયમસહિત સુયોગ્ય ભાષામાં જણાવજો. 
 
Subject: My response to your email
From: Jagadish Christian (jagadishchristian@yahoo.com)
To: vijumac1111@gmail.com;
Cc:  thomas_macwan Arch Bishop Stanny s.j. Godfrey Rozario  ashok gurjarvani Devasia Muthuplackal
Bcc:  
Date: Monday, August 6, 2012 9:37 PM
 
Dear Vijay,
Please accept my sincere apology if the modification of the picture has caused any inconvenience to you. Please note the picture has been permanently deleted from the website and is being replaced. In past I have linked your news with your name and you have done the same. I have been running this website since 2004 and I have always given the due credit to the news/picture provider and or source. This website is neither for any financial gain nor for any political agenda. There was no ill intention behind the modification. The only motive behind this website is to provide information to fellow Gujarati Christian worldwide, specially those NRI.
I appreciate you sending me private email to bring it to my attention but little surprised to see the list of copy recipients
The link with new picture.
Thanks & Regards…Jagadish Christian

From: vijay macwan <vijumac1111@gmail.com>
To: Jagadish Christian <jagadishchristian@yahoo.com>
Cc: thomas_macwan Arch Bishop Stanny s.j. Godfrey Rozario  ashok gurjarvani Devasia Muthuplackal
Sent: Sunday, August 5, 2012 12:08 PM
Subject: Re: થોડા નવા સમાચાર અને માહિતી – આપની મુલાકાત માટે આભાર

Dear Jagdishbhai,
You have been doing good work through your personal website and appreciate your hard work. Have been checking and reading your news which are provided by others from Gujarat. Like to give you one suggestion. One photo of BBN is used in your recent news of Rev. Bishop Thomas Macwan in your website which BELONGS TO BBN. 
The photo of Rev. Bishop is given mosaic effects and you have given your website name. The original photo was clicked by BBN in the ordination of Rev. Fr. Aswin Parmar SDB at St. Mary’s School, Nadiad, The Camera was used Sony HXR-, Date 27-Dec-2010 at 3 pm. 
I understand you might have missed out while uploading and preparing the news but now you can change your name on the photo and give courtesy to BBN or may remove it. It would be nice if you can take permission and do it next time.You know  am very open and never say no. Kindly also let me know once it is changed or deleted from your website that would give professional impression. This is only to remind that if you do not do the same it creates your bad image 
This was only a suggestion. You know better than me what is good and bad 
Kindly note that BBN has given permission to Gurjarvani for the same and is given courtesy to BBN for the same. Please click the below given link for original photo.
http://gurjarvani1.blogspot.in/2011/01/fr-ashwin-sdb-ordination.html
Miss used photo link
https://jagadishchristian.com/?p=2138 
Stay connected and continue doing good work.
In Christ,
Vijay Macwan
 
 
એના અનુસંધાનમાં આપ સૌના ઈમેલના જવાબ અને ફેસબુક પરના પ્રતિભાવ માટે બધાનો આભાર પણ કેટલાક મિત્રોની વાત પરથી એવું લાગે છે કે તેઓ વાતને બરાબર સમજી નથી શક્યા. એટલે વિચાર્યું કે માંડીને બધી વાત કરી જ દઉં. અને આ ચોખવટ કરવા પાછળનો હેતુ  કોઈનું અપમાન કરવાનો કે નીચા બતાવવાનો નથી પણ મને ગણતરીપૂર્વક અપમાનીત અને બદનામ કરવાનો જે હિન પ્રયત્ન થયો છે એ અદેખાઈ અને બદલાની ભાવનાને સ્પષ્ટ કરવાનો છે. 
 
આપ સૌ જાણો છો કે ૨૦૦૪ થી હું આ વેબસાઈટનું સંચાલન કરું છું. ૧૯૮૫ માં જ્યારે આ દેશમાં આવ્યો ત્યારે કમ્પુટરના “ક” ની પણ ખબર ન હતી. ક્યારેય જોયું ન હતું તો વાપરવાની વાત જ ક્યાંથી હોય. આ દેશમાં સ્થિર થવા માટેની જરૂરિયાત સમજી થોડું ઘણું પ્રાથમિક જ્ઞાન મેળવ્યું. અને પછી અખતરા કરતા કરતા એક દિવસ વેબસાઈટ બનાવવાની ઈચ્છા થઈ. ઈમેલ વગેરેની સગવડ શરૂ થઈ તો મોટા ભાગના લોકો પોતાના નામનો ઉપયોગ કરતા તેમ વેબસાઈટને નામ પણ પોતાનું જ આપી દીધું. હવે વ્યક્તિગત વાતો કરી કરીને કેટલી કરી શકાય? અને હું જાત-વખાણમાં બહુ માનતો નથી. તો વિચાર આવ્યો કે સામાજિક, ધાર્મિક પ્રસંગો અને પ્રવૃત્તિઓની માહિતી સમાજના લોકો સુધી પહોંચાડું. મોટા ભાગના આપણા પ્રસંગો ખાસ કોઈ વર્તમાનપત્રોમાં જગ્યા નથી મેળવી શકતા. ‘દૂત’, ‘કેથોલિક સમાચાર’, ‘નવક્રાન્તિ કે ‘ખ્રિસ્તિબંધુ’ વગેરે સામયિકોમાં અમુક સમાચાર ટૂંકાણમાં પ્રકાશિત થતા અને થાય છે અને તે પણ પ્રસંગ પત્યા બાદ.
 
