ચિ. રાજલ તથા સિદ્ધાર્થના પ્રભુતામાં પગલાં – એપ્રિલ ૧૭, ૨૦૧૨.

ચિ. રાજલ તથા સિદ્ધાર્થના પ્રભુતામાં પગલાં – એપ્રિલ ૧૭, ૨૦૧૨.

 
અમદાવાદ સ્થિત સ્વ. માથિયાસ જોબની સુપુત્રી કે જે હાલમાં અમેરિકાના માસેચ્યુસેટ રાજ્યના બોસ્ટન શહેરમાં સ્થાયી થઈ છે. તેણે મુંબઈની એચ. એ. કોલેજ ઓફ સ્પેશિયલ એડ્યુકેશનમાંથી બેચલર ડીગ્રી મેળવી હતી. અહીં આવીને રોચેસ્ટર ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, ન્યુ યોર્ક માંથી માસ્ટર કર્યું છે. હાલમાં બોસ્ટનમાં ધી લર્નીંગ સેન્ટર ફોર ડેફ માં બહેરા લોકોને કેળવણી આપવાનું કામ કરી રહી છે. તેના ન્યુ યોર્કના અભ્યાસ દરમ્યાન ગુજરાતી ક્રિશ્ચિયન સમાજના કાર્યક્રમોમાં તેણે ઘણી વખત હાજરી આપેલી છે.
 
તેણે બોસ્ટનમાંજ રહેતા મૂળ પાટણના રહેવાસી સિદ્ધાર્થ સાથે પ્રભુતામાં પગલાં માંડ્યાં છે. તા. ૧૭ એપ્રિલના રોજ લોયોલા પેરિસ, અમદાવાદમાં ફાધર મિક્કીએ તેમના લગ્નનો આશિર્વાદ કર્યો હતો. જેમાં ફાધર વિલિયમે હાજરી આપી નવદંપતિને શુભેચ્છાઓ પાઠવી હતી. તસવીરમાં નવયુગલ તથા તેમનાં પરિવારજનો આ પ્રસંગને માણતા દેખાય છે. નવદંપતિને સુખ અને સમૃધ્ધિ ભર્યા દીર્ઘાયુષી દાંપત્યજીવનની શુભેચ્છાઓ.
 
ન્યુ યોર્ક, ન્યુ જર્સી અને આસપાસ વસતા ગુજરાતી ક્રિશ્ચિયન સમાજના મિત્રો અને સગા-સબંધીઓ આ પ્રંસગે રાજલ અને સિદ્ધાર્થને દિર્ઘ અને સુખી લગ્નજીવન માટે શુભેચ્છાઓ પાઠવે છે.  
(પેષક: ફાધર વિલિયમ)

 

 

 

 

 

3 thoughts on “ચિ. રાજલ તથા સિદ્ધાર્થના પ્રભુતામાં પગલાં – એપ્રિલ ૧૭, ૨૦૧૨.”

  1. Congratulation! dear SidhRaj. May Almighty always bestow His Love on both of you, is my prayer and wish today. .. Raman uncle and Niru aunty.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.