જાહેર જીવનમાં પડેલી વ્યક્તિઓ, પ્રખ્યાત વ્યક્તિઓ ના ઢગલાબંધ પિક્ચર ઈન્ટરનેટ પર ઉપલબ્ધ હોય છે. સ્કૂલ-કોલેજમાં પ્રોજેક્ટ બનવાવા માટે બધાજ ઈન્ટરનેટનો સહારો લેતા હોય છે. પી.એચ.ડી. કરનારા પણ માહિતી અને ચિત્રો ઈન્ટરનેટ પરથી મેળવતા હોય છે. પોતાના વ્યક્તિગત બ્લોગ, સાઈટ કે સોસિયલ નેટવર્કમાં પણ જાહેર જીવનની વ્યક્તિઓના પિક્ચરનો બેફામ ઉપયોગ કરે છે. હમણાં જ બોલિવુડના પ્રથમ સુપરસ્ટાર શ્રી. રાજેશ ખન્નાનું નિધન થયું તો એમના હજારો પિક્ચર લોકોએ કોપી કર્યા. હવે એ બધા ‘સોની’ના કેમેરા લઈને રાજેશ ખન્નાના પિક્ચર પાડવા ગયા ન હતા. આપણે સ્કૂલ-કોલેજના વાર્ષિક મહોત્સવમાં ફિલ્મી ગીતો ગાતા હોઈએ છીએ અને વાહ વાહ મેળવતા હોઈએ અને ઈનામ પણ મેળવતા હોય છે જે ગીતને કોઈ ગીતકારની કલ્પનાના વાઘા મળ્યા હોય તો કોઈ સંગીતકારની તરજથી તરાશાયું હોય છે સુમધુત કર્ણના માલિકના સ્વરથી એને સજાવ્યું હોય છે. આના માટે કોપીરાઈટનો વાંધો નથી પણ આ જ ગીતોનો ઉપયોગ ‘સારેગામા’ કે ‘India Idol” કરવા માટે કોપીરાઈટ લેવા પડે છે અને રોયલ્ટી ચૂકવવી પડે છે કારણ એમાંથી નાણાંની કમાણી થાય છે. આજકાલ મોટા ભાગના લોકો IPOD નો ઉપયોગ કરે છે અને દુનિયાભરના ગીતો અને વિડીયો ગેરકાનુની રીતે કોપી કરે છે પણ એ વ્યક્તિગત ઉપયોગ માટે છે તો ચાલ્યા કરે છે.
 
આજકાલ કેમેરા વસાવવો એ સામાન્ય થઈ ગયું છે. અને દરેક મોબાઈલ ફોન પણ હવે કેમેરા સાથે જ આવે છે. શાકભાજીની લારીવાળા અને ભિખારીઓ પણ ફોન રાખતા હોય છે. કોઈપણ જાહેર કાર્યક્રમ વખતે અલગ અલગ વ્યક્તિ દ્વારા કંઈ કેટલાય પિક્ચર લેવાતા હોય છે. હવે એ કાર્યક્રમ પુરોહિતની દીક્ષાનો હોય કે “દૂતશતાબ્દી” નો હોય કે કોઈની મરણોત્તર પ્રાર્થનાસભા હોય કે લગ્નનો હોય. લગ્નમાં નિર્ધારિત કેમેરામેન હોય છે પણ એના પિક્ચર તૈયાર થઈને આવતા બે-ચાર દિવસ તો કયારેક બે-ચાર અઠવાડિયા થઈ જાય છે પણ મોબાઈલ દ્વારા લિધેલા પિક્ચર તો એજ લગ્નવિધિ ચાલતી હોય અને ફેસબુક પર મુકાતા હોય છે. નાના બાળકો પણ મોબાઈલ ફોનથી સુંદર પિક્ચર લઈને સોસિયલ નેટવર્ક પર પોસ્ટ કરતા હોય છે.     
 
લગભગ ૧૯૯૫ થી આજ સુધીમાં માનનીય બિશપ શ્રી. થોમાસ મેકવાન અમારા ઘરે કેટલિય વખત આવી ચૂક્યા છે. અમારા સંગ્રહમાં એમના પિક્ચર પુષ્કળ સંખ્યામાં છે. બિશપ સાહેબની વરણી થયા પછી ૨૦૦૫ ની સાલમાં જ્યારે તેઓ અમેરિકા ખાતે આવ્યા ત્યારે અમારા કુટુંબના મોટા ભાગના સભ્યો (મારી પક્ષાઘાતી મમ્મી સાથે) ફૂલહાર અને મોટાં બેનર લઈને એમના સ્વાગત કરવા માટે જેએફકે એરપોર્ટ પર પહોંચી ગયા હતા. નીચે એ પ્રસંગના પિક્ચર જોઈ શકો છો.
 ઉપરના પિક્ચર પર ક્લિક કરો બીજા પિક્ચર જોવા માટે. ક્યા કેમેરાથી લીધેલા તે યાદ નથી!
 
હવે પાંચ વરસના અંતરાલ પછી તેઓ ફરી એકવાર અમેરિકાની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે એની જાહેરાત માટે ક્યા પિક્ચરનો ઉપયોગ કરવો એ વિચારવા લાગ્યો. લાંબી દાઢી સાથે બિશપ સાહેબ પહેલી વખત આવી રહ્યા છે. અને એ લાંબી દાઢી સાથે બિશપ સાહેબ બહુ પ્રભાવશાળી લાગે છે તો એમનો એવો પિક્ચર મારી પાસે ન હોવાથી મેં ગુગલમાં ઇમેજ સર્ચ કરી તો મને નિચેના બધા પિક્ચર મળ્યા….એમાંથી મેં એક પસંદ કર્યું. નીચે તેના બે સ્ક્રિનશોટ જોઈ શકો છો..
 
 

image

તો એ પિક્ચર ગુર્જરવાણીની વેબસાઈટ પર હતું પણ પિક્ચરને ડાઉનલોડ કરવા માટે એ વેબસાઈટની મુલાકાત લેવી જરૂરી નથી. જો કોઈ પિક્ચર કોપીરાઈટથી પ્રોટેક્ટેડ હોય તો એ પિક્ચર તમે ડાઉનલોડ કરી શકતા નથી. મને તો ખ્યાલ પણ ન હતો કે આ પિક્ચર professional એટલે કે વ્યાવસાયિક (ધંધાદારી) તસવીરકાર વિજય દાસ મેકવાન (ભૂમેલ) દ્વારા લેવાયેલ છે. હવે એ પિક્ચરમાં જુઓ તો બિશપ સાહેબના બરાબર માથા ઉપર જે છત દેખાય છે એ કેટલી ગંદી ફાટી ગયેલી છે. કુશળ અને અનુભવી કેમેરામેન આ વાતનું ધ્યાન રાખી એ ભાગને પિક્ચરમાં આવવા જ ના દે. અને કદાચ ક્લિક થઈ ગયો હોય તો એને પ્રકાશિત કરતા પહેલા સુધારી દે. મેં આ જ પિક્ચરને કાપકૂપ કરી ફક્ત બિશપ સાહેબના પિક્ચરને પેઈન્ટ બ્રશની ઈફેક્ટ સાથે એક  પોર્ટેઈટ  બનાવ્યું, જેમ પેઈન્ટર કોઈ વ્યક્તિને સામે બેસાડીને ઓઈલ પેઈન્ટથી બનાવે તેવું. અને એની એક બાજુ નાના અક્ષરે મારી વેબસાઈટનું નામ લખ્યું. મને લાગ્યું કે લોકો જોશે તો એમને બહુ પસંદ આવશે અને ડાઉનલોડ કરી એને મઢાવીને પોતાના ઘરમાં ટીંગાવી શકે. અને જેના ધ્યાનમાં આવે તો ખ્યાલ આવે કે આ વેબસાઈટ પરથી એ પિક્ચર લેવાયું છે. અને કોઈને પોતાના વ્યક્તિગત પિક્ચરને પણ પોર્ટેઈટ તરીકે બનાવવો હોય તો વેબસાઈટ દ્વારા મારો સંપર્ક કરી શકે. આ હેતુથી મેં વેબસાઈટનું નામ લખ્યું હતું. એ પિક્ચર જોઈને કોઈ પણ એ ના પૂછે કે આ પિક્ચર ક્લિક કોણે કર્યું છે પણ એજ પૂછે કે કોણે પેઈન્ટ કર્યું છે. તો આ ચિત્રના મોડિફીકેશનથી ભાઈ વિજયનું કેટલું અને શું નુકશાન થયું એનો અંદાજ લગાવો હવે. હું જ્યારે ગુજરાતમાં રહેતો હતો ત્યારે પાનના દરેક ગલ્લા ઉપર ફિલ્મી કલાકારોના પેંન્સિલ સ્કેચ જોવા મળતા. અને એ સ્કેચના ખૂણે જેણે સ્કેચ બનાવ્યો હોય તેનું નામ હોય જ.  હવે એ સ્કેચ કોઈ પિક્ચર પરથી જ બનાવેલું હોય છે પણ કોઈ જગ્યાએ એ સ્કેચમાં એવું વાંચ્યું છે કે આ સ્કેચ ફલાણા છબીકારે ફલાણા કેમેરાથી ફલાણી તારીખે અને સમયે ફલાણી જગ્યાએ પાડેલ પિક્ચરનો છે? એકાદ દિવસ પહેલાં કેલિફોર્નિયા થી મિત્ર શ્રી. અમૃત મેકવાને બિશપ સાહેબનો એક પિક્ચર મોકલ્યો (કોણે અને ક્યા કેમેરાથી ક્લિક કર્યો છે એ ખબર નથી.) છે તેને થોડા સુધારા સાથે અહીં મુકું છું તો તમને ખ્યાલ આવે કે મેં શું કરેલું.
     
હવે ઉપરના આ પિક્ચર જોઈને કોણે ક્લિક કર્યું એવું પૂછાય કે કોણે પેઈન્ટ કર્યું એવું?
 
આ ભાઈ જાન્યુઆરી ૨૨ ૨૦૧૦ માં બ્લોગની દુનિયામાં આવ્યા તે પહેલાં મારી વેબસાઈટ પર એમના સમાચાર મૂકવા વિનંતી કરી હતી અને જુઓ નામ-ગામ સાથે એ પ્રકાશિત કરેલા…….
 

 

પહેલી વખત ભાઈનું નામ ઇન્ટરનેટ પર જોઈને બહું ખુશ થયેલા. અને મારી વેબસાઈટ માટે જુઓ એમનો પ્રતિભાવ …….. your web is a bridge between Gujarat and the world’s other countries. See it for yourself…..

 

 
મારી વેબસાઈટની ખ્યાતિ અને મને મળતી પ્રશંસા જોઈને તેમને પણ થયું કે પ્રખ્યાત થવા માટે આ સરસ રસ્તો છે! જો જગદીશ અમેરિકા બેઠો બેઠો ગુજરાતથી કનુભાઈ અને બીજાઓ દ્વારા મળતા સમાચાર મેળવી વેબસાઈટ ચલાવી પ્રસંશા પામે છે તો હું તો ગુજરાતમાં જ છું વિચારી એમણે મફતમાં બ્લોગ બનાવવા દેતા બ્લોગસ્પોટમાં બ્લોગ શરૂ કરી દીધો. એમને પણ સેતુ બાંધવાની ઈચ્છા થઈ ગઈ અને આઠ દિવસમાં બનાવી દીધો અને મને જાણ કરી તો મેં આનંદ વ્યક્ત કર્યો અને શુભકામના આપી. જુઓ તમારી નજરે………….

પણ એમના બ્લોગ પર મુલાકાતીઓની સંખ્યા નજીવી હતી. તો પહેલું કામ તેમણે પોતાના મિત્રો અને ઓળખીતાના સહકારથી મારી વેબસાઈટ માટે પિક્ચર અને સમાચાર મેળવીને મોકલનાર શ્રી. કનુભાઈ પર દરેક ધાર્મિક જગ્યા પર પ્રતિબંધ જેવું લાદી દેવડાવ્યું જેથી મારી વેબસાઈટ પર સમાચાર પહોંચી ના શકે અને એમનો બ્લોગ પ્રસિધ્ધિ પામે. હવે બ્લોગ પર સૂત્ર તો મૂક્યું છે કે “ઈશ્વર અને લોકો વચ્ચેનો સેતુ.” મુખમેં રામ ઔર બગલમેં છુરી. પ્રભુ ઈસુ સાથે જાણે કે એમને સીધો જ સંબંધ છે જેમની સાથે આપણ બધાને જોડી દેશે. (નિર્મલ બાબા જેવું જ કંઈક) અને કોઈ અગમ્ય કારણસર ગુજરાતભરના બધા તાબાના ચર્ચ કે સ્કૂલના દરેક પ્રસંગની આગોતરી ખબર ભાઈ વિજયને પહોંચતી થઈ. અને જ્યાં એ ના પહોંચી શકે ત્યાંના સ્કૂલ કે ચર્ચ સાથે સંકળાયેલા જે તે પ્રસંગના પિક્ચર, વિડીયો અને સમાચાર એમને મોકલી આપે. છતાં હું જ્યારે જયારે જરૂર લાગી છે ત્યારે ત્યારે એમના સમાચારને એમના નામ સાથે મારી વેબસાઈટ પર સામેલ કરતો હતો. નીચે એના કેટલાક નમૂના જોઈ શકો છો…..

 
 

ઉપરના સમાચાર દરમ્યાન કનુભાઈને જે તકલીફ પડી હતી એ રજુ કરી છે.

 
હવે દૂતની શતાબ્દી વર્ષની ઉજવણીનું સૌથી વધુ કવરેજ આ વેબસાઈટ પર થયેલું જેના આપ સાક્ષી છો. આજ વેબસાઈટ પર વરસોથી ‘દૂત’ની લિન્ક મુકવામાં આવે છે. અને પરદેશ વસતા ગુજરાતી કેથોલિક લોકો એનો લાભ મેળવે છે. વચ્ચે લગભગ એક વરસ ઉપરાંત સાહિત્ય પ્રકાશની વેબસાઈટ ખોટકાઈ ગઈ હતી ત્યારે આ જ વેબસાઈટ પર જગ્યા ફાળવી દર મહિને એને લોકો સુધી પહોંચાડ્યો છે. ગુર્જરવાણીની વેબસાઈટ બ્લોગ અને રેડિયોની લિન્ક પણ મારી વેબસાઈટ પર આપેલી છે (એના સંચાલકની વિનંતી અને ઈચ્છાથી) એજ સંચાલકે દૂતના નવેમ્બર ૨૦૧૦ ના માહિતી અને પ્રસારણના વિશેષાંકમાં એક સુંદર અને માહિતીસભર લેખ લખ્યો હતો તેમાં ફકત ગુર્જરવાણી બ્લોગ અને ભાઈ વિજયના બ્લોગ (જે ફક્ત ૯ મહિનાથી જ કાર્યરત હતો) નો ઉલ્લેખ હતો. એ બાબત તરફ મારા એક મિત્રએ ધ્યાન દોર્યું એટલે મેં એમને ઈમેલ મોકલી એ બાબતમાં એમનું ધ્યાન દોર્યું કે હું ૨૦૦૪થી વેબ પર છું. તો જવાબમાં કહ્યું કે મારી વેબસાઈટનો ઉલ્લેખ તો તેમણે કરેલો જ હતો પણ કદાચ ફાઈનલ એડિટીંગમાં કોઈએ એને કાઢી નાખ્યું હશે. એ લેખ વાંચવો હોય તો નીચે લિન્ક આપી છે.
આજનાં સંચાર માધ્યમો  – દૂત નવેમ્બર – પાના ૧૪ અને ૧૫
 
અને જે ઈમેલ મોકલી હતી તે પણ જુઓ.  
 
 
જાન્યુઆરી ૨૦૧૨થી દૂતની વેબસાઈટ ચાલુ થઈ તો ફરી પાછી એમની લિન્ક મૂકું છું. છતાં પણ મને દૂતની પીડીએફ ફાઈલ મોકલતા હતા. આ ગાળા દરમ્યાન ભાઈ વિજયે દૂતમાં નોકરી મેળવી દીધી હતી.
તો ફેબ્રુઆરી ૨૦૧૨ ના દૂતની ફાઈલ પણ મળી અને લિન્ક પણ મુકાઈ ગઈ અને જાહેરાત થઈ તો મારી વેબસાઈટના એક સ્નેહિ વાચક મિત્રે દૂતના ૩૦ મા પાના પર કિશોરમિત્ર વિભાગમાં પૂજ્ય હ્રદયના પ્રભુ ઈસુ ખિસ્તની એક છબી જેમાં એક હાથમાં બિયરનું કેન અને બીજા હાથમાં ધુમાડા કાઢતી સિગારેટ તરફ ધ્યાન દોર્યું. તો તરત જ ‘દૂત’ના તંત્રીમંડળના જે સભ્યોના ઈમેલ એડ્રેસ હતા તે ઉપરાંત આર્ચબિશપ, બિશપ, માહિતી પ્રસારણ સાથે જોડાયેલા થોડા પુરોહિત વગેરેને નીચીની ઈમેલ મોકલી હતી. અને તંત્રીમંડળ સિવાય બિશપ આર્ચબિશપ ને મોકલવાનું કારણ ફક્ત એટલું જ કે આ ધાર્મિક બાબત હતી અને સાહિત્ય પ્રકાશ સાથે એમને સીધો સબંધ છે.  
“પ્રિયજન,
મારી વેબસાઈટના એક વાચક મિત્રએ દૂતમાં પ્રદર્શિત એક તસવીર તરફ મારું ધ્યાન દોર્યું જે જોઈને શરમ આવી અને તંત્રી-મંડળની આટલી મોટી બેદરકારી માટે બહુ ગુસ્સો પણ આવ્યો.
આ મહિનાના દૂતના કિશોરમિત્ર વિભાગમાં પાના નંબર ૩૦ ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્તની એક તસવીર છાપવામાં આવી છે એને ધ્યાનપૂર્વક જોવા માટે આપ સૌને વિનંતી છે. હવે દૂતનો અંક શોધવા જવાની જરૂર નથી આ સાથે એ પાનું સામેલ કરું છું એને ક્લિક કરીને જોઈ લો.
આ પહેલાં પણ મેં એક ક્ષતિ તરફ આપનું ધ્યાન દોર્યું હતું. અને ત્યારે તેમાં જણાવેલું કે ઈન્ટરનેટ પર મળતી બધી માહિતી પ્રમાણિત નથી હોતી. ત્યાંથી માહિતી લઈને એનો ઉપયોગ કરતી વખતે ખૂબ સંશોધન અને તકેદારીની જરૂર હોય છે. પણ આ વખતે જે થયું છે એ ક્ષતિ નથી પણ સંપૂર્ણ બેદરકારી છે. દૂતનું આટલું સશક્ત તંત્રીમંડળ હોવા છતાં આવી બેદરકારી એ કેવી રીતે ચલાવી શકાય?
આજે ફેસબુક પર પણ કોઈએ આનો હળવો ઉલ્લેખ કરેલો છે. આ વાત વધુ વણસે તે પહેલાં આ બેદરકારી માટે તાત્કાલિક યોગ્ય પગલાં લેવાની જરૂર છે. જાહેરમાં ચર્ચાથી ધર્મ સમાજ અને શતાબ્દી ઉજવી ચૂકેલા માસિકને ધબ્બો લાગશે.”
આ બિભત્સ છબી ઈન્ટરનેટ પરથી ઉઠાવીને દૂતમાં ચોંટાડનાર એ બીજું કોઈ નહીં પણ ભાઈ વિજય દાસ (ભુમેલ). એ પછી ખબર પડેલી. પણ ઉપરની ઈમેલ પછી સંતોષકારક જવાબ મળ્યો તો વાત વિસારે પડી. ત્યાં જ જે વાચક મિત્રે આ છબરડા પ્રત્યે ધ્યાન દોર્યું હતું એમની ઈમેલ આવી તો મેં ફરી આગળની ઈમેલ વાળા બધાને નીચીની ઈમેલ મોકલી હતી.
“Dear Fr.  / Fr. 
Thank you for replying my email regarding the image posted in the issue of February 2011 “DOOT”.
 
Like all other profession journalism has its own “code of ethics” or the “canons of journalism”. Journalism ethics are based on the principle of “limitation of harm.” The codes like truthfulness, accuracy, objectivity, impartiality, fairness and public accountability. And if and when one violate any of the ethics code one has to face the consequences. And then either you run away from it or take responsibility and apologize. And after all of that you might lose your respect, credibility and the position.  
 
Both of you have done the same in your email. There is acceptance, regret, apology and assurance for not repeating the mistakes again. But I am shocked to see the response from the person who committed this irresponsible act – Vijay Macwan. Please find below his response to one the email sent to him. I haven’t altered a single alphabet other than highlighted few lines and blocked the person’s name.
 
On Mon, 13/2/12, BBN <bbnbhumel@gmail.com> wrote:
From: BBN <bbnbhumel@gmail.com>
Subject: Re: Vijaybhai Please see (Ref: Doot of February, 2012)
To:
Date: Monday, 13 February, 2012, 9:12 PM
વ્હાલા ભાઈ,

તમારા  ઈમેઈલ માટે ખુબ ખુબ આભાર. આપણાં લોકો માટે કઈ કરવું છે અને લોકો અને ઇસુ વચ્ચે એક સેતુ બનવાનો ધેય છે અને તમારા જેવા મિત્રો આગળ  વધવામાં મદદ કરી રહ્યા છે તેનો ખાસ આનંદ છે. BBN ચલાવવા માટે  મેં જાતેજ દૂત ડીઝાઇન કરવાનું સ્વીકારેલ છે. આ વખતે કિશોરમિત્ર કલરમાં ડીઝાઇન કરવાનો મારો આનંદ વ્યક્ત કરું છું. પરંતુ તમે જે વાત કરી રહ્યા છે તે ભૂલ મારાથી જ થઇ છે તે પણ એટલાજ આનંદથી સ્વીકારું છું. અને આ ભૂલ છે તે પ્રિન્ટ થયા પછીજ અમારી નજરે આવી હતી તેનું કારણ એટલુજ કે ફોટો ખુબજ નાનો હતો અને છેલ્લી વખતે જગ્યા વધતી હતી તે અનુસંધાનમાં પ્રિન્ટીંગમાં જતા પહેલા મુકેલ. અગામી દૂત માં તેની જાણ પણ કરવામાં આવશે તેવું ટીમે નક્કી કરેલ છે.   

આપશ્રીને  જો એવું લાગતું હોઈ કે તે ખોટું છે તો તમો દૂત ઓફિસમાં જાણ કરી શકો છો.  

Stay connected
ધન્યવાદ 
વિજય 
2012/2/13
 
વહાલા વિજયભાઈ, 
 
મજા માં હશો અમે પણ અહીં ક્ષેમ્ કુશળ છીએ વધુ માં જણાવવાનું કે આ મહિના ના ફેબ્રુઆરી મહિના ના દૂત ના પેજ નંબર ૩૦ ઉપર ભગવાન ઈશુ નો ફોટો વાંધાજનક છે. તેમાં ઈશુ ને એક હાથ માં સિગરેટ અને એક હાથ માં બોટલ સાથે બતાવ્યા છે અને તેને લગતો કોઈ લેખ પણ નથી. In this photo Jesus has cigarate in one hand and Tin in second hand…
 
આ વિષે તમારું મંતવ્ય જણાવજો કે તમને શું લાગે છે? આપણે દૂત પાસે સ્પષ્ટતા માંગવી જોઈએ કે નહિ? હું નથી માનતો કે ભૂલથી આવો ફોટો મુકાય……
 
 
 
 
Vijay is a young, energetic and enthusiastic and wanted to reach high levels in life. He wants to become a bridge between Jesus and his people.  But look at his statement above he doesn’t show any regrets. He has taken up this designing responsibility to support and run his own blog BBN. Then he is saying that he noticed the error only after it was printed. If so then the editorial team should have done some damage control before publishing it. Then at the end he is asking to that person to complain to the office of “DOOT” if he thinks that something is wrong in it.  It looks like the “Doot” editorial team has given him a free hand.
 
Please don’t take me wrong but I just wanted to bring it to your attention the root cause of this problem which accidently came to my knowledge. I think he wants to do too many things too quick. My advise to him would be – just slow down. Please find below some links relating the same image which says it all.
 
The same picture was a cause for shutdown of the similar magazine publication in Kerala, India – “Vachn Jyoti” Clik here.
 
The same picture was printed in the school textbook in Meghalaya, India and the publishing company is ruined. Click here.
 
The same picture was posted in Punjab and read what happened there. Click here.
 
I would like to close this with a very old famous phrase “A picture is worth a thousand words”.
 
માર્ચ મહિનાથી હવે મને દૂતની પીડીએફ ફાઈલ મળતી બંધ થઈ ગઈ છે.  શતાબ્દી ઉજવી ચૂકેલા દૂતના સો વરસમાં કોઈ દિવસ આવી પરિસ્થિતિ ઊભી નહીં થઈ હોય કે જ્યાં આટલો મોટો ધબળકો થયો હોય અને દૂતના સંચાલક અને તંત્રીમંડળ સામે કેસ નોંધાયો હોય પણ આજે આ વ્યક્તિને કારણે એ બન્યું છે. દૂતના દરેક અંકમાં ઈસુના પાવન હ્રદયની છબી તો હોય જ છે તો ઈન્ટર્નેટ પર ખાંગાખોળા કરી એવીજ બીજી છબી ઉપાડીને છાપી નાખવાના આ કૃત્ય કેટલું હાસ્યાસ્પદ લાગે છે.  તો આ બે ઈમેલ જેમને મેં મોકલી હતી એમાંથી કોઈએ ભાઈ વિજયને મોકલી આપી હશે એમને એમની ભૂલ સમજાવવા કે તેમને કોઈ બીજા કારણ સર પણ એ ભાઈ ત્યારથી મારા માટે બદલાની ભાવનાથી રાહ જોઈ રહ્યા હતા અને મોકાની તલાશમાં હતા. એટલે આ એક નજીવી બાબત એમના ધ્યાનમાં આવી તો મને બદનામ અને અપમાનીત કરવા એમણે જે લોકોને દૂતની ફરિયાદ કરવા ઈમેલ કરી હતી એ બધાને ઈમેલ મોકલી અને કડક ભાષામાં મને ચેતવણી આપીને પછી બીજા બધા છબીકારોને પણ જણાવવા ફેસબુક પર પણ પોતાની કડવાશ ફેલાવી આવ્યા. કોઈ મોટા ગુનેગાર-ચોરને પકડી પાડ્યો હોય એમ.
 
હું તો શાંતિપ્રિય વ્યક્તિ છું અને મારો ઈરાદો કયારેય કોઈનું પણ નુકશાન કરવાનો કે કોઈને તકલીફ આપવાનો રહ્યો નથી. ભાઈ વિજયે મને ઈમેલ મોકલી કે ફોન કરી એમનો વાંધો જણાવ્યો હોત તો જે આટલી કડવાશ પછી થયું એ શાંતિથી પતિ ગયું હોત અને આપ લોકો આ બાબતમાં સંડોવાયા પણ ન હોત્.  હવે આ વ્યક્તિ જે ઈશ્વર સાથે આપણી મુલાકાત કરાવવાની વાતો કરે છે એના દિલ-દિમાગમાં કેટલું ઝેર ભરેલું છે. બાઈબલમાં ક્યાંક લખેલું યાદ આવે છે કે જો ભાઈ સાથે ઝઘડો કરીને દેવળમાં આવ્યો હોય તો પહેલાં ઘરે જઈ એની સાથે સમાધાન કર પછી જ દેવળમાં આવ. પણ આ વ્યક્તિ જે મનમાં ઝેર અદેખાઈ લઈને ગુજરાતભરના દેવળોમાં જાય છે અને પોતાની સસ્તી લોકપ્રિયતા મેળવવા જુઠો નકાબ પહેરી પિક્ચર અને વિડીયો ઉતારી લોકોને ઈશ્વર સાથે કઈ રીતે જોડે છે એ પ્રશ્નનો જવાબ ઈશ્વર પાસે પણ કદાચ નહીં હોય.
 
Now lets look at the copyright issue: please find below the facts. The half knowledge is dangerous.      
 
§ 102 . Subject matter of copyright: In general28
(a) Copyright protection subsists, in accordance with this title, in original works of authorship fixed in any tangible medium of expression, now known or later developed, from which they can be perceived, reproduced, or otherwise communicated, either directly or with the aid of a machine or device. Works of authorship include the following categories:
 
(1) literary works;
 
(2) musical works, including any accompanying words;
 
(3) dramatic works, including any accompanying music;
 
(4) pantomimes and choreographic works;
 
(5) pictorial, graphic, and sculptural works;
 
(6) motion pictures and other audiovisual works;
 
(7) sound recordings; and
 
(8) architectural works.
 
(b) In no case does copyright protection for an original work of authorship extend to any idea, procedure, process, system, method of operation, concept, principle, or discovery, regardless of the form in which it is described, explained, illustrated, or embodied in such work.
 
At the same time there is a Fair Use law also:
 
§ 107 . Limitations on exclusive rights: Fair use40
Notwithstanding the provisions of sections 106 and 106A, the fair use of a copyrighted work, including such use by reproduction in copies or phonorecords or by any other means specified by that section, for purposes such as criticism, comment, news reporting, teaching (including multiple copies for classroom use), scholarship, or research, is not an infringement of copyright. In determining whether the use made of a work in any particular case is a fair use the factors to be considered shall include—
 
(1) the purpose and character of the use, including whether such use is of a commercial nature or is for nonprofit educational purposes;
 
(2) the nature of the copyrighted work;
 
(3) the amount and substantiality of the portion used in relation to the copyrighted work as a whole; and
 
(4) the effect of the use upon the potential market for or value of the copyrighted work.
 
The fact that a work is unpublished shall not itself bar a finding of fair use if such finding is made upon consideration of all the above factors.
 
Please find below the latest case where image issue was involved and the fair use was applied.

 

 

Case Law
The courts often base their rulings on prior cases, so it is worth knowing the landmark cases of fair use in photography.
2007.
Including thumbnails of Grateful Dead concert posters within a book was fair use as they were reduced in size and reproduced within the context of a timeline. Bill Graham Archives v. Dorling Kindersley Ltd., 2006. You can read in details in the following link.
 
http://harvardlaw74.com/casebook-quick-read-bill-graham-archives-v-dorling-kindersley-ltd/

 

તો મિત્રો આ સચ્ચાઈ છે અને આ હકિકત છે. “Everything is fair in love and war” માં માનનાર ભાઈ વિજય દુર્ભાગ્યવશ કોઈ પણ પ્રકારે મને હરાવવા પ્રયત્ન કરી રહ્યા હતા અને કરે છે અને એમને લાગે છે કે એ યોગ્ય છે અને છતાં પણ એ લોકો અને ઈશ્વર વચ્ચે સેતુ બનવાની વાતો કરે છે.
 
મિત્રો આ સત્ય આપની જાણ માટે છે. અને મારી વિનંતી છે કે આના વિષે કોઈપણ પ્રતિભાવ આપવાની કોઈ આવશ્યકતા નથી અને જો આપવો જ હોય તો એક નમ્ર અરજ છે કે જે કોઈ પ્રતિભાવ આપવો હોય તે સંયમસહિત સુયોગ્ય ભાષામાં આપશો.
અંતમાં મારી પોતાની એક કવિતા અહીં ટાંકવીની ઈચ્છા રોકી નથી શકતો.
 

હક્ક પહેલા પથ્થરનો!!!

 

 
 
નૂતન વર્ષનો
 
સૂરજ તો ઊગ્યો પૂર્વે!
 
સાયરન…
 
પોલીસ અને એમ્બ્યુલન્સ,
 
શું થયું? શું થયું?
 
બીજું એક મર્ડર?
 
લાશશશશ…!!!
 
કુતૂહલ!!!
 
ચર્ચા, અફ્વાઓ…
 
મર્યો કે માર્યો?
 
ડાહ્યો હતો કે દોઢડાહ્યો?
 
દેતો’તો વણમાગી સલાહ લોકોને,
 
હક્ક નથી તમને.
 
નિષ્પાપ ઉપાડે પથ્થર,
 
જો હોય તો!
 
દોષીત હસે છે…
 
ટોળું આખુંય સજીવન …………….
 
ને લાશ છે ડાહ્યાની… દોઢડાહ્યાની…
 
તું ઈસુ નથી!
 
અને હોય તોય શું?
 
હું તો બદલાઈ ગયો છું,
 
વ્યભિચારી બાઈ હું નથી!
 
એ ટોળામાં સામેલ હું નથી!
 
મારી પાસે પથ્થર નથી!
 
મારે પાસે
બન્ધૂક છે!
એ કે 47 છે!
મિસાઇલ છે!
બોંબ છે!
આત્મહત્યાની તાલિમ છે!
આતંકવાદની તાલિમ છે!

 

– જગદીશ ક્રિશ્ચિયન

 

 
છેલ્લા આઠ વરસથી આપના સહકાર પ્રેમ લાગણીનો ખૂબ ખૂબ આભાર અને આવો જ પ્રેમ હવે પણ રાખશો એની ખાત્રી સાથે……….. આપના મિત્ર જગદીશ ક્રિશ્ચિયનના પ્રણામ.
 
મારી ૨૦૦૪-૨૦૧૧ સુધીની વેબસાઈટ જોવા માટે અહીં ક્લિક કરો.
 
૨૦૦૯થી ચાલતા મારા ગુજરાતી બ્લોગની મુલાકાત માટે અહીં ક્લિક કરો.

11 thoughts on “સસ્તી લોકપ્રિયતા, અદેખાઈ – સત્યની પરાશીશી – ઇશ્વર સાથે જોડાણ!”

  1. Dear Jagadishbhai,
    I am really very surprised after reading all these. This should not happen to you, you are a good samaritan. You are doing wonderful work and spreading good news to us by your website. Let me tell you, that i have passed my message , through facebook, that you are doing some good work as service and not to make money. And he should have talked in closed doors. Lastly closing my letter, “Peace be with you and all”.
    Joseph Edward Walter.

  2. Dear shri jagdishbhai,i gone through all the matter!. really speking, u r doing wonderful job for the christian community as a whole. i found no special intentionor selfish motive from ur end.. i m the witness of ur fast life in this country of AMERICA .though being very very busy in ur life, u spare ur specialn precious time for the community by providing the service through ur personal vebsite without gaining any monetory or any of benefit.vijaybhai is also doing something for the society in his ownway.whatever the misunderstanding may take place,it should be solved in a private, personal n gentle way. you r very very open minded person , take it easy n carry on your social service .SHOW MUST GO ON !!! ,

  3. Dear Jagdishbhai,
    તમે આખી વાત વિગતવાર જણાવી જેથી દૂધ નું દૂધ અને પાણી નું પાણી થઇ જશે….મને અંદેશો હતો જ કે આ વિજય હલકી પબ્લીસીટી કરી રહ્યો છે અને જે આપણે એને “Exposed” કર્યો હતો તેણે જે દૂત માં અતિ ગંભીર ભૂલ કરી હતી ત્યારે….એને તે વખતે પણ ક્યાં શરમ જેવું હતું….એ ભૂલ માં પણ આનંદિત હતો…According to me he is not mature person….ઉમર વધવાથી માણસ પરિપક્વ નથી થતો મને લાગે છે આપણા સમાજ માં હજુ થોડી વધારે ઠોકરો ખાશે પછી એની શાન ઠેકાણે આવશે અને પછી જ એક પરિપક્વ વ્યક્તિત્વ બહાર આવશે….આપણે પ્રભુ પિતાને પ્રાર્થના કરીએ કે તે આપણી પ્રાર્થના સાંભળે!!.
    Jagdishbhai you are doing great job through your website, keep it up. We are with you!!

    With warm regards.

    Kaushik Parmar

  4. I am one of the silent reader of your website who has never commented on your site. However I have decided to write comment to support you and your site from the non sense controversy created by Vijay Macwan.

    Your article is very clear and we all are assured that you have done nothing wrong by sharing Photo of Bishop Thomas. You have always given credits to Vijay when it was due… he was just looking for an opportunity to get even with you due to doot controversy.

    Don’t worry sir, Keep up the good work. we all are with you. kutaraa bhase haathi potani chaal na badle…khaali Puchhadi halaave to pan kutrao bhaagi jaay…”

    Sunil Macwan

  5. Dear Jagadishbhai,
    Greetings from Vipul.
    I am happy that you explained whole issue in well manner and still you are kind. I appreciate totally. Indeed, to work for and among people one has to be generous and open-minded. Our motto should be to reach out to people. One should set an example if she/he intends to work for society. After all accusations on the issue of photo, you have been very meek and that shows how wonderful person you are!!!
    Keep it up the good work you are doing!
    Yours,
    Vipul Macwan
    Muni.Councillor, Anand.

  6. I appreciate and admire you very much for your good work. May God always be with you and bless you and your good work!

  7. Good morning Mr. Jagdishbhai.
    Whatever happened due to misunderstanding or out of jealousy but that was not good, we understand your feelings Mr. Jagadishbhai but as long as your intentions are good you don’t get bothered of all these things just ignore and forget such things and go on with your good work You are doing the real act of charity with good intentions and so you will be rewarded for it from our Almighty Father in Heaven.
    So be in peace, and as usual keep continue doing your great work.

  8. my dear friend, jagdishbhai BIBLE na vachano mujab “jyare tamato virodh thai tyare manjo k tame saachi disa ma pragati kari rahya chho.

  9. Good morning Mr. Jagdishbhai

    Jagdish bhai you are doing very good work..Keep up the good work. .You are doing the real act of charity with good intentions and so you will be rewarded for it from our Almighty Father in Heaven.we all are with you.
    Your father also doing great job for our society and all Gujarati people.God Bless your work.

    Thanks
    Royal Merchant

  10. Mr. Christian.
    Kindly do not waste your precious time in this type of activities and concentrate on your real work which you are doing. Did the Honorable Bishop had any problem ? NO then why all this ??
    This kind of controversies are useless and baseless…
    So I would recommend you to kindly live this matter here and start with a new fresh day….
    No body cares whether the Bishop has a beard or not , I feel the Bishop himself doesn’t care then why to waste precious time in this type of Activity .
    Anyway God Bless You and Your Family

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